ગાંધીધામ, તા. 3 : આદિપુરમાં 12વાળી વિસ્તારમાં જાહેરમાં લોકો પાસેથી આંકડો
લેનારા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. આદિપુરમાં મદનસિંહ સર્કલ નજીક સોનલ ચાની હોટેલ
પાસે ઊભા રહી ગુરમુખદાસ વીરૂમલદાસ સતવાણી નામનો શખ્સ લોકો પાસેથી આંકડો લઇ રહ્યો હતો.
જલારામ મંદિર પાસે 12વાળી વિસ્તારમાંથી
પોલીસે આ શખ્સને પકડી પાડયો હતો. તેની પાસેથી ગ્રાહકોએ આપેલા રોકડ રૂા. 3440 તથા આંકડાનું સાહિત્ય જપ્ત
કરવામાં આવ્યું હતું. આ શખ્સ ઉપર કોને લખાવતો હતો તે બહાર આવ્યું નથી જેની આગળની તપાસ
પોલીસે હાથ ધરી છે.