નખત્રાણા, તા. 2 : નખત્રાણામાં 19 વર્ષીય યુવાન પીન્ટુ મોહન કછવાએ
ગળે ફાંસો ખાઈ જીવ દેતાં અરેરાટી વ્યાપી હતી. નખત્રાણાની મેઘવાળ સમાજવાડી ખાતે રહેતો
યુવાન પીન્ટુએ કોઈ અગમ્ય કારણે ભારાપરની સીમમાં ઝાડમાં દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની વિગતો આજે નખત્રાણા પોલીસ
મથકે જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.