ગાંધીધામ, તા. 2 : અંજાર તથા સુરતના લસકાણા વિસ્તારમાં
યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવમાં શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ
નોંધાઈ છે. અંજાર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયા મુજબ અંજારની એક યુવતી સાથે
મેઘપર-કુંભારડી આદિત્યનગરના શૈલેષ ભુરા ધરણિયા (વાલ્મીકિ)એ પ્રેમ સંબંધ બાંધ્યો હતો.
આ શખ્સે ભોગ બનનારને લગ્નની લાલચ આપી 2021થી અત્યાર સુધીમાં વારંવાર બોલાચાલી, ગાળો આપી, ધમકીઓ આપી હતી
તેમજ યુવતીની મરજી વિરુદ્ધ અંજાર તથા સુરત ખાતે ભાડાના મકાનમાં વારંવાર શારીરિક સંબંધ
બાંધ્યો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.