• રવિવાર, 16 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : મોહનલાલ ઉમિયાશંકર ગોર (ઉ.વ. 79) તે મૂળ સુથરીના સ્વ. લક્ષ્મીબેન ઉમિયાશંકર ગોરના પુત્ર, સ્વ. પુરબાઇ નરભેરામ ગોરના ભત્રીજા, પ્રવીણાબેનના પતિ, ફાલ્ગુની, રાજ, રોબિનના પિતા, ભરતભાઇ, ભાવિષાબેન, વિશ્વાબેનના સસરા, સ્વ. જેઠાલાલ ઉમિયાશંકર ગોરના નાના ભાઇ, સ્વ. ચંચળબેનના દિયર, સ્વ. વિનોદભાઇ તથા ખુશાલભાઇના કાકા, હંસાબેન તથા ઉષાબેનના કાકાજી, હેનિલ, આર્વી, શ્લોકા, કુંજ, હાર્દિક, કિશન, ભૂમિ, પૂજા, વંશિકાના દાદા, આર્યા, ખુશીના નાના, સ્વ. રતનબેન હરિશંકર (સાંધવ), પ્રભાબેન, લક્ષ્મીબેન ભટ્ટ (મકડા), સ્વ. પાર્વતીબેન પરસોત્તમ ગોર (બાયઠ), સ્વ. ઝવેરબેન નાનજીભાઇ (નરેડી)ના ભાઇ, સ્વ. સાવિત્રીબેન પ્રાણલાલ નારણજી ગોરના જમાઇ, રમેશભાઇ, બાલકૃષ્ણ, દીપક (પપ્પુ), પ્રદીપ (મલ્લુ), સ્વ. નરેન્દ્ર, દિનેશ (વસંત), ધર્મિષ્ઠાબેન કિશોરભાઇ ગોરના બનેવી, વિમળાબેન, જયશ્રીબેન, રંજનબેન, દમયંતીબેન, રસીલાબેન, મયુરીબેન, દમયંતીબેન વિજયભાઇના નણદોઇ, પુનિત, સંદીપ, કપિલ, અનિલ, પ્રતીક, ભાવિન, હિતેન, ધૈર્ય, સીમા, સુનિતા, સિમ્પલ, અસ્મી, કાજલ, હિતેક્ષીના ફુવા, દેવી, વિશાલ, હેતલના માસા તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-9-2023ના મંગળવારે સાંજે 5થી 6 વી.બી.સી. નૂતન સેવા સંકુલ, પ્રથમ માળે, આર.ટી.ઓ. સર્કલ, ભુજ ખાતે.

ભુજ : જુસબ ઉમર કિચા (ઉ.વ. 45) તે મ. ઉમર જુસબના પુત્ર, આમદ તથા રફીકના ભાઇ, સાહિલ તથા રેહાનના પિતા તા. 11-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-9- 2023ના બુધવારે સવારે 10થી 11 ચાકી જમાતખાના, સુરલભિટ્ટ રોડ, મહેંદી કોલોની, ભુજ ખાતે.

અંજાર : અવધ વ્યાસ (ઉ. 9 માસ) તે ધારા નિખિલ વ્યાસના પુત્ર, શિવાંગ, વેદના નાના ભાઇ, પ્રવીણાબેન પ્રભુરામ વ્યાસના પૌત્ર, કનૈયાલાલ લક્ષ્મીશંકર રાવલ (નંદગામ)ના દોહિત્ર, ગૌતમ તથા સચિનના નાના ભાઇના પુત્ર, કુસુમબેનના દિયરના પુત્ર તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. નિખિલ વ્યાસ-મો. 99785 60179.

અંજાર : મૂળ વાંઢિયાના ગામોટ ગૌરીશંકર ડાયાલાલ (ઉ.વ. 63)  (રિટાયર્ડ અંજાર તાલુકા હેલ્થ આઇઇસી ઓફિસર) તે સ્વ. બેનાબેન ડાયાલાલ ગામોટના પુત્ર, સ્વ. નાનજીભાઈ ભુરાભાઈ ગામોટ (વાંકાનેર)ના ભત્રીજા, ભચુભાઈ તેજાભાઈ જાટાવાડિયા (લાકડિયા)ના ભાણેજ, ગં.સ્વ. ધનલક્ષ્મીબેન વજેરામ જાટાવાડિયા (રાપર)ના જમાઈ, નરભેરામ અને રમેશના બનેવી, સરસ્વતીબેનના પતિ, ધીરજલાલ, સ્વ. કનૈયાલાલ, જયશ્રીબેન મોહનભાઈ સુંબળ, કમળાબેન મોહનભાઈ મઢવીના ભાઈ,  આશિષ અને મિતેષના પિતા, નીતાબેન આશિષ ગામોટના સસરા, ધર્મના દાદા, પારસ, દિવ્યેશ, હેમન, જાગૃતિ જયભાઈ બાલાસરા, ખુશ્બૂ રીતેશ જાટાવાડિયા, રિંકલ હિરેન જાટાવાડિયાના મોટાબાપા, સંધ્યા હિતેષ ભારદ્વાજ, કૃણાલી વિવેક ગામોટ, સપના ઉમેશ રાજગોર, સંદિપ, હેમાલી, ધ્રુમિલના મામા, સુરેશ નારણભાઈ બાલાસરા (ભીમાસર)ના વેવાઈ તા. 9-9-2023ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (મોરિયા) તા. 21-9-2023ના ગુરુવારે નિવાસસ્થાન વાંઢિયા ખાતે.

અંજાર : મૂળ રવાના ગુર્જર સુતાર દિનેશભાઈ દામજીભાઈ દુધૈયા (ઉ.વ 71) (નિવૃત્ત ટી.સી. જી.એસ.આર.ટી.સી.- અંજાર) તે સ્વ. દમયંતીબેન દામજીભાઈ દુધૈયાના પુત્ર, મધુબેન (મીનાબેન)ના પતિ, દિપેન તથા પ્રતીકના પિતા, ભાવિની તથા ભૂમિકાના સસરા, દર્શીના દાદા, સ્વ. કનુભાઈ, સ્વ. વસંતબેન મહેન્દ્રભાઈ સોલગામા, મધુબેન, ઇન્દિરાબેન તથા રમેશભાઈ (નિવૃત્ત, ઓફિસર ડી.જી.જી.બી.)ના ભાઈ, ગં.સ્વ. ચંદાબેન કનુભાઈના દિયર, ચંદ્રિકાબેન રમેશભાઈના જેઠ, દીપા, નેહા, દક્ષેશ, નિલેશના કાકા, ગોપી તથા મેહુલના મોટાબાપા, જનક તથા પ્રશાંતના મામા, સ્વ. કાશીબેન શિવજીભાઈ ભારદિયાના જમાઈ, વ્રજલાલભાઈ, પ્રકાશભાઈ, કનુબેન પ્રમોદભાઈ દુધૈયા, કિરણભાઈ, અનિલભાઈ તથા રેખાબેન વિનોદભાઈ દુધૈયાના બનેવી, બિપિનભાઈ દયારામભાઈ અગારા તથા અજયભાઈ પ્રેમજીભાઈ ગરવલિયા (મિસ્ત્રી)ના વેવાઈ તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાથનાસભા તા. 13-9-2023ના બુધવારે સાંજે 5થી 6 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.

આદિપુર : યશોદાદેવી તે સ્વ. મંગુસિંહ સુખસિંગ ભાટીના પત્ની, પ્રતાપસિંહ, ભૈરવસિંહ, લક્ષ્માણસિંહના માતા, શિવનારાયણના સાસુ, દીપક, અર્જુન, ચંદ્રવીર, મોહિત, સાહિલ, કૃષ્ણ, દુર્ગા, મનીષા, રાધા, મમતા, સિમરન, સૌરૂપી, હર્ષિતા, નિશાના દાદી, પ્રજ્ઞાન, પ્રિયાંશના પરદાદી તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. પગડી તા. 12-9-2023ના મંગળવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન એસ.એ.એક્સ.-14, લાલ મંદિર પાછળ.

માંડવી : નીતિન લીલાધર શિયાળવાલા (ઉ.વ. 50) તે સ્વ. લીલાધર માવજી શિયાળવાલા અને ગં.સ્વ. શાંતિબેનના પુત્ર, સ્વ. ચંદ્રસિંહ, ગં.સ્વ. ભારતીબેન ચંદ્રસિંહ કષ્ટા, ભૂપેનના ભાઇ, સ્વ. વિશ્રામભાઇ નાથાભાઇ ચાવડા અને ગં.સ્વ. મેનાબેનના જમાઇ, જ્યોતિબેનના પતિ, નિરાલી બિનિત પરમાર, ટિશા નીતિન શિયાળવાલાના પિતા તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઇઓ તથા બહેનોની તા. 12-9-2023ના સાંજે 4થી 5 રામેશ્વર વાડી, માંડવી ખાતે.

નખત્રાણા : ચંપાબેન પ્રહલાદભાઇ ચૌહાણ (ઉ.વ. 70) તે પ્રહલાદભાઇ નારાણભાઇ ચૌહાણના પત્ની, હસમુખભાઇ, જિતેન્દ્રભાઇ, મીનાબેન, નીતાબેનના માતા તા. 11-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12, 13-9-2023ના સવારે 8.30થી 10.30 અને બપોરે 3થી 5 પ્રહલાદભાઇ ચૌહાણના નિવાસસ્થાન સુથાર શેરી, જૂનાવાસ, નખત્રાણા ખાતે.

સુખપર (તા. ભુજ) : દાફડા લાલબાઇ (ઉ.વ. 68) તે લખુભાઇ વાલજી દાફડાના પત્ની, ભરતભાઇ, સુરેશભાઇ, સ્વ. દિનેશભાઇના માતા, નીતિન, હિતેષ, રાહુલ, જીયા, ધર્મિષ્ઠાના દાદી, ભીમજી વાલજી દાફડા (મોડાસા), સ્વ. ધનજી ખેંગાર દાફડા, પૂંજા ખેંગાર દાફડાના નાના ભાઇના પત્ની, જમનાબેન ધનજી, રામબાઇ પૂંજા, ફકીબેન ભીમજીના દેરાણી, સ્વ. રામજી હમીર ચાવડા (સુખપર-રોહા)ના પુત્રી, લાલજીભાઇ, સ્વ. પાર્વતીબેન, સ્વ. ખીમીબેનના મોટા બહેન તા. 11-9-2023ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 13-9-2023ના રાત્રે, તા. 14-9-2023ના સવારે 10 વાગ્યે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને મફતનગર, સુખપર ખાતે.

મોટા રેહા : હાલે રાયપુર (છત્તીસગઢ) ક.ગુ.ક્ષ. અનિલભાઇ ચૌહાણ (ઉ.વ. 65) તે સ્વ. હીરાગૌરીબેન લાલજીભાઇ ચૌહાણના પુત્ર, અરૂણાબેનના પતિ, ભાવેશ (રાયપુર), નૈનાબેન, નિશાબેન (અંજાર)ના પિતા, સ્વ. વેલજીભાઇ, સ્વ. હેમરાજભાઇ, સ્વ. જયંતીભાઇ તથા નરેશભાઇના ભાઇ, સ્વ. દામજીભાઇ, સ્વ. ઓધવજીભાઇ (રેહા), સ્વ. સાકરબેન (કુકમા), સ્વ. કાશીબેન (રાયપુર)ના ભત્રીજા, શાંતિલાલ (માધાપર), ધરમશીભાઇ (કુકમા), નટવરલાલ (રેહા)ના કાકાઇ ભાઇ તા. 8-9-2023ના રાયપુરમાં અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-9-2023ના બુધવારે સાંજે 5થી 6 ધરમશીભાઇ દામજીભાઇ ચૌહાણ, વૈભવનગર, કુકમા ખાતેના નિવાસસ્થાને.

કુરબઈ (તા. ભુજ) : ગરવા સામંતભાઈ તેજા (ઉ.વ. 75) તે સ્વ. બાયાબાઈ, ઝવેરબેનના પતિ, રમેશ, મીના, પુરબાઈ, ડાઈબાઈ, શાંતાબાઈ, લખીબાઈના પિતા, ગાવિંદ, દેવજી, પૂંજાના ભાઈ, દામજી, ધનજી, બાબુ, પ્રવીણ, ભરત, વસંતના કાકા, હિનાબેનના સસરા, દિવ્યાંસી, જીયા, લાલના દાદા, દેવલબેન બિજલ જોગેલ (કુરન)ના જમાઈ, મણિબેન નાનજીભાઈ પુરાણિયાના જમાઈ તા. 11-9-2023ના  અવસાન પામ્યા છે. બેસણું તા. 12, 13-9-2023ના તથા બારસ તા. 14-9-2023ના સવારે નિવાસસ્થાન કુરબઈ ખાતે.

સિનુગ્રા (તા. અંજાર) : હુરબાઇ (ઉ.વ. 77) તે ઓસમાણ કાસમ અબડાના પત્ની, ઉમરભાઇ (સામાજિક કાર્યકર), ગનીભાઇ, મથડા હાજરા જુમા (મથડા), મથડા ભચાબાઇ અસગર (મથડા)ના માતા, અરિફ, આશિફ, અરમાન, મામદના દાદી તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-9- 2023ના સવારે 9.30થી 10.30 સિનુગ્રા મુસ્લિમ જમાતખાના ખાતે.

રામપર-વેકરા (તા. માંડવી) : ગં.સ્વ. સદાબા (ઉ.વ. 96) તે સ્વ. ટપુભા કારૂભા જાડેજા (તિલાટ)ના પત્ની, જુવાનસિંહ (ભુજ), નવલસિંહ (સુખપર), દોલુભા, દશરથસિંહ, કમળાબા, રાજેશ્વરીબાના માતા, રાજેન્દ્રસિંહ, દિલીપસિંહ, અજિતસિંહ, સુખદેવસિંહ, પ્રદીપસિંહ, ધર્મદીપસિંહ, જયદીપસિંહ, વર્ષાબા (તાવી), અનિતાબા (માલણિયાદ)ના દાદી, ખુશરાજસિંહ, જયવીરસિંહ, નિત્યરાજસિંહ, અક્ષિતાબા, ક્રિષીતાબાના પરદાદી તા. 11-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-9-2023ના શુક્રવારે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી વેકરા દરબારગઢમાં. ઉત્તરક્રિયા તા. 22-9-2023ના શુક્રવારે.

ગુંદિયાળી (તા. માંડવી) : મહેશ્વરી આતુભાઇ પુનાભાઇ અબચુંગ (ઉ.વ. 90) તે સ્વ. માનબાઇના પતિ, રામ (બાવા), સેજબાઇ, ચાગબાઇના પિતા, મહેન્દ્ર અબચુંગ (લોકસાહિત્યકાર), મીરાબેન, માધુરીના મોટાબાપુ, રાહી, ડેનીલ, તન્મય, નિશાંત, કીર્તિકાના દાદા, સ્વ. પુરબાઇ સુમાર ફફલ (નારાણપર), કાનજી પુનાભાઇ (ભુજ)ના ભાઇ, મોહનભાઇ ફફલ, દેવજીભાઇ (પપુભાઇ) ફુલિયા (તરા-મંજલ), વિરલભાઇ જેપાર (રોહા-સુમરી), પાર્વતીબેન, કાન્તાબેનના સસરા, જુમાભાઇ જખુભાઇ, સ્વ. ચનાભાઇ જખુભાઇ સંજોટ (માંડવી)ના બનેવી,  પુનશી જુમાભાઇ બુચિયા (નાના વાડા)ના વેવાઇ તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. સાદડી નિવાસસ્થાન ગુંદિયાળી ખાતે.

પીપરી (તા. માંડવી) : સંગાર લક્ષ્મીબેન હાજાભાઇ ચેલાગા (ઉ.વ. 75) તે સ્વ. હાજાભાઇ વેલાભાઇના પત્ની, ભરતભાઇ, જખુભાઇ, લાલજીભાઇ, રાણબાઇ શામજીભાઇ ભર્યા (શેરડી), રતનબેન હરજીભાઇ કારાણી, વીરબાઇ ખીમજીભાઇ જામોતરના માતા તા. 11-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12, 13, 14 સુધી નિવાસસ્થાન ચેલાગા વાડી વિસ્તાર, પીપરી ખાતે.

દરશડી (તા. માંડવી) : નાનબાઇ કેશા ફુલિયા (ઉ.વ. 72) તે સ્વ. કેશા સવા ફુલિયાના પત્ની, વિશનજી (હાલે મોટા રતડિયા), કુંવરબાઇ બીજા ફમ્મા (બાલાચોડ મોટી), માનબાઇ માવજી નજણ (કોજાચોરા પઇવાડી), મેઘબાઇ ખેરાજ ધુવા (દહીંસરા), હીરબાઇ નારણ સંજોટ (ગુંદાલા), લાલજી તથા સ્વ. ડાયાલાલના માતા તા. 11-9-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 12-9-2023ના નિવાસસ્થાને.

આણંદપર-યક્ષ (તા.નખત્રાણા) : જીવરાજભાઈ અરજણભાઈ પોકાર (ઉ.વ. 65) તે સ્વ. હીરબાઈ અરજણ જેઠા પોકારના પુત્ર, પ્રેમિલાબેનના પતિ, કાનજીભાઈ, કાંતાબેન વિશ્રામ પોકાર (સાંયરા હાલે વિજાપુર), પ્રેમિલાબેન ધનજી લિંબાણી (વિથોણ હાલે સુરત)ના ભાઈ, હેમુબેન નરેન્દ્રકુમાર ડાયાણી (ધાવડા હાલે કણકવલી), સુરેશભાઈ, ચંચલબેન રોહિતકુમાર (વિરાણી-ગઢ હાલે ડોમ્બીવલી), ગીતાબેન વિપુલભાઈ (ધાવડા હાલે બેંગ્લોર)ના પિતા, સ્વ. ચંદુભાઈ, મીનાબેન, હરિભાઈ, વિજયાબેનના કાકા, રુદ્રના દાદા. સ્વ. શિવજી અબજી પદમાણી (વિથોણ હાલે હૈદરાબાદ)ના જમાઇ તા. 11-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12, 13-9-2023 મંગળ, બુધ (બે દિવસ) સવારે 8.30થી 11 તેમજ બપોરે 3થી પ આણંદપર લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, આણંદપર (યક્ષ) ખાતે.

કંકાવટી (તા. અબડાસા) : સોઢા વિજરાજસિંહ સવાઇસિંહ (ઉ.વ. 67) તે ગોપાલસિંહ, જીતુભાના પિતા, સ્વરૂપસિંહ, આમરજી, રણજિતસિંહ, ભમરસિંહ, સંગ્રામસિંહ, ભાણુભા, ભુરુભા રામજી, જુવાનસિંહ, સ્વરૂપસિંહના ભાઇ, ચાંદુભા, ખેતુભા, નોગુભાના ભત્રીજા, ભુરુભા, રાજુભા, મોવનસિંહ, પ્રવીણસિંહના કાકા, જુવાનસિંહ, ભરતસિંહ, અર્જુનસિંહ, જગદીશસિંહ, હરદેવસિંહ, મહાવીરસિંહ, પ્રહલાદસિંહ, હરપાલસિંહના મોટાબાપુ, વીરેન્દ્રસિંહ, ક્રિપાલસિંહ, અનિરુદ્ધસિંહ, મહિપાલસિંહના દાદા તા. 9-9-2023ના અવસાન પામ્યા છે. બારસ તા. 19-9-2023ના મંગળવારે નિવાસસ્થાન કંકાવટી ખાતે.

મંજલ રેલડિયા (તા. અબડાસા) : મંધરા હવાબાઇ તે ઇસ્માઇલભાઇના પત્ની, અલીમામધ, અબ્બાસ, મૌલાના હુશેન નોમાની (પેશ ઇમામ તાહા મસ્જિદ, સંજોગનગર-ભુજ) અને સુલતાનના માતા, હાજી સુમાર અને ઇશાકના ભાભી, મંધરા જુસબ, ઇબ્રાહિમ, મૌલાના સુલેમાનના મોટીમા, અભુભખર, મહમદહુશેન અને મોહમદ હનીફ (ભુજ)ના મામી તા. 11-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-9-2023ના ગુરુવારે સવારે 10 વાગ્યે રેલડિયા મંજલ મસ્જિદ ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang