ભુજ, તા. 2 : ભુજના પ્રતિભાશાળી ટેનિસ ખેલાડી
તીર્થ દોશીએ ખેલ મહાકુંભ ગુજરાતનો પ્રતિષ્ઠિત મેન્સ સિંગલ્સનો ખિતાબ સતત બીજા વર્ષે
જીત્યો છે. તીર્થે ફાઇનલ સુધીની દરેક મેચોમાં 6-0ના એક તરફી સ્કોરથી જીત મેળવી હતી અને અંતિમ મુકાબલમાં 6-3ની મજબૂત જીત સાથે ટાઇટલ જીત્યું
હતું. ભુજની માસ્ટર્સ ટેનિસ એકેડેમીમાં કોચિંગ મેળવતા તીર્થના સારા દેખાવમાં માતા-પિતાના
સતત સમર્થન અને કોચિંગ ટીમનાં માર્ગદર્શનનું પણ યોગદાન છે. એકેડેમીના યોગેશ જોશીના
નિર્દેશ અને કોચ એલેક્સ ગોમ્સના પ્રશિક્ષણથી તીર્થની રમત નિખરી હતી.