મુંદરા, તા. 3 : મુંદરા ખાલી કન્ટેનર યાર્ડ
અને સંલગ્ન સેવાઓ એસોસીએશન (એમઈસીવાયએએસએ) દ્વારા તાજેતરમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય
સભા (એજીએમ)માં ઉદ્યોગ વિકાસ, પ્રવર્તમાન
પડકારો અને ભવિષ્ય માટેની વ્યૂહરચનાને લઈને ચર્ચાઓ થઈ હતી, જેમાં
કન્ટેનર લોજિસ્ટિક્સ અને શાપિંગ ઉદ્યોગના મહત્ત્વના હિતધારકો એકત્ર થયા હતા. આ પ્રસંગે
એસો.એ ઉદ્યોગ ધોરણોને સુધારવા અને ક્ષેત્રના સમગ્ર વિકાસ માટે સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધતા
વ્યક્ત કરી હતી. એજીએમ દરમિયાન કન્ટેનર શાપિંગ લાઇન એસોસીએશન મુંદરા-ગાંધીધામ)ના પ્રમુખ
સત્યન પટ્ટીયપુલ્લીએ કહ્યું કે, ખાલી યાર્ડ શાપિંગ ઉદ્યોગની કરોડરજ્જુ
છે. તેમણે વૈશ્વિક સ્તરે ખાલી યાર્ડ ઓપરેશન્સ માટે શ્રેષ્ઠ ધોરણો પ્રાપ્ત કરવાની પ્રક્રિયા
અને કાર્યક્ષમતા સુધારવા માટે શ્રેષ્ઠ પ્રથાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. મુંદરા સીએફએસ એસોસીએશનના પ્રતિનિધિ સંદીપ ત્રેહાને
પોર્ટ વિસ્તાર અને ખાલી યાર્ડમાં સલામતીના મહત્ત્વ વિશે વાત કરતાં વિશ્વ-દરજ્જાની સલામતી
નીતિઓના અમલ દ્વારા કેવી રીતે વધુ સલામત અને કાર્યક્ષમ કામકાજનું માળખું ઊભું કરી શકાય,
તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. એમઈસીવાયએએસએએ સામાજિક જવાબદારી પ્રત્યેની
પોતાની પ્રતિબદ્ધતા રજૂ કરી સીએસઆર પહેલ હેઠળ નાના કપાયા અને ધ્રબ (મુંદરા) સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને
પાણીની બોટલો વિતરણ કરાયાનો ઉલ્લેખ કરાયો હતો.
સભામાં હરશ્યામાસિંહ પરમાર, ભાવેન ઠક્કર, વાલજી લાખાણી, કિશોરાસિંહ પરમાર, હાર્દિક ઠક્કર, ડોસાભાઈ ગઢવી, હરિભાઈ
લાખાણી, પ્રેમ કરકરે, રણજિત પુનાપુલ્લી,
ભારુભાઈ ગઢવી, રિશિ વશિષ્ઠ સહિત એસોસીએશનના તમામ
સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.