ભચાઉ, તા. 3 : તાલુકાના કકરવામાં 1.88 કરોડના વિવિધ વિકાસના કામોનો
ખાતમુર્હુત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
હતો. રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ના હસ્તે 85 લાખના ખર્ચે બનેલ જુના કકરવા પ્રાથમિક શાળાની ઈમારતનું લોકાર્પણ તથા ચાંગડેમ
ના 53.76 લાખ અને કકરવા નાની સિંચાઈ ડેમ 49.89 લાખના વિકાસ કામનુ ખાતુમુર્હુત કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે અતિથિપદે ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ રાણુભા
જાડેજા,તાલુકા ભાજપ પ્રમુખ વાધજીભાઈ છાંગા,જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન
રૂપેશભાઈ આહીર,ભચાઉ ખેતી વિકાસ બેંકના ચેરમેન હમીરાભાઈ
આહીર,જિ.પં ના પૂર્વ ચેરમેન નામોરીભાઈ આહીર,રાપર તા.પં પૂર્વ પ્રમુખ હમીરજી સોઢા,ભચાઉ તા.પં પૂર્વ
પ્રમુખ ભરતસિંહ જાડેજા,માય ગામના સરપંચ રામદેવસિંહ જાડેજા,મહાદેવભાઈ આહીર, ભરતભાઈ મઢવી,રાજેશભાઈ
આહીર,નૂમ મહંમદભાઈ જમીન માટે દાતા પરિવારના રમણીકલાલ નંદુ,શાંતિલાલ નંદુ, બંધડીના પૂર્વ સરપંચ પરબત ચાવડા, કકરવાના પૂર્વ
સરપંચ બળવંતસિંહ જાડેજા,ઉમેદલાલ મહારાજ સહિતના ઉપસ્થિત રહયા હતા.
ચોબારી આહીર સમાજના અગ્રણી અને જિ.પં ના પૂર્વ
ચેરમેન નામોરીભાઈ આહીર અને રાપર તા.પં ના પૂર્વ પ્રમુખ હમીરજી સોઢાએ જણાવ્યુ હતુ કે રાપરના
ધારાસભ્યના પ્રયાસો થકી અંતરીયાળ માર્ગો,શાળાના બાંધકામ,પીવાના પાણી,સિંચાઈના કામો સહિતના દિશામાં વિકાસના કામો
થયા છે. પોણા બે વર્ષમાં કકરવા ગામને 15 કરોડની ગ્રાન્ટ મળી છે. રાપર વિધાનસભા વિસ્તારમાં માતબર રકમના
કામો થઈ રહ્યા છે. વધુમાં ધારાસભ્યના પ્રયાસ થકી દાયકાઓ જૂની સમસ્યાઓ ઉકેલાઈ છે. હાલમાં
430 કરોડના ગ્રાન્ટના કામો થઈ રહ્યા
છે. તેમજ 6 કરોડ રૂપિયાના ખર્ચે નંદાસરમાં ક્રિકેટ
ગ્રાઉન્ડ બની રહ્યું છે. શાસ્ત્રીજી ઉમેદ
મારાજે આશિર્વચન આપ્યા હતા. તાલુકા ભાજપ પ્રમુખ વાઘમશી છાંગાએ ધારાસભ્યની સક્રિયતાની
બિરદાવી હતી.અને પક્ષના કાર્યકરોને ગ્રામ્ય સ્તરે જે સમસ્યાઓ છે.તેને દૂર કરવા માટે
સહયોગી બનીને કામો કરતા રહેવા માટે કહ્યું હતું. આયોજનમાં પ્રાથમિક શાળાના આચાર્ય મુકેશભાઈ પટેલે સહયોગ આપ્યો
હતો.