• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

સામખિયાળીમાં 46 કલાકમાં નોન ઇન્ટરલાકિંગ કાર્ય પૂર્ણ

ગાંધીધામ, તા. 2 : સામખિયાળી જંક્શન  ખાતે 46 કલાકના નોન ઇન્ટરલાકિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. સામખિયાળી-ભચાઉ રેલ ખંડના ચોહરીકરણ તથા આધુનિક સિગ્નલ સિસ્ટમના અમલીકરણથી મહત્ત્વપૂર્ણ માલ પરિવહન કોરિડોરની ક્ષમતામાં વધારો થશે. ઉપરાંત ટ્રેનોનું સંચાલન વધુ સુરક્ષિતઝડપી અને કાર્યક્ષમ બનશે  તેમજ ભવિષ્યના વધતા ટ્રાફિકને સુચારું રીતે સંચાલિત કરી શકાશે. અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદપ્રકાશે જણાવ્યું હતું કે, સામખિયાળી, વોંધ, ભચાઉ વચ્ચેના બે બ્લોક સેક્શનમાં ચાર લાઈન તથા ઓટોમેટિક સિગ્નલ પ્રકલ્પ માટે નોન ઇન્ટરલાકિંગ કાર્ય કરવામાં આવ્યું હતું. પડકારજનક અને અત્યંત મહત્ત્વપૂર્ણ કાર્યમાં અમદાવાદ મંડળ તથા ડીએફસી ટીમો દ્વારા ઉત્તમ સંચાલન તેમજ સચોટ આયોજન અને અથાગ પ્રયત્નોથી નિર્ધારિત સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.  બ્લોક દરમિયાન 162 ટ્રેનનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બ્લોક પહેલા એક જ દિવસમાં રેકર્ડબ્રેક 30 માલગાડીનું સંચાલન કરીને અવિરત માલપરીવહન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. નવી લાઈનનું સંચાલન રેલવે સુરક્ષા આયુક્તના નિરીક્ષણ બાદ જ શરૂ કરવામાં આવશે તેમજ વોંધ અને સામખિયાળી સ્ટેશનો વચ્ચેની ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમ વોંધ સ્ટેશનનું નોન ઇન્ટરલાકિંગ કાર્ય પૂર્ણ થયા બાદ જ કાર્યરત કરવામાં આવશે તેમ રેલવે પ્રશાસનને જણાવ્યું હતું. જટિલ કાર્યને નિર્ધારિત સમય મર્યાદામાં સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ  પ્રબંધકે અધિકારીઓ અને કર્મચારીઓને બિરદાવીને અભિનંદન પાઠવ્યાં હતાં. - પરીક્ષણ કરવામાં આવેલા સિગ્નલ ગિયર્સ : નોન ઇન્ટરલાકિંગ કાર્યની શરૂઆત 31 જુલાઈના સવારે 11 વાગ્યે કરવામાં આવી હતી.  રિ-કનેક્શન બીજી ઓગસ્ટ 3 વાગ્યે પ્રાપ્ત થયું. કુલ કાર્યની અવધી 45 કલાક અને 15 મિનિટ રહી હતી. આ દરમિયાન 167 રૂટ્સ તથા 82 સિગ્નલ અને ટ્રેક તેમજ 21 ક્રોસ ઓવર અને ત્રણ લેવલ ક્રોસિંગ ગેટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. - વર્તમાન ફિટનેસની સ્થિતિ : પરીક્ષણ દરમિયાન પોઇન્ટ નંબર 142 (રિવર્સ પોઝિશન) સિવાય તમામ ગિયર્સને સુરક્ષિત અને સંચાલન માટે ફીટ જાહેર કરવામાં આવ્યા છે. લાઈન નંબર 04, 06, અને 07  હાલમાં ઈલેક્ટ્રિક ટ્રેનનાં સંચાલન માટે અનફિટ છે. નવનિર્મિત રેલલાઇનનું નિયમિત સંચાલન રેલવે સુરક્ષા આયુક્તના નિરીક્ષણ અને મંજૂરી બાદ શરૂ કરવામાં આવશે. 

Panchang

dd