ગાંધીધામ, તા. 3 : રાપર તાલુકાનાં માંજુવાસથી
મોમાયમોરા જતા માર્ગ પાસે બાવળની ઝાડીમાંથી પોલીસે રૂા. 32,090ના અંગ્રેજી દારૂ સાથે શખ્સને
પકડી પાડયો હતો. રાપરના ખારસરમાં રહેનારા દીપક મોહન મકવાણા (કોળી) નામના શખ્સને પોલીસે
ગઇકાલે સાંજે પકડી પાડયો હતો. આ શખ્સે દારૂ મંગાવી માંજુવાસથી મોમાયમોરા જતા માર્ગ
પાસે બાવળની ઝાડીમાં ઉતાર્યો હતો અને ત્યાં પોતે ચોકી કરતો હતો, ત્યારે પૂર્વ બાતમીના આધારે અહીં આવેલી પોલીસે
આ શખ્સને દબોચી લીધો હતો તેમજ અહીંથી સુપરસ્ટ્રોંગ બિયરનાં 210 ટીન તથા દરબાર ડીલક્ષ વ્હીસ્કી
180 મિ.લી.ના 180 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 32,090નો દારૂ જપ્ત કરવામાં આવ્યો
હતો. તેને આ દારૂ તાલિયાણા-કાંકરેજનો ભુરાજી કેસાજી નામનો શખ્સ આપી ગયો હતો. દારૂ આપનારા
શખ્સને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.