ગ્લાસગો, તા. 2 : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ-2026નું સમાપન થયેલું છે અને હવે
2030ની આગામી રમતો અમદાવાદમાં યોજાશે.
શનિવારે મુક્કેબાજોના દમદાર દેખાવને પગલે ભારત કુલ 13 સુવર્ણ સહિત ચંદ્રક સાથે ચોથા સ્થાને રહ્યું છે. મોડી રાતે યોજાયેલા
સમાપન સમારંભનું આયોજન થઈ રહ્યું છે. આ દરમિયાન અમદાવાદ શહેરને સત્તાવાર રીતે કોમનવેલ્થ
ગેમ્સ-2030નો ઝંડો અને બેટન સોંપવામાં
આવશે. આ તકે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી
ઉષા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ 2030માં રમાનારી કોમનવેલ્થ ગેમ્સની ભારતની યાત્રાની ઐપચારિક રૂપમાં
યાત્રા શરૂ થઈ ગઈ છે. ભારતીય સમય મુજબ મોડી રાત્રે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારંભમાં હેન્ડઓવર ઇવેન્ટ દરમિયાન દર્શકો સમક્ષ
અમદાવાદ-2030 કોમનવેલ્થ ગેમ્સની પહેલી ઝલક
રજૂ કરવામાં આવશે, જેમાં ભારતની
સમૃદ્ધ સંસ્કૃતિ વિરાસત અને ગુજરાતની ઓળખ વિશેષ રૂપે પ્રદર્શિત કરાઈ છે. આ ઝલક દ્વારા
ભારત નવા યજમાનનાં રૂપમાં પોતાની તૈયારી અને સંસ્કૃતિની વિવિધતાનો પરિચય આપી રહ્યું
છે. સુવર્ણ ચંદ્રક જીતનારી બોક્સર જાસ્મિન લમ્બોદિયાને ભારતીય દળની ધ્વજવાહક તરીકે
પસંદ કરાઈ છે. અગાઉ હર્ષ સંઘવીએ ભારતીય મુક્કેબાજોને મેડલ અર્પણ કર્યાં હતાં. ગ્લાસગો
કોમનવેલ્થ ગેમ્સના અધિકારી લુઇસા મહોને જણાવ્યું કે, હેન્ડઓવર
ઇવેન્ટ ફક્ત એક ઔપચારિક પરંપરા નથી, પરંતુ ભારત અને સ્કોટલેન્ડને
એક મંચ પર લાવવાનો અવસર બન્યો છે. અમદાવાદમાં વર્ષ 2030માં રમાનારી કોમનવેલ્થ ગેમ્સનું
શતાબ્દી વર્ષ હશે, જેમાં ભારતની
એક અલગ જ ઓળખ દુનિયાને જોવા મળશે. સમાપન સમારંભ દરમિયાન ભાગ લેનારા તમામ દેશના ખેલાડીઓ
ભાવુક બન્યા હતા.