• શનિવાર, 05 એપ્રિલ, 2025

દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાએ ટેકફ્લુઅન્સ એવોર્ડમાં ગાંધીધામની ટીમ તૃતીય વિજેતા

ગાંધીધામ, તા. 3 : ટેકરેડીઅન્સ દ્વારા દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (આઇ.આઇ.ટી.) ખાતે 10થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે કોડિંગ, રોબોટિક્સ અને એ.આઇ. સ્કિલ્સની નવમી રાષ્ટ્રીય કક્ષાની `નેશનલ ચેમ્પિયનશિપ-2025'ની બેદિવસીય સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું, જેમાં ટેકફ્લુઅન્સ એવોર્ડ ચેમ્પિયનશિપમાં ગાંધીધામના છાત્રોની ટીમે રાષ્ટ્રીય કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી અહીંનું ગૌરવ વધાર્યું છે, જે ટીમનું નેતૃત્વ જીત મૌલિક જોશીએ કર્યું હતું, જેમાં તેમની સાથે અંશ ચૌહાણ અને ઋષિરાજસિંહ ઝાલા જોડાયા હતા. ગ્રુપ લીડર તરીકે દીપક ચેલાણી જોડાયા હતા. વિવિધ સ્પર્ધાઓ માટે પ્રથમ દિવસે દેશભરમાંથી 80 ટીમે ભાગ લીધો હતો, જેમાં કચ્છની બે ટીમે ભાગ લીધો હતો. અહીંની અન્ય ટીમનું નેતૃત્વ મયંક શાંતિનાથ ઠાકુરે કર્યું હતું. તેમની સાથે હર્ષ લાલવાણી, વૈદિક સોરઠિયા જોડાયા હતા. 80માંથી ફાઇનલ માટે પસંદ કરાયેલ 34 ટીમમાં અહીંની જીત જોશીની ટીમ પાંચમા ક્રમે પસંદ થઇ હતી, જે ગુજરાતની એકમાત્ર ટીમ હતી. આ બંને ટીમના વિદ્યાર્થીઓ અહીંની અમરચંદ સિંઘવી શાળાના છાત્રો છે. આ ટીમની સિદ્ધિ બદલ શાળાના આચાર્ય મૃદુલ વર્મા અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd