• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

ભુજના વિદ્યાર્થીની રાજ્ય કક્ષાના ચેસ કાર્યક્રમ માટે થઈ પસંદગી

ગાંધીધામ, તા. 2 : ભુજના સાર્થ પટેલે ચેસ રમતમાં નોંધપાત્ર પ્રદર્શન સાથે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી. સાર્થ અંડર-7 ઇન્ટરસ્કૂલ ગુજરાત સ્ટેટ ચેમ્પિયન બન્યો હતો તેમજ અંડર-7 ગુજરાત સ્ટેટ રેગ્યુલર ચેસ ચેમ્પિયનશિપમાં ત્રીજું સ્થાન મેળવ્યુ હતું. આ  ઉત્કૃષ્ટ રમતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓ માટે ચલાવવામાં આવતા સેન્ટર ઓફ એક્સેલન્સ (સીઓઈ) ચેસ કાર્યક્રમમાં કચ્છના  આ ખેલાડીની પસંદગી કરવામાં આવી છે.  આ  ખેલાડી  હાલમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, ભુજમાં ધોરણ-2માં અભ્યાસ કરે છે. તે ઓફલાઇન ચેસ તાલીમ દક્ષ ઠક્કર પાસે મેળવી રહ્યો છે.   જ્યારે વિવિધ ચેસ ટૂર્નામેન્ટ અંગે સમયસર માર્ગદર્શન અને માહિતી હર્ષ રૂપારેલનું ગ્રુપ આપી રહ્યંy છે.   

Panchang

dd