• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

યુવા તન્વી શર્મા તાઇપે ઓપનમાં ચેમ્પિયન

તાઇપે, તા.2 : યુવા ભારતીય શટલર તન્વી શર્મા તાઇપે ઓપન સુપર-300 બેડમિન્ટન ટૂર્નામેન્ટના મહિલા સિંગલ્સમાં ચેમ્પિયન બની છે. 17 વર્ષીય તન્વીએ ફાઇનલમાં વિયેતનામની છઠ્ઠા ક્રમની ખેલાડી લિન્હ એનગુએનને ફકત 36 મિનિટની અંદર 21-16 અને 21-16થી હાર આપી હતી. તન્વી શર્માનો આ પહેલો બીડબ્લ્યૂએફ ખિતાબ છે. તન્વી 17 વર્ષ 223 દિવસની ઉંમરે તાઇપે ઓપન જીતનારી વિશ્વની સૌથી નાની વયની ખેલાડી બની છે.  પીવી સિંધુના પૂર્વ મેંટોર પાર્ક તાઇ સંગના કોચિંગમાં આગળ વધી રહેલ તન્વી શર્મા પૂર્વ ખેલાડી સાઇના નેહવાલ પછી તાઇપે ઓપન જીતનારી ભારતની પહેલી મહિલા ખેલાડી બની છે. સાઇના 2008માં ચેમ્પિયન બની હતી. પૂર્વ જુનિયર નંબર વન તન્વી શર્મા અગાઉ 202પમાં અમેરિકી ઓપનના ફાઇનલમાં પહોંચી હતી.  

Panchang

dd