• બુધવાર, 29 જુલાઈ, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ છછી (તા. અબડાસા)ના ગજણ ઇસ્માઇલ બુઢા (ઉ.વ. 67) તે હારૂન, ઇદ્રીશ, હનીફના પિતા, અબ્દુલ્લા (ગાભા), અનવર, આધમના ભાઇ, સાડ કાદર, ચવાણ યુસુફના સસરા તા. 27-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-7-2026ના બુધવારે સવારે 10.30થી 11.30 કેમ્પ એરિયા, માંજોઠી જમાતખાના ખાતે.

અંજાર : મૂળ વરસામેડીના સારસ્વત બ્રાહ્મણ શેખરભાઈ હરિયામાણેક (ઉ.વ. 43) તે સ્વ. કિશોરભાઈ અને ચંદ્રિકાબેનના પુત્ર, સ્વ. દમયંતીબેન દામજીભાઈ હરિયામાણેક (વરસામેડી)ના પૌત્ર, વિશાખાબેનના પતિ, જીઆ અને યજ્ઞાના પિતા, પરેશભાઈ (ઉપપ્રમુખ સારસ્વત મહાસ્થાન અંજાર), પ્રીતિબેનના ભાઈ, દીપકકુમાર ઉમયાશંકર રતનેશ્વર (માધાપર)ના સાળા, સ્વ. વિજયાબેન અને જયંતીલાલ ખરાશંકર વ્યાસના જમાઈ, ગં.સ્વ. સરસ્વતીબેન અને સ્વ. ગૌરીશંકર શામજીભાઈ પ્રશ્નોરા (દરશડી)ના દોહિત્ર, અલ્પાબેન અરાવિંદભાઈ, લતાબેન જેન્તીલાલ, વંદનાબેન રાજેશભાઈ, દક્ષાબેન અશોકભાઈ, અનિતાબેન રજનીકાંત, શીતલબેન વિપુલભાઈ, શોભનાબેન જગદીશભાઈ ખીયરા (મુલુંડ), ગં.સ્વ. પ્રવીણાબેન રશમિકાંત ચંડીચઠ (અંજાર), હર્ષાબેન ઉમેદભાઈ ચંડીચઠ (ભુજ), ચેતનાબેન શૈલૈશભાઈ ચઠમંધરા (ગાંધીધામ)ના ભત્રીજા, ભાવનાબેનના દિયર, હિતેષ, સ્વ. સચિનના બનેવી, વિપુલાબેનના નણદોયા, ગં.સ્વ. વિમળાબેન વસંતલાલ, ગં.સ્વ. ત્રિલોતમાબેન જિતેન્દ્રભાઈ, દિનેશભાઇ, ભારતીબેન કિશોરભાઈ, ભારતીબેન દિલીપભાઈના ભાણેજ, વિધિ, નિધિના કાકા, લક્ષિતા, નિષ્ઠાના મામા તા. 26-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-7-2026ના મંગળવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે.

માંડવી : કેર આદમ ઇબ્રાહિમ (ઉ.વ. 66) તે કેર હુશેન ઇબ્રાહિમના ભાઇ, મ. રફીક, સુલતાન, ઇકબાલ, જુસબના પિતા તા. 26-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-7-2026ના બુધવારે સવારે 11થી 12 મેમણ જમાતખાના, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : બાંયાબેન જખુભાઇ (આયડી) મહેશ્વરી (ઉ.વ. 90) તે સ્વ. જખુભાઇ ખેતાભાઇ આયડીના પત્ની, દેવલબેન, કાનજીભાઇ, સ્વ. ગાંગબાઇ (ભાદ્રોઇ), ગં.સ્વ. હીરુબેન (દહીંસરા), તેજાભાઇ, નાનજીભાઇના માતા, રમેશ, નીતિન, અશોક, અરવિંદ, ધીરજના દાદી, હેમાંગી, વિધિ, જયવીર, આદિતિ, આરુષી, ક્યાંશના પરદાદી તા. 25-7-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ (દિયાડો) તા. 28-7-2026ના મંગળવારે આગરી, તા. 29-7-2026ના પાણીયારો નિવાસસ્થાન માધાપર ખાતે.

નાની ખેડોઇ (તા. અંજાર) : પરમાર લક્ષ્મીબેન જીવાભાઇ (ઉ.વ. 90) તે છગનભાઇ, શામજીભાઇના બહેન, રતિલાલભાઇ, સ્વ. પ્રકાશભાઇ, સ્વ. વાઘજીભાઇ, સ્વ. પ્રેમજીભાઇ, પ્રવીણભાઇ, સુરેશભાઇ, પરેશભાઇ, કિશોરભાઇના ફઇ તા. 25-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-7-2026ના મંગળવારે સાંજે 4થી 5 કેશરાણી દરબાર સમાજવાડી, હનુમાનજીનાં મંદિર પાસે, નાની ખેડોઇ (તા. અંજાર) ખાતે.

બિદડા (તા. માંડવી) : નર્મદાબેન સેંઘાણી (ઉ.વ. 65) તે સ્વ. કલ્યાણજી નાનજી સેંઘાણીના પત્ની, સ્વ. ધનબાઈ નાનજી વિશ્રામ સેંઘાણીના પુત્રવધૂ, સ્વ. પાનબાઈ લખમશી વિશ્રામ રૂડાણીના પુત્રી, મુકેશભાઈ, જગદીશભાઈ, વિપુલભાઈના માતા, સરલાબેન, રંજનબેન, ટ્વિંકલબેનના સાસુ, વંશ, વૈદેહી, મનસ્વી, આર્ય, શ્રેયાંશ, હર્ષિવ, સાનવીના દાદી, સ્વ. મણિલાલભાઈ અને જયંતીભાઈના નાના ભાઈના પત્ની, જશોદાબેન અને રૂક્ષ્મણીબેનના દેરાણી, લક્ષ્મીબેન, કાંતાબેન, કંકુબેન, જાનબાઇના ભાભી, કિશોરભાઈ, નવીનભાઈ, શૈલેષભાઈ, શારદાબેન, અરુણાબેન, ચંદ્રિકાબેન, પ્રેમીલાબેન, સંગીતાબેનના કાકી તા. 26-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-7-2026ના સવારે 8.30થી 11.30, બપોરે 3.30થી 5 પાટીદાર સમાજવાડી, બિદડા ખાતે અને તા. 30-7-2026ના બપોરે 3.30થી 5 પાટીદાર સમાજવાડી, મુંદરા ખાતે.

નાની અરલ (તા. નખત્રાણા) : જુણેજા સમાના સુમાર (ઉ.વ. 55) તે જુણેજા કાસમ આમદના ભત્રીજા, સાલેમામદ, ખમીશાના ભાઈ, ગુલામ, સુલતાનના પિતા, ઈસ્માઈલ, આમદ, અલાના, ઓસમાણના સાળા, જુસબ, આરબ, ઇશાકના કાકાઇ ભાઈ તા. 27-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-7-2026ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન અજોરિયા વાસ, નાની અરલ ખાતે.

વરાડિયા (તા. અબડાસા) : કસ્તૂરબેન માધવજી રાજગોર (ઉ.વ. 90) તે સ્વ. માધવજી ગૌરીશંકર રાજગોરના પત્ની, સ્વ. મમીબાઇ ગૌરીશંકર રાજગોરના પુત્રવધૂ, સ્વ. મીઠીબાઇ પુરષોત્તમ નાકર (વીંઢ)ના પુત્રી, જયશ્રીબેન અશ્વિનભાઇ પંડયા, દીપક, રાજેશના માતા, અશ્વિનભાઇ પંડયાના સાસુ, ગૌરાંગ, મયંકના નાની, ખુશ્બૂ મયંક પંડયાના નાનીસાસુ, વિવાનના પરનાની, ખુશાલભાઇ (ગઢશીશા), તિલકભાઇ (રાયધણજર), પ્રવીણભાઇ (ભુજ), નવલબેન (મંજલ-રે.), ખમાબેન (ભુજ), ચંદનબેન (બાગ), પુષ્પાબેન (ભુજ)ના ભાભી, કમળાબેન, રીટાબેન, રમીલાબેનના જેઠાણી, સ્વ. ઇશ્વરલાલભાઇ, સ્વ. રુકમણીબેન, ગં.સ્વ. તારાબેન, સ્વ. ચંપાબેન, સ્વ. વિમળાબેન, સ્વ. રસિકભાઇના બહેન, ઝવેરબેન ઇશ્વરલાલ નાકરના નણંદ, સ્વ. શાંતાબેન, બાબુલાલ પંડયાના વેવાણ તા. 24-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી રાખેલ નથી.

નલિયા (તા. અબડાસા) : આગરિયા શબ્બીરહુસેન લિયાકતઅલી (ઉ.વ. 31) તે ફૈઝલ (એડવોકેટ), જીશાન (બાયોલોજિસ્ટ)ના ભાઈ, અબ્બાસ અલી (માંડવી)ના સાળા, અબ્દુલભાઈ સુરંગીના જમાઈ તા. 27-7-2026ના અવસાન પામ્યસા છે. વાયેઝ-જિયારત તા. 29-7-2026ના બુધવારે સવારે 10.30થી 11.30 ખત્રી મસ્જિદ, નલિયા ખાતે.

કોઠારા (તા. અબડાસા) : સૈયદ ઇબ્રાહિમછા ભાછામિયા (ઉ.વ. 74) તે કરમછા, હાજી કાદરછાના ભાઇ, મ. આમદછા, અલીછા, મામદછા (ઉપસરપંચ કોઠારા)ના કાકાઇ ભાઇ, પીર સૈયદ હાજી તકીછા ઇબ્રાહિમછા (નલિયા)ના સાળા, ભાછામિયા (મેઠાબાવા), અભુબાવાના પિતા તા. 27-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-7-2026ના બુધવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, કોઠારા ખાતે.

મુંબઇ : મૂળ મોટા ભાડિયાના સરલાબેન દાવડા તે સ્વ. શાંતિલાલ વીરજી દાવડાના પત્ની, સ્વ. લાલજીભાઇ તથા સ્વ. નાનબેન ચંદનના પુત્રી, ભાવેશભાઇ દાવડા, માધવીબેન, ભક્તિબેનના માતા, અંજના ભાવેશભાઇ દાવડા, રાજકુમાર સેજપાલ, મયૂરભાઇ સેજપાલના સાસુ, કાર્તિકના દાદી, પ્રિશા, નિધિ, રિશીના નાની, કૃતિકા કાર્તિકભાઇના દાદીસાસુ તા. 26-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-7-2026ના મંગળવારે સાંજે 5થી 7 ગોપુરમ હોલ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ) ખાતે.

નરેડી - ઔરંગાબાદ : મૂળ મોથાળાના સારસ્વત બ્રાહ્મણ ઉદયભાઇ જોષી (ચંદીચઠ) (ઉ.વ. 45) તે સ્વ. નર્મદાબેન કરશનદાસ જોષીના પૌત્ર, લહેરીભાઇ (સ્થાપક : અખિલ કચ્છ સારસ્વત બ્રા. સોશિયલ ગ્રુપ) તથા વિજયાબેનના પુત્ર, સ્વ. નિર્મલાબેન રમેશભાઇ પંડયા (મોટી વિરાણી)ના જમાઇ, પંક્તિબેનના પતિ, ધૈર્ય, ધ્વનિના પિતા, સ્વ. શાંતાબેન લક્ષ્મીશંકર જોષી (ટોડિયા)ના દોહિત્ર, સ્વ. હરેશભાઇ, રમેશભાઇ, સ્વ. ચમનભાઇ, વિનોદભાઇ, સુરેશભાઇ, દિનેશભાઇ, સ્વ. રક્ષાબેન તથા રાજુભાઇના ભત્રીજા, ભાવેશ તથા મનીષના ભાઇ, શીતલબેન, જ્યોતિબેનના દિયર, અ.સૌ. અંજલિ વિરલ જોષી (મોથાળા), આયુષ, ઉજ્જૈની, ખુશાલના કાકા, કિશોર, કિરણ, રાહુલ, નીલેશ, પીયૂષ, હિમાંશુ, ભાવિક, પૂજા, તેજસ, ધવલ, પ્રિયાબેન, ભાર્ગવ, કૌશિક, અ.સૌ. દીપાલી આશિષ જોષી (ભુજ), અ.સૌ. વૈશાલી ઉપેન જોષી (ભુજ), અ.સૌ. ભાડુરી તુષાર (સુરત), અ.સૌ. અમિતા નયન જોષી (અંજાર)ના કાકાઈ ભાઇ, ગૌરીશંકર, પ્રવીણભાઇ, શૈલેષભાઇ, મહેશભાઇ, ભરતભાઇ, નર્મદાબેન દિલીપભાઇ (માધાપર), મીનાબેન ધીરેનભાઇ (મુંબઇ)ના ભાણેજ, માયાબેન કિરીટ જોષી, હિનાબેન હરેશ જોષીના બનેવી તા. 27-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-7-2026ના બુધવારે સાંજે 4થી 6 પાટીદાર ભવન, જાલના રોડ, સંભાજીનગર (ઔરંગાબાદ) ખાતે.

Panchang

dd