મુંબઈ, તા.2 : શ્રીલંકાના પ્રવાસ અગાઉ ટીમ
ઇન્ડિયાને મોટો ફટકો પડયો છે. મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ શ્રીલંકા વિરુદ્ધની બે
ટેસ્ટની શ્રેણીની બહાર થઈ ગયો છે. બીસીસીઆઇની તબીબી ટીમે બુમરાહને પુનરાગમન માટે ઉતાવળ
નહીં કરવાની સલાહ આપી છે. બુમરાહને ઘૂંટણની ઇજા થઈ છે. બુમરાહને આ ઇજા ટી-20 વિશ્વ કપ દરમિયાન થઈ હતી. જો
કે ત્યારબાદ તે આઇપીએલના 14માંથી 13 મેચ રમ્યો હતો. છેલ્લે તે ઇંગ્લેન્ડને
બે વન ડે મેચ રમ્યો હતો. બીજી વન ડેમાં ફિલ્ડિંગ દરમિયાન તેને ઘૂંટણમાં ફરી ઇજા થઈ
હતી. આથી દર્દ વધી ગયું હતું. બીસીસીઆઇના એક
અધિકારીએ જણાવ્યું છે કે બુમરાહે લાંબા સમય સુધી ફિટ રાખવા માટે તેને શ્રીલંકા પ્રવાસમાં
રેસ્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણ દિવસ પહેલા બુમરાહએ ફિટનેસ ટેસ્ટ ક્લીયર
કરી લીધો હતો, પણ મેડિકલ ટીમે તેને વાપસીમાં
ઉતવાળ નહીં કરવાની સલાહ આપી છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી ટેસ્ટ 1પ ઓગસ્ટથી અને બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી શરૂ થશે. બુમરાહના
વિકલ્પરૂપે સમાલે થનાર ઝડપી બોલરનું નામ બીસીસીઆઇ સોમવારે જાહેર કરી શકે છે.