અર્પીત ગંગર દ્વારા : મુંબઈ, તા. 20 : રિહેબિલિટેશન ફાઉન્ડેશન સેન્ટર ફક્ત એક આશ્રયસ્થાન નથી, પણ તે સમાજના કેટલાક સૌથી સંવેદનશીલ
સભ્યો માટે આશા, સંભાળ અને નવી શરૂઆતનું સ્થળ પણ છે. આવું જ એક
પુનર્વસન કેન્દ્ર શ્રદ્ધા રિહેબિલિટેશન ફાઉન્ડેશન છે, 1988માં તેની સ્થાપના ડો. ભરત વટવાણી, ડો. સ્મિતા વટવાણી અને ડો. ઘનશ્યામ ભીમાણી દ્વારા કરવામાં આવી
હતી. ત્રણેય સ્થાપકો બોરીવલીના એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા જે સ્કિઝોફ્રેનિયાથી પીડિત
વ્યક્તિને જોઈ હતી. તે માણસે નાળિયેર ઉપાડ્યું, તેમાં ગટરનાં
ગંદા પાણી ભરીને પીધું. આ હૃદયદ્રાવક ઘટના જોઈને ત્રણેય સ્થાપકો પર ઊંડી અસર થઈ અને
એ પીડિત જેવા લોકો માટે કંઈક કરવાની પ્રેરણા મળી. આ શ્રદ્ધા રિહેબિલિટેશન ફાઉન્ડેશનની
શરૂઆત થઈ. શ્રદ્ધા રિહેબિલિટેશન ફાઉન્ડેશનનું પહેલું સત્તાવાર કેન્દ્ર 1992માં દહીંસરમાં સ્થાપિત થયું હતું, જો કે સ્થાપકોએ 1988માં દર્દીઓની સારવાર શરૂ કરી દીધી હતી. બીજું
કેન્દ્ર 2004માં કર્જતમાં સ્થાપિત થયું હતું અને આજે પણ ફાઉન્ડેશનનું સક્રિય કેન્દ્ર છે. તે
6.5 એકરમાં ફેલાયેલું છે. હાલમાં, તેમાં 150 દર્દીઓ છે, આ સેન્ટરમાં 2 મનોચિકિત્સકો અને 50 સહાયક સ્ટાફ સભ્યો છે. શ્રદ્ધાનો સ્ટાફ ભારતના
વિવિધ ભાગોમાંથી આવે છે, જેમાં તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ, ગુજરાત, રાજસ્થાન અને અન્ય
ઘણા રાજ્યોનો સમાવેશ થાય છે, આજ સુધી, શ્રદ્ધાએ 13,392 દર્દીઓની સારવાર કરી છે. ફક્ત 2026માં, તેણે લગભગ 800 દર્દીઓની સારવાર કરી છે.
2024માં નાગપુરમાં કેન્દ્ર સ્થાપ્યું
બાયપોલર ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા, મગજ સંબંધિત વિકૃતિઓ અને અલ્ઝાઇમર રોગથી પીડાતા દર્દીઓની શ્રદ્ધા ખાતે સારવાર
કરવામાં આવે છે. ડો. ભરત વટવાણીએ કહ્યું છે કે, `તમારે કોઈ
વ્યક્તિ પ્રત્યે દયા નહીં, પણ કરુણા અનુભવવી જોઈએ. `જે લોકો ખોવાઈ ગયા છે અને શેરીઓમાં ભટકતા રહે
છે તેમને અમારી પાસે લાવવામાં આવે છે. અમે તેમની સારવાર કરીએ છીએ, તેમને તેમના પરિવારના સભ્યો સાથે
ફરીથી મિલાવીએ છીએ અને તેમને ઘરે પાછા મોકલીએ છીએ. `કેટલાક દર્દીઓ અમારી પાસે તમિલનાડુ, રાજસ્થાન, કેરળ અને અન્ય રાજ્યોમાંથી આવે છે.
જો તેમના ઘરનો કોઈ પત્તો ન લાગે (જે ખૂબ દુર્લભ છે) તો અમે તેમને તેમના સંબંધિત
ગૃહરાજ્યમાં સંભાળ કેન્દ્રમાં મોકલીએ છીએ.
રસ્તે ભટકતા લોકોને ઘણી સમસ્યા છે
ફાઉન્ડેશનના સલાહકાર હસમુખ શાહે કહ્યું કે, `જે લોકો શેરીઓમાં ભટકતા હોય છે તેઓને પણ ઘણી મુશ્કેલીઓનો
સામનો કરવો પડે છે. તેઓ ઘણીવાર અન્ય લોકો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવે છે, તેમના પૈસા લૂંટી લેવામાં આવે
છે અને ખાસ કરીને સ્ત્રીઓનું શોષણ કરવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે,
આ વ્યક્તિઓ હિંસક છે, પરંતુ જો તમે તેમની સાથે
દયાળુ વર્તન કરો છો અને તેમને ખોરાક આપો છો, તો તેઓ તમારી વાત
સાંભળશે.