• શનિવાર, 05 એપ્રિલ, 2025

અવસાન નોંધ

ભુજ : કનોજિયા બ્રહ્મભટ્ટ બ્રાહ્મણ ગીતાબેન ઔંધિયા (ઉ.વ. 51) તે પ્રદીપ પરસોત્તમ ભટ્ટ (પીજીવીસીએલ-દેશલપર)ના પત્ની, સ્વ. મંજુલાબેનના પુત્રવધૂ, સ્વ. મુક્તાબેન નટવરલાલ લખલાણી (મુંબઈ)ના પુત્રી, રિદ્ધિ, ભવ્યના માતા, દક્ષાબેન શશિકાંત, સરોજબેન ઘનશ્યામભાઈ, રાજુભાઈ, દીપકભાઇ, નીતિનભાઈ, સ્વ. તરુલતાબેન, નીતાબેન, કવિતાબેનના ભાભી, ઉષાબેન વિશાલભાઈ ભટ્ટના બહેન, શિવમ, રુદ્રના નાની, તન્વી, રૂદ્રના મોટીબા તા. 1-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.  3-4-2025ના ગુરુવારે  5થી 6 મહાલક્ષ્મી ધામ મંદિર, તાલુકા પંચાયત કચેરીની સામે, જાદવજીનગર, ભુજ ખાતે.

ભુજ : મ.ક.સ.સુ. દરજી જ્ઞાતિ હરેશ મૂળજીભાઈ સોલંકી (ઉ.વ. 49) તે સ્વ. વસંતબેન તથા સ્વ. મૂળજીભાઈ લખમશીભાઈ સોલંકીના પુત્ર, સ્વ. રાજેન્દ્રના મોટા ભાઈ, મીતાબેન (માંડવી), નિરૂપાબેન (ભુજ)ના નાના ભાઈ, નીતાબેન અમૃતલાલ સોલંકીના ભત્રીજા, માધુરીબેન, યશ, ચિરાગના કાકાઈ ભાઈ, ભાસ્કરભાઈ આઈ. ચાવડા (માંડવી), કૈલાશ પરસોત્તમ પીઠડિયા (સોનેક્ષ ટેઈલર-ભુજ)ના સાળા, હર્ષિત, હિમાની અને અંકિતાના મામા, સ્વ. નરશીભાઈ લાલજી પરમાર (માધાપર)ના દોહિત્ર, સ્વ. પ્રાગજીભાઈ, સ્વ. શાંતિલાલ, સ્વ. રંભાબેન, ડાઈબેન, રૂક્ષ્મણિબેનના ભાણેજ તા. 2-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-4-2025ના ગુરુવારે સાંજે 4થી 5 માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ ખાતે.

ભુજ : બાયડ જેનાબેન આમદ (ઉ.વ. 78) તે મ. અબ્દુલ્લાહ આમદ બાયડ, મ. જુસબ આમદ બાયડ, મ. ડો. સિદ્દીક ઇસ્માઇલ બાયડ (ભુજ), મ. અમીનાબેન આદમ બાયડ (અંજાર)ના બહેન, બાયડ અબ્દુલ (નિ. મામલતદાર-અંજાર)ના માસી, બાયડ ઈન્તખાબ, મ. પરવેઝ (રાજા), મોઇનના ફઇ તા. 2-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-4-2025ના શુક્રવારે 10થી 11 મેમણ જમાતખાના, ભુજ ખાતે.

ભુજ : મૂળ જૂના કટારિયાના રમીલાબેન નેમચંદભાઇ મહેતા (ઉ.વ. 81) તે સ્વ. નેમચંદભાઈ કપૂરચંદ ઝવેરચંદ મહેતા (એડવોકેટ)ના પત્ની, નિયતિ વિપુલ મેહતા, ચેતના અતુલ મેહતા, સ્મિતા સંજય શાહ, સ્વાતિ કેતન શાહના માતા, વેલજીભાઇ (નિવૃત્ત આકાશવાણી), રસિકભાઇ (માજી કાઉન્સિલર), સ્વ. જયંતીભાઇના ભાભી, જેવતલાલ કરશનજી સંઘવી (માંડવી)ના પુત્રી તા. 2-4-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 3-4-2025ના ગુરુવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન 12/બી, હિંમતનગર કોલોનીથી જૈન સ્મશાન જશે.

ભુજ : થેબા ઈબ્રાહિમ આમદ (ઉ.વ. 63) (રિટાયર્ડ પી.જી.વી.સી.એલ.) તે મ. મામદ સિધીક, મ. શરીફના ભાઈ, ઉમર, રઝાક, આમદ, ઈસ્માઈલ, અલીમામદ અને જાકીર હુસેનના પિતા તા. 31-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-4-2025ના શુક્રવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન ભક્તિ નગર, લખુરાઈ પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ માંડવીના તેજીબેન (ઉ.વ. 75) તે લખમણભાઇના પત્ની, રમેશભાઇના માતા, વિનોદભાઇ, છગનભાઇ, સુરેશભાઇ, વિજયભાઇના પુત્રવધૂ, મંગુબેન, લીલાબેન, અમરતબેન, રાજુબેન, અમતબેન, વિજયભાઇના દાદી, સાગર, શંકર, સંતોષ, જિજ્ઞેશના બહેન તા. 30-3-2025ના અવસાન પામ્યા છે. બારમાની અને ધોકરીની વિધિ તા. 11-4-2025ના સવારે 11 વાગ્યે માંડવી ખાતે.

ગાંધીધામ : મૂળ તેરાના કસ્તૂરીબાઇ ધનપતિ નાગડા (ઉ.વ. 84) તે ધનપતિભાઇ ભદ્ધિચંદ ભવાનજી નાગડાના પત્ની, સામજીભાઇ આણંદજી દંડ (હાલે નંદગામ)ના પુત્રી, શૈલેષ તથા કુમુદબેનના માતા, જ્યોતિ અને હેમંતભાઇ પદમશી લોડાયા (નલિયા-વડોદરા)ના સાસુ, સ્વ. કુસુમબેન ખોના (કેનેડા), મૃદુલાબેન નાગડાના ભાભી, પાર્થ અને ધ્રુતિના દાદી, મેઘા અને ધ્રુવના નાની, પાર્થિકભાઇ પ્રકાશભાઇ ભેદા (પ્રાગપર-મુંબઇ) અને કિંજલના દાદીસાસુ તા. 1-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-4-2025ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 જૈન નૂતનવાડી, પોલીસ સ્ટેશન ચાર રસ્તા, ગાંધીધામ ખાતે.

આદિપુર : મૂળ માંડવીના પુષ્કર્ણા બ્રાહ્મણ કુ. પ્રાચી નીતેશ જોશી (બોદા) (ઉ.વ. 26) તે ગં.સ્વ. મંજુલાબેન માધવજી બોદાના પૌત્રી, દક્ષા નીતેશ બોદાના પુત્રી, ગં.સ્વ. દમયંતીબેન દયાશરણ જોશી (મુંબઇ)ના દોહિત્રી, નીતા ભૂપેન્દ્ર, કામિની નીલેશ, નીતા હિરેન, વીણા જિતેન્દ્ર પણિયાના ભત્રીજી, હિતેન, જતિન અને સ્વ. ફાલ્ગુનીના ભાણેજી, પુષ્કર, આશિષ, ચિંતન, પૃથ્વી, ધ્રુવ, સિદ્ધાર્થ, ધવલ, પાર્થ, યશ, જિગીક્ષા હાર્દિક કપ્ટા, તૃષિતા સાગર બોડા, ધ્વનિ અક્ષય હર્ષના બહેન, ખુશ્બૂ, દીપાલી, ફેનીના નણંદ, ઋષિક, પ્રિયાંશ, ચિત્રાના ફઇ, વંશ, વિવાનના માસી તા. 31-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-4-2025ના ગુરુવારે સાંજે 4થી 5 પુષ્કર્ણા બ્રાહ્મણ મહાસ્થાન, પ્લોટ નં. 239, વોર્ડ ટુ-બી, આદિપુર ખાતે.

નખત્રાણા : બાબુલાલ ખીમજીભાઇ દવે (ઉ.વ. 42) તે સ્વ. જમનાબેનના પુત્ર, હંસાબેનના પતિ, જાનવી, હષિતા, ચિરાગ, જાગૃતિના પિતા, ગોમતીબેન ગોવિંદભાઇ દવેના પૌત્ર, લક્ષ્મીબેન દિનેશભાઇ પુરાણિયા (માનકૂવા), જિતેન્દ્ર ખીમજીભાઇ દવે, મણિબેન અરવિંદભાઇ કઠિયા (વાલ્કા)ના મોટા ભાઇ, શાન્તાબેન બાબુલાલ ગેડિયાના ભત્રીજા, સ્વ. માલશીભાઇ કરશનભાઇ ધોરિયા (સુમરાસર-શેખ)ના જમાઇ, સ્વ. ફકીરાભાઇ બુધાભાઇ શેખાના દોહિત્ર, ઠક્કરનગર-અમદાવાદના સ્વ. નારણભાઇ ફકીરાભાઇ શેખા, ગોવર્ધન ફકીરાભાઇના ભાણેજ, અંકિત, સ્નેહાના મોટાબાપા તા. 2-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 4-4-2025ના અને ઘડાઢોળ (પાણી) તા. 5-4-2025ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન, નવાનગર, રામદેવપીર મંદિરની બાજુમાં, નખત્રાણા ખાતે.

નખત્રાણા : મૂળ ગોયલાના ગિરીશભાઇ કેશવજી રાચ્છ (ઉ.વ. 55) તે કાંતિલાલ કેશવજી રાચ્છના નાના ભાઇ, નીતાબેનના પતિ, રવિ, સમીર (અપ્પી), સ્વ.હરેશ (ચીચુ)ના કાકા તા. 2-4-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 3-4-2025ના સવારે 9 વાગ્યે કાંતિલાલના નિવાસસ્થાનેથી મણિનગર, નખત્રાણાથી નીકળશે. 

મિરજાપર (તા. ભુજ) : હરસુખભાઈ કરસનભાઈ સુથાર (ઉ.વ. 59) તે સ્વ. ભાવનાબેનના પતિ સ્વ. મોહનભાઈ, જયંતીભાઈ, અનસૂયાબેનના ભાઈ, ખીમજીભાઈ જેઠા સુથારના જમાઈ તા. 1-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 3-4-2025ના બપોરે 3થી 6 અંબેમાના મંદિર, મિરજાપર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

માધાપર (તા. ભુજ) : દેવલબાઇ (ઉ.વ. 74) તે સ્વ. મૂરજી લધા આયડીના પત્ની, ધનબાઇ ભોજરાજ દેવરિયા (આદિપુર), બાયાબાઇ રામજી ધેડા (મહેશ્વરીનગર), સોનબાઇ શંકર દેવરિયા (આદિપુર), મેગબાઇ નારાણ રોશિયા (મહેશ્વરીનગર), અરજણ, સુમારના માતા, સુમલબેન ધનજી ચંદે (આદિપુર), ગાંગબાઇ 

મગા ધેડા (નાગલપુર-અંજાર), નારાણ કેશા, દેવજી કેશા

મગન કેશા, વેલજી દેવજી, ખમુ દેવજીના મોટીમા, સ્વ. ધનજી પાલા, સ્વ. નાગશી હરજીના માસી, કાન્તા, ભારતી, અનિલ

દમયંતી, જયેશ, નીતિન, પૂનમના દાદી, રામજી વેલજી ધેડા (મહેશ્વરીનગર), ભોજરાજ ધનજી દેવરિયા (આદિપુર), શંકર ધનજી દેવરિયા (આદિપુર), નારાણ કરમશીં રોશિયા (મહેશ્વરીનગર)ના સાસુ, લધા મગા થારુ, કરશન મગા થારુ, વેલજી મગા થારુ 

(ભુજપુર-મુંદરા), નાલાબાઇ ખીમજી વિસરિયા (સિનુગ્રા-અંજાર), લખીબાઇ કરમશીં માતંગ (ટોડા-મુંદરા)ના બહેન તા. 2-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 3-4-2025ના આગરી અને તા. 4-4-2025ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન રામમંદિર પાસે, જૂનાવાસ, માધાપર ખાતે.

લુડવા (તા. માંડવી) : મોઘીબેન લધારામ મેઘજી પોકાર (ઉ.વ. 95) તે લધારામ પોકારના પત્ની, પ્રેમજી દેવજી વાસાણી (નાની વિરાણી)ના પુત્રી, સ્વ. શિવગણભાઈ, સ્વ. શિવદાસભાઈ, સ્વ. લક્ષ્મીબેનના ભાભી, ગં.સ્વ. મરઘાબેન, સ્વ. દેવકાબેનના જેઠાણી, મણિલાલભાઈ, કાંતિભાઇ, મોહનભાઈ (માસા ખાણવાળા), અમૃતભાઈના માતા, શાંતાબેન, લીલાબેન, શાંતાબેન, રસીલાબેનના સાસુ, નીતેશભાઈ, વર્ષાબેન, શૈલેશભાઇ, ભાવેશભાઈ, અલ્પાબેન, યોગેશભાઈ, હિરેનભાઈ, દીપ્તિબેન, હાર્દિકભાઈના દાદી, જીલ, મીત, શ્રેયસ, વ્યોમ, જેવીન, પાર્થ, જૈની, મિસ્ટીના પડદાદી, ભાવિકાબેન, પલ્લવીબેન, ચેતનાબેન, અનસૂયાબેન, ભાવિકાબેન, સુમિતાબેનના દાદીસાસુ તા. 2-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-4-2025ના શુક્રવારે સવારે 8.30થી 11.30 ઉમિયા માતાજી મંદિરે.

બાયઠ (તા. માંડવી) : માંજોઠી સિધિક સતાર (ઉ.વ. 24) તે સતાર મામદના પુત્ર, જુસબ મામદ, ગફુર મામદ, ગની મામદ, રમજુ હસણ, ઇસ્માઇલ ઓસમાણ, સાલેમામદ ઇબ્રાહિમ, રફીક હુશેનના ભત્રીજા, માંજોઠી મ. કાધર ઓસમાણ (ભુજ)ના જમાઇ, માંજોઠી જુસબ સુમાર, ધાવુધ સુમાર, અબ્દુલ સુમાર (વડાલા)ના ભાણેજ, જાવેદ, જુનેદ, આરીફ, અખ્તર, અકીલ, મુનાફના ભાઇ તા. 1-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-4-2025ના શુક્રવારે સવારે 10થી 11 આથમણી મસ્જિદ, બાયઠ ખાતે.

બાયઠ (તા. માંડવી) : જુણેજા ઉમર આમદ (ઉ.વ. 55) તે નિહાલના પિતા, મ. જુણેજા અધ્રેમાન, હારૂન (ભુજ), અબ્દુલ્લા, જુણેજા રજાકના ભાઇ તા. 2-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-4-2025ના શનિવારે સવારે 10.30થી 11.30 બાયઠ મુસ્લિમ જમાતખાના ખાતે. 

મોટા કાંડાગરા (તા. મુંદરા) : સોઢા ધીરુભા ગગુજી (ઉ.વ. 70) તે મંછાબાના પતિ, શિવુભા, ગજુભા, પ્રભાતસિંહ, મીનાબાના પિતા, અનિરુદ્ધસિંહ, હરપાલસિંહ, યુવરાજસિંહ, જાનવીબા, વૈષ્ણવીબા, સ્નેહાબાના દાદા તા. 31-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 4-4-2025ના રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે.

ડેપા (તા. મુંદરા) : મૂળ મોટા ભાડિયાના બાપુભા કાંયાજી જાડેજા (ઉ.વ. 90) તે જયાબા, લખુભા, બહાદૂરસિંહના પિતા, ધનરાજસિંહ, યુવરાજસિંહ, જયદીપસિંહના દાદા, વૃજરાજજીના ભાઇ, જાલુભા, મનુભા, ગાભુભાના કાકા, હિંમતસિંહ હરભમજી સોઢા (દનણા)ના સસરા, સ્વ. ઉમરસંગ નારાણજી ઝાલા (ડેપા)ના જમાઇ તા. 2-4-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 10-4-2025ના નિવાસસ્થાન ડેપા ખાતે.

નલિયા (તા. અબડાસા) : હાલે રોહા સુમરી રાજગોર લક્ષ્મીબેન (કાંતાબેન) હરિશંકર નાકર (ઉ.વ. 76) તે સ્વ. દેવકાબેન હરજીવન હીરજી નાકર (લાલા)ના પુત્રવધૂ, સ્વ. જિતેન્દ્ર, સ્વ. ખુશાલ, સ્વ. મનોજના માતા, સ્વ. નવીન, વિનોદ, ચંદુલાલ, સ્વ. લક્ષ્મીબેન ખરાશંકર પેથાણી (નખત્રાણા), જવેરબેન જયંતીલાલ કેશવાણી (વાંકી પત્રી હાલે ભુજ), ગં.સ્વ. નવલબેન નારાણજી જોશી (નલિયા)ના ભાભી, સ્વ. શાંતાબેન, મણિબેન, વનિતાબેનના જેઠાણી, સ્વ. પ્રભાબેન વેલજી મોતા (ખીમાણી) (મસ્કા-કાંદિવલી)ના પુત્રી, સ્વ. ભરત, સ્વ. મહેશ, સ્વ. મૂળશંકર, રંજનબેન પ્રાણજીવન માકાણી, અનસૂયાબેન દયારામ આશારિયાના બહેન, ગં.સ્વ. જયશ્રીબેનના નણંદ, મંગલ, ચંદ્રિકા, મનીષાના ફઇ તા. 2-4-2024ના ભુજ ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષે સાદડી રાખેલી નથી. ચંદુલાલ-97274 25113, મંગલ-83568 52921.

પાનધ્રો (તા. લખપત) : સૈયદ હવાબીબી (ઉર્ફે વડા મા) સતારશા (ઉ.વ. 70) તે યાસીનશા અને યુસુફશાના માતા, મહેમૂદશા અને આમદશા (ભુજ)ના સાસુ, ઇરફાનશા, સાહિદહુસેનશા, હસનશા, હુસૈનશાના દાદી તા. 2-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-4-2025ના શુક્રવારે સવારે 10 કલાકે જામા મસ્જિદ, પાનધ્રો ખાતે.

મુંબઇ : મૂળ અંજારના વિજયાબેન કિરીટ સોમૈયા (સદલાણી) (ઉ.વ. 81) તે સ્વ. ભાગીરથી (બચુબાઇ) લીલાધર પુરુષોત્તમ ગણાત્રાના પુત્રી, કિરીટભાઇના પત્ની, અનિલભાઇ, સ્વ. અમૃતભાઇ, સ્વ. જયંતીભાઇ, સ્વ. કમલાબેન, સ્વ. રુક્ષ્મણિબેન, ભદ્રાબેન (હર્ષા)ના ભાભી, સ્વ. જગજીવનદાસ ત્રિકમજી સોમૈયાના પુત્રવધૂ, સ્વ. ઉમેશ, સ્વ. ચિત્રા, અતુલના માતા, નીતાબેન, હિમંત અજિત અને નયનાબેનના સાસુ, શ્રુતિ, અક્ષયના દાદી, આર્યનના નાની, સ્વ. મધુકાંતા, સ્વ. માલતી, સ્વ. સુરેશ, સ્વ. હંસા, સ્વ. હેમા, સ્વ. હરીશ (પપીયો)ના બહેન, દિલીપ, કાશ્મીરા, હિરેનના કાકીજી, હેમલ, પંકજના ફઇ તા. 1-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-4-2025ના ગુરુવારે સાંજે 5.30થી 7 કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, પહેલા માળે, આર.આર.ટી. રોડ, મુલુંડ (વેસ્ટ) ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd