ભુજ, તા. 2 : કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર, સૂરજ શિક્ષણધામની દીકરીઓએ જિલ્લા કક્ષાએ યોજાયેલી
બાસ્કેટબોલની રમતમાં સિદ્ધિ હાંસલ કરી હતી. શાળાકીય એસજીએફઆઈ બાસ્કેટબોલની રમતમાં અન્ડર-19 કેટેગરીમાં પ્રથમ તેમજ અન્ડર-17 કેટેગરીમાં દ્વિતીય જિલ્લા
કક્ષાએ દીકરીઓએ વિજય હાંસલ કરીને શાળા અને સંસ્થા પરિવારને ગૌરવ અપાવ્યું હતું. શ્રેષ્ઠ
દેખાવ કરનાર દીકરીઓને માર્ગદર્શન વૃતિક્ષાબેન રાઘવાણી, વંદનાબેન ભુડિયા, દીપીકાબેન
વાળા, સંધ્યાબેન પરમાર, ખુશ્બૂબેન પરમારે
આપ્યું હતું. કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ
વેલજીભાઈ પિંડોરિયા, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના
પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, સમાજના વડીલો, ટ્રસ્ટીઓ, શાળાના આચાર્યા હેતલબેન ભુડિયા, ગૃહમાતા ખુશ્બૂબેને દીકરીઓની આ સિદ્ધિને બિરદાવી હતી.