ભુજ : કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક કમળાબેન શાહ (ઉ.વ. 89) તે મૂળ રામપર વેકરાના હાલે
ભુજ સ્વ. ભુજંગીલાલ શિવજી શાહના પત્ની, સ્વ. જયદીપ, કમલેશ, યજ્ઞા મહેતા,
ચંદના દલાલ, નિમિષા શાહ, દીપ્તિ મહેતા (દુર્ગાપુર)ના માતા તા. 11-2-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 12-2-2025ના બુધવારે સવારે 8 વાગ્યે નિવાસસ્થાન 30, જ્યુબિલી કોલોનીથી ખારી નદી
અમરધામ મુકામે પ્રયાણ કરશે.
ભુજ : મૂળ સુખપરના હેમલતાબેન હિંમતલાલ શાહ (ઉ.વ. 84) તે સ્વ. હિંમતલાલ વિશનજી શાહના
પત્ની, સ્વ. કલ્પનાબેન, શૈલેષભાઇ,
ગિરીશભાઇના માતા, સ્વ. મગનલાલ વિશનજી શાહના ભાભી,
સ્વ. ચાંદનીબેન, શિતલબેન, વિનોદચંદ્ર દોશીના સાસુ, સમક્તિ, કેન્વી, ધાર્મીના દાદી, જલ્પાના
દાદીજી, મણિબેન ધરમશી શાહ (માનકૂવા)ના પુત્રી, નવીનચંદ્ર, સૂર્યકાંત, વ્રજલાલ,
મહેન્દ્રભાઇ, વિમલાબેન, કુસુમબેનના
બહેન અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-2-2025ના બુધવારે સાંજે 4થી 5 પ્રેમિલાબેન
પ્રેમચંદ સંઘવી વિવિધલક્ષી સંકુલ, ભુજ ખાતે.
ગાંધીધામ : શારદાબેન જગદીશચંદ્ર ઠાકર (ઉ.વ. 91) તે સ્વ. જગદીશચંદ્ર પોપટલાલ
ઠાકર (જગદીશ ફોટો હાઉસ-કંડલા)ના પત્ની, વિપુલભાઈ, પંકજભાઈ, સ્વ. ભાસ્કરભાઈ,
સુનીલભાઈ, ગીતાબેન રાવલના માતા, મધુબેન, ચંદ્રિકાબેન, શોભનાબેન,
મિનાક્ષીબેન, કુલદીપકુમાર (મીઠાપુર)ના સાસુ,
સ્વ. મનીષ, મીરલ, રવિ,
હિરેન, યશ, હેતલ,
રિદ્ધિ, મેઘના, જિજ્ઞાના
દાદી, જાન્વી, ભાર્ગવના નાની તા. 10-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 13-2-2025ના ગુરુવારે સાંજે 5થી 6 દીનદયાલ નવો હોલ, રાજહંસ સિનેમા પાસે, ગુરુકુળ, ગાંધીધામ
મધ્યે.
ગાંધીધામ : કચ્છ ગુર્જર મેઘવાળ પ્રેમજીભાઈ તે સ્વ. બિજલભાઈ ભગુભાઈ
ચાવડાના પુત્ર, આલીબેનના પતિ, જગદીશના પિતા, અક્ષિતા, નિરીક્ષા
તથા રુદ્રાંશના દાદા, અરજણભાઈ, સ્વ. જેન્તીભાઈ
તથા સંજયભાઈના ભાઈ, ડો. મેઘજીભાઈ શામળિયા, અરજણભાઈ, અરાવિંદ શામળિયાના બનેવી તા. 10-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું, પુણ્યાનુમોદન સંસ્કાર, ગુરુવાણી સત્સંગ સભા તા. 13-2-2025ના ગુરુવારે સાંજે 6 વાગ્યાથી નિવાસસ્થાને ઘર નંબર 9, ગુર્જર મેઘવાળ લતો, ગણેશ નગર, સેક્ટર-6, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : રામજીભાઇ ધેડા (મહેશ્વરી) (ઉ.વ. 72) તે સ્વ. જખુભાઇ વેલાભાઇના પુત્ર, સ્વ. મગનભાઇના નાના ભાઇ, ડાઇબેનના પતિ, સ્વ. લાખાભાઇ કમાભાઇ ભોઇયા (કુંદરોડી)ના
જમાઇ, રાજેશ, કિશોર, મંજુલાબેનના પિતા, ખેતબાઇ, અરવિંદ,
વલમજીના કાકા, દીપકભાઇ મનજીભાઇ ફુફલ (માધાપર)ના
સસરા, રમેશભાઇ કાનજીભાઇ આયડી (કંડલા)ના કાકા સસરા તા. 11-2-2025ના અવસાન પામ્યા છે. આગરી
(ઘડાઢોળ) તા. 13-2-2025 તથા પાણી તા. 14-2-2025ના મુંદરા તાલુકાના બેરાજા
ખાતે.
ગાંધીધામ : પુષ્પેન્દ્રભાઇ શર્મા (મુન્નાભાઇ) (ઉ.વ. 71) (પૂર્વ પ્રમુખ-ગાંધીધામ નગરપાલિકા)
તે દીપેશના પિતા, લોકેન્દ્ર
શર્મા (નિવૃત્ત-ગાંધીધામ મહાનગરપાલિકા), બી.પી. શર્મા (રેલવે)ના
ભાઇ તા. 11-2-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-2-2025ના સાંજે 5થી 6 સેક્ટર-ચાર, અંબાજી મંદિર હોલ, ઓસ્લો
નજીક, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : મૂળ વડાલાના મ.ક.સ.સુ. જ્ઞાતિ રતિલાલ મકવાણા (ઉ.વ.
79) તે સ્વ. જવેરબેન તથા ભાણજીભાઇ
નારણભાઇના પુત્ર, સ્વ. કસ્તુરબેનના
પતિ, કીર્તિભાઇ, દિલીપભાઇ, સ્વ. કિશોરભાઇ, ભાવનાબેન (ભુજ)ના પિતા, રસીલાબેન, કિશોરભાઇ મોહનલાલ સોલંકી (ભુજ)ના સસરા,
સ્વ. વિશનજીભાઇ, સ્વ. શાંતિલાલ (વડાલા),
સ્વ. વસંતબેન (મુંદરા), ગં.સ્વ. વિલાસબેન (મુંદરા)ના
ભાઇ, સ્વ. હર્ષદભાઇ (મુંદરા)ના સાળા, સ્વ.
સવિતાબેનના જેઠ, પુનિત, ડેનિશ, અંજલિ, મીરા, પ્રિન્સ, પરીના દાદા, મયૂર સોલંકી (અંજાર), રિચા (ગાંધીધામ)ના દાદાજી સસરા, સ્વ. રાજેશ (વડાલા),
ભારતીબેન (મસ્કા), સ્વ. ઇલાબેન જગદીશભાઇ ડાભી
(ટપ્પર)ના કાકા, ગં.સ્વ. જયશ્રીબેન રાજેશભાઇ (વડાલા)ના મોટા સસરા,
ધ્યાનના પરનાના, સ્વ. મણિબેન વેલજીભાઇ સોલંકી
(ભીમાસરિયા)ના જમાઇ, સ્વ. ઇશ્વરલાલ, પ્રવીણભાઇ,
જગદીશભાઇ (અંજાર), સ્વ. હીરાબેન (ભુજ),
સ્વ. હેમલતાબેન (માંડવી), સ્વ. મધુબેન (ભુજ)ના
બનેવી તા. 10-2-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-2-2025ના સાંજે 4થી 5 કચ્છી ભાનુશાલી સમાજવાડી, ભારતનગર, ગાંધીધામ ખાતે.
અંજાર : કામડિયા રોશનઅલી અબ્દુલ્લા કલ્યાણી (અંજાર નગરપાલિકા)
(ઉ.વ. 73) તે મ. કુલસુમબેન અબ્દુલ જાફર
(દારિયાવાળા)ના પુત્ર, રફીક,
સલીમા, જિશાન, મહંમદ અને
અમીતના પિતા, નિઝારભાઇ (ભુજ), મન્સુરભાઇ
(ભુજ), ઝુબેદાબેન (મુંબઇ), શાહસુલ્તાનબેન,
અનવરભાઇના ભાઇ તા. 10-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી (પ્રાર્થનાસભા) તા. 13-2- 2025ના ગુરુવારે સાંજે 4થી 5 જમાતખાના કમ્પાઉન્ડ, કુંભાર ચોક, અંજાર ખાતે.
અંજાર : નોડે રહેમતુલ્લાહ (ખમુ) (ઉ.વ. 55) તે અલ્લારખ્ખાના પુત્ર, મ. રમઝુ (અધાભા)ના ભાઇ, શબ્બીર હુશેન તથા અલ્તાફના પિતા, અબ્દુલ તથા નૂરમામદના
કાકા, નોડે રમજુ તથા હોથી જાવેદના સસરા, હાજી જુમ્મા ઓસમાણ, અબ્દુલ્લા હાજી જાકબ, મ. અલીમામદના બનેવી તા. 11-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-2-2025ના ગુરુવારે સવારે 10થી 11 મસ્જિદે ખીઝરા, નયા અંજાર ખાતે.
માંડવી : મ.ક.સ.સુ. જ્ઞાતિ દક્ષાબેન નીતિનભાઇ પરમાર (ઉ.વ. 55) તે સ્વ. કંચનબેન કાનજીભાઇના
પુત્રવધૂ, નીતિનભાઇના પત્ની, ધ્વનિ,
શિવમના માતા, સ્વ. ઉમેદભાઇ, રાજેન્દ્રભાઇ, શૈલેષભાઇ, જયેશભાઇના
ભાભી, હેમલતાબેન, કલ્પનાબેનના દેરાણી,
માલતીબેન, પાયલબેનના જેઠાણી, પ્રતીક, સીમા, મનીષી, વૃષાંક, કૃપાલી, વંદન, માનવના કાકી, મહાવીર શાહના સાસુ, પ્રિયંકા, ભાવિન વ્યાસ (ભાડિયા), તાપસ પરમાર (ભુજ)ના કાકીસાસુ, નાયશા, પૂર્વિ, ક્રિયા, જરનવના નાની,
સ્વ. કાંતાબેન બાબુલાલ પરમાર (ભુજ)ના પુત્રી, કિશોર
(બી.કે.), દિલીપ, યોગેશ, ભારતીબેન, રસીલાબેન, કલ્પનાબેનના
બહેન તા. 11-2-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-2-2025 બુધવારના સાંજે 4થી 5 દરજી સમાજવાડી, નાગનાથ રોડ, માંડવી ખાતે.
નખત્રાણા : સંઘાર મુકેશ કારુભાઇ (ઉ.વ. 40) તે સોનબાઇ કારુભાઇ સંઘારના
પુત્ર, રાજુબેન, દીપક,
સંજય, નરેન્દ્રના ભાઇ, સ્વ.
ખીમજીભાઇ, સ્વ. દેવજીભાઇ, કરશનભાઇ,
સ્વ. વેરશીભાઇ, સ્વ. શિવજીભાઇના ભત્રીજા,
નીલેશ, ભાવેશ, દિલીપ,
જીતુ, જિગર, પૃથ્વીરાજના
કાકાઇ ભાઇ તા. 10-2-2025ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન નવાનગર, નખત્રાણા ખાતે.
નખત્રાણા : મૂળ નાની વમોટીના જાડેજા મહેન્દ્રસિંહ ભાવસંગજી
(ઉ.વ. 64) તે ભાવસંગજી નારૂભાના પુત્ર, ધાર્મિકસિંહ, શૈલેન્દ્રસિંહના
પિતા, સ્વ. રણજિતસિંહ, નવલસંગના ભાઇ,
સ્વ. મદારસંગજીભા, મંગળસંગજીભાના ભત્રીજા,
જયપાલસિંહ, વિજયસિંહ, હરપાલસિંહના
મોટાબાપુ, ધર્મેન્દ્રસિંહ, કિશનસિંહ,
ગુણવંતસિંહ, ક્રિપાલસિંહના મોટા ભાઇ તા. 10-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 13-2-2025ના બપોરે 3થી 5 બ્રહ્મસમાજવાડી, નખત્રાણા ખાતે, ઉત્તરક્રિયા તા. 14-2-2025ના નિવાસસ્થાન નખત્રાણા ખાતે.
માધાપર (તા. ભુજ) : હરેશ ટેકચંદ ભાનુશાલી (ઉ.વ. 64) તે શિલાબેનના પતિ, વિશાલ (લક્ષ્મી બેકરી-માધાપર), કપિલ (માંડવી કોર્ટ)ના પિતા, જય (ભુજોડી પ્રાથમિક શાળા),
આસનદાસ (નખત્રાણા), સ્વ. ગોવિંદ (ગળપાદર),
સુરેશકુમાર (ઇન્દોર), વિજયકુમાર, દીપક દોલતરામ (નખત્રાણા), સ્વ. ગૌતમ આસનદાસ, સુનીલ, ગિરીશના ભાઇ, સ્વ. ડો. ઘનશ્યામ
(આદિપુર), સ્વ. ભગવતી ઉત્તમભાઇ મેઘાણી (વેરાવળ), વિજય, રાજેશ (ગળપાદર), ચંદન (ઇન્દોર),
યોગેશ, રાહુલ (આદિપુર)ના કાકા, પ્રીતિ વિશાલ, માયા કપિલના સસરા, માહિર વિશાલ, યુવરાજ કપિલ, વિરાટ
વિશાલના દાદા તા. 10-2-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-2-2025ના સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, માધાપર ખાતે.
કેરા (તા. ભુજ) : જુણેજા ઝલુબાઇ ફકીરમામદ (ઉ.વ. 72) તે ઉસમાણ, હુસેન, ઇબ્રાહીમના માતા,
ગુલામહુસેન મુસા, કાસમ ઉમર, અલી મુસા, મીઠુ મુસા, કાસમ મુસા,
હાસમ મુસાના કાકી, જુણેજા રમજુ જુમાના બહેન,
સમેજા નૂરમામદ ભચુના મામી, જુણેજા સાબાન ફકીરમામદના
નાની તા. 11-2-2025ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 13-2-2025 ગુરુવારે
સવારે 10થી 11 નિવાસસ્થાન ગજોડ રોડ, કેરા ખાતે.
કુરબઇ (તા. ભુજ) : દામજીભાઇ જીવાભાઇ ગરવા (જોગેલ) (ઉ.વ. 60) તે કાંતાબેનના પતિ, સ્વ. ધનબાઇ જીવાના પુત્ર, નાથીબેન મંગા (ભડલી), પરબતભાઇ, લક્ષ્મીબેન ખેતશી (વિજપાસર), લધારામભાઇ, મુરીબેન નાનજી (કોટડા જ.)ના નાનાભાઇ, ઇશ્વર, રમણીક, કાનજીના પિતા, કૃપા,
રિદ્ધિ, વૈભવ, આર્ય,
કાવ્યના દાદા, ભવનભાઇ, નવીનભાઇ,
હરેશભાઇ, શાંતાબેન પ્રવીણભાઇ (ભડલી), વનિતાબેન નરસિંહભાઇ (માધાપર)ના કાકા, દેવજીભાઇ મૂરજીભાઇ
(દેવીસર)ના જમાઇ તા. 11-2-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિક વિધિ તા. 17-2-2025 સોમવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન કુરબઇ ખાતે.
ભારાપર (તા. ભુજ) : સૈયદ અહેમદશાહ સુલેમાનશાહ (ઉ.વ. 72) તે અ. મજીદશાહ (કે.જી.એન. ગેરેજવાળા), અ. જુસબશાહ, હસનશાહના
પિતા, મ. અલીઅસગરશાહ, અમીનશાહ (ગુંદાલા),
આમિરશાહ (સિનુગ્રા)ના ભાઇ, સૈયદ નિઝામુદ્દીન (તેરા),
સૈયદ ગફુરશાહ (વિરાણી)ના સસરા તા. 11-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 13-2-2025 ગુરુવારે સવારે 10થી 11 મેમણ જમાતખાના, આઝાદ ચોક, ભારાપર ખાતે.
બળદિયા (તા. ભુજ) : રમીલાબેન મનજીભાઇ મૂછડિયા (ઉ.વ. 51) તે મનજીભાઇ ખેંગારભાઇના પત્ની, સ્વ. સામબાઇ ખેંગારભાઇ, લક્ષ્મીબેન બુધુભાઇ, સ્વ. રામજી ભીમજીભાઇ, સ્વ. રવજી ભીમજીભાઇ, ખેંગાર ખીમજીભાઇ, દેવલબેન વાલજીભાઇ જોગલ (માધાપર), મગીબેન ઉમરશી શેખા
(દેવપર)ના પુત્રવધૂ, મગીબેન ડાયાભાઇ રૂપાણી (માધાપર)ના પુત્રી,
પ્રેમજી ડાયાભાઇ રૂપાણીના બહેન, ગોવિંદ,
પરેશ, રાહુલ, હીનાના ફઇ,
રામીબેન રમેશ જોગલ (માધાપર), સ્વ. લક્ષ્મીબેન કાનજી
રૂપાણી, રતનબેન પ્રવીણ જોગલ (માધાપર), સવિતાબેન
મણિલાલ ગાજણ (માધાપર), જયંતીલાલ બુધુભાઇ, ભરત બુધુભાઇના ભાભી, હેમલતાબેન જયંતીલાલ, અમરતબેન ભરતના જેઠાણી, હરેશ, શાંતિલાલ,
જિતેન્દ્ર, જ્યોતિકાના માતા, હરેશ ધનજી ગેડિયા, સવિતાબેન હરેશ, પ્રભાબેન શાંતિલાલ, લક્ષ્મીબેન જિતેન્દ્રના સાસુ,
કશિશ, વૈદિક, માહીના મોટીમા,
જયેશ, નંદીપ, કિંજલ,
તનીક્ષના દાદી તા. 11-2-2025ના અવસાન પામ્યા છે. પાણિયારો તા. 15-2-2025 શનિવારે સવારે 9 વાગ્યે.
મોટી ખેડોઇ (તા. અંજાર) : ગોસ્વામી પુષ્પાબેન ચંચલગિરિ (ઉ.વ.
73) તે સ્વ. ચંચલગિરિ પ્રેમગિરિના
પત્ની, સ્વ. પ્રેમગિરિ કુંવરગિરિના પુત્રવધૂ,
સ્વ. વિશ્રામગિરિ શંકરગિરિ (નાની ખેડોઇ)ના પુત્રી, સ્વ. માધવગિરિ, સ્વ. નારાયણગિરિ, સ્વ. મહાદેવગિરિના નાના ભાઇના પત્ની, સ્વ. નર્મદાબેન
(કુકમા), સ્વ. અમૃતબેન (ખેડોઇ), કમળાબેન
(ગુંદાલા)ના ભાભી, પ્રદીપગિરિ, સ્વ. ઉદયગિરિના
કાકી, કિશોરગિરિ, હિતેષગિરિના માતા,
પ્રજ્ઞાબેન, રિંકુબેન, વર્ષાબેન,
ભારતીબેનના સાસુ, નિશાંતગિરિ, ધ્રુવગિરિ, દીક્ષિતા, ભાવિક,
ખુશી, તૃપ્તિના દાદી, સ્વ.
દલપતગિરિ, હિંમતગિરિ (ખેડોઇ), ભરતગિરિ
(નાડાપા), લીલાવંતીબેન ધરમગિરિ (અંતરજાળ), વનિતાબેન રમેશગિરિ (કુકમા), ભગવતીબેન મહેશગિરિ (ગુંદાલા),
ઇન્દુબેન બળવંતગિરિ (માધાપર)ના મોટા બહેન તા. 11-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 13-2-2025ના ગુરુવારે સાંજે 4થી 5 સચ્ચિદાનંદ મંદિર, જડેશ્વર મંદિરની બાજુમાં, ખેડોઇ ખાતે.
સિનુગ્રા (તા. અંજાર) : મૂળ મોટા રેહાના મુકેશભાઇ ભવાનજીભાઇ
ટાંક (ઉ.વ. 62) તે કલ્પનાબેનના પતિ, સ્વ. જશોદાબેન ભવાનજીભાઇ ટાંકના પુત્ર,
સ્વ. રુક્ષ્મણિબેન કાન્તિલાલ યાદવ, સ્વ. કાન્તિલાલભાઇ
ભવાનજી ટાંકના ભાઇ, સ્વ. સુશીલાબેનના દિયર, પુષ્પાબેન જિતેન્દ્રભાઇ યાદવ, કપિલભાઇ, પાર્થભાઇના કાકા, અવનીબેન, શિવાનીબેન
(ગોપી), સંજનાબેન, ધૃતિબેનના પિતા,
સ્વ. કમળાબેન કલ્યાણજીભાઇ નરસંગભાઇ ચૌહાણના જમાઇ, આનંદ પરમાર, રાજ ચૌહાણના સસરા, જિયાંશીના નાના તા. 11-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-2-2025ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, સિનુગ્રા ખાતે.
ગુંદિયાળી (તા. માંડવી) : હાલે ભિલ્લાઇ (છત્તીસગઢ) રાજગોર મનસુખલાલ
વેલજી બોડા (ઉ.વ. 68) તે સ્વ. જમનાબેન
વેલજી કુંવરજી બોડાના પુત્ર, મૃદુલાબેનના
પતિ, મોનિકા અસિત છગનલાલ માકાણી (ભુજ), ડો. કોમલ પિનાંક ડો. હસમુખભાઇ મહેતા (મુંબઇ-અમેરિકા), દિશા અનુરાગ અશોકકુમાર ગુપ્તા (ભિલ્લાઇ-હૈદરાબાદ)ના પિતા, ભગવાનજી વી. બોડા (માજી તલાટી), સ્વ. જયાબેન મીઠુભાઇ
વ્યાસ (ગુંદિયાળી), ગં.સ્વ. વસંતબેન મોહનલાલ પેથાણી (ફરાદી),
સ્વ. મંજુલાબેન શામજી નાકર (ગોધરા), સ્વ. શાન્તાબેન
અને ગં.સ્વ. નિમુબેન કાંતિલાલ ઉગાણી (ભુજ)ના ભાઇ, વિમળાબેન બી.
બોડા (પૂર્વ સરપંચ-ગુંદિયાળી)ના દિયર, રાકેશ, સ્વ. મિતેષના કાકા, મનીષાબેન, ગં.સ્વ.
વંદનાબેનના કાકાસસરા, સ્વ. જવેરબેન લાલજી કુંવરજી બોડા,
સ્વ. મોંઘીબેન જટાશંકર વ્યાસ (ગુંદિયાળી), સ્વ.
મણિબેન ઉમ્યાશંકર નાગુ (બિદડા)ના ભત્રીજા, કાંતિલાલ, હરીશભાઇ, વિનોદભાઇ, બિપીનભાઇ,
હર્ષાબેન મહેશભાઇ પેથાણી, મહાલક્ષ્મીબેન રાજેશભાઇ
ભટ્ટ (ભુજ)ના કાકાઇ ભાઇ, સ્વ. ભીમજી દામજી દામાણી (મસ્કા)ના દોહિત્ર,
ગં.સ્વ. દમયંતીબેન સરોજચંદ્ર વિઠલજી બાવા (ભુજ)ના જમાઇ તા. 28-1-2025ના ભિલ્લાઇ (છત્તીસગઢ) ખાતે
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-2-2025ના ગુરુવારે બપોરે 3થી 4.30 નિવાસસ્થાન
બોડા ફળિયા, ગુંદિયાળી, તા. માંડવી ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : ભોપી પાબીબેન હભુભાઇ રબારી (ઉ.વ. 85) તે હભુભાઈ કચરાના પત્ની, પના કચરાના ભાભી, મેઘાભાઇ,
રામાભાઇ, ખીમાભાઇના માતા, વરકુબેન, રાણીબેન, સીતાબેનના સાસુ,
પાબીબેનના મોટા સાસુ, વેજા, હમીર, હીરા, જગા, રાજા, ભરત, પાલુબેન (સણોસરા),
ભૂમિબેન (રામપર-સરવા), ધનુબેન (ગંગોણ),
રાજુબેન (સણોસરા), કાનુબેનના દાદી તા. 10-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન ગઢશીશા ખાતે.
મોટા ભાડિયા (તા. માંડવી) : પરેશગિરિ પચાણગિરિ ગોસ્વામી (ઉ.વ.
53) તે સ્વ. બચુભાઇ પચાણગિરિના
પુત્ર, દક્ષાબેનના પતિ, નારાણગિરિ,
ગં.સ્વ. લીલાવતીબેન મોહનગિરિ, સ્વ. ભગવતીબેન રામગર,
ગં.સ્વ. કલાવતીબેન મોતીગર, સરસ્વતીબેન શંકરગર
(કોડાય), ગં.સ્વ. પ્રેમિલાબેન કાંતિગિરિ (ગળપાદર), વાસંતીબેન છગનગિરિ (નાની ખાખર), કસ્તુરબેન અમૃતગિરિ
(ભાડા)ના ભાઇ, વેલગર શામગર, રામગર શામગર
(મોટી ખાખર), શંભુગિરિ, ગોવિંદગિરિ,
સ્વ. ચંદુગિરિ, સ્વ. દિનેશગિરિ મલુગિરિ,
સ્વ. કાંતાબેન ભવાનગિરિ (ભેરૈયા)ના કાકાઇભાઇ, સ્વ.
હંસાબેન નારાણગિરિના દિયર, ભૂમિકાબેન જયભારથી (ભુજ), પૂજાબેન પ્રશાંતગિરિ (માંડવી), ઉમેશગિરિના પિતા,
કોમલબેન ભાવેશગિરિ (કોડાય), યશગિરિના કાકા,
દિવ્યાબેન યશગિરિના કાકાજીસસરા, ગં.સ્વ. વિમળાબેન
ગુલાબભારથી (મમાયમોરા)ના જમાઇ, સ્વ. મંજુલાબેન રામપુરી (મોટા
લાયજા), સુભાષભારથી, સુધીરભારથી (મુંબઇ)ના
બનેવી, આરતીબેન, હેમાલીબેનના નણદોયા તા.
9-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 13-2-2025 ગુરુવારે સાંજે 3થી 4 ચારણ સમાજવાડી, મોટા ભાડિયા ખાતે. ઉત્તરક્રિયા તા. 21-2-2025ના નિવાસસ્થાન ખાતે.
મંગરા (તા. મુંદરા) : ગોવિંદભાઇ નાગશીભાઇ ધુવા (માજી સરપંચ સાડાઉ
જૂથ ગ્રામ પંચાયત) (ઉ.વ. 62) તા. 11-2-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 12-2-2025ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન મંગરા ખાતેથી
નીકળશે.
ઐમુરૂ (તા. નખત્રાણા) : જાડેજા ભીખુભા દાનસંગજી (ઉ.વ. 72) (માજી સરપંચ) તે સ્વ. જાડેજા
દાનસંગજી વેરાજીના પુત્ર, જાડેજા રવુભા,
જોરૂભા, રાજુભાના મોટા ભાઇ, સ્વ. જાડેજા રૂગ્દેવસિંહ, રોહિતસિંહના પિતા, હાર્દિકસિંહ, ઓમદેવસિંહ, અશોકસિંહ,
અજયસિંહ, અર્જુનસિંહના મોટાબાપુ, રામદેવસિંહ, હરદેવસિંહ, વિશ્વરાજસિંહ,
દક્ષરાજસિંહ, આર્યદીપસિંહ, લક્ષરાજસિંહના દાદા તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી તથા ઉત્તરક્રિયા તા. 19-2-2025ના નિવાસસ્થાન મુરૂ ખાતે.
રામપર-રોહા (તા. નખત્રાણા) : ઉમરાબેન મેરિયા (ઉ.વ. 80) (પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય-નખત્રાણા)
તે અરજણભાઈ રામજીભાઈ મેરિયાના પત્ની, મનોજભાઈ, પ્રેમજીભાઈ, લક્ષ્મીબેન
થાવરભાઈ સીજુ (રસલિયા), પાનબાઈ પરબતભાઈ બળિયા (નેત્રા),
માનબાઈ છગનભાઈ ગોરડિયા (અરલ)ના માતા, ડાયાભાઈ મુરાભાઈ
પરગડુ (ખોંભડી)ના પુત્રી, નાનજીભાઈ દેવજીભાઈ પરગડુ (નરેડી)ના
બહેન, ભાવનાબેન સુરેશભાઈ બળિયા (નાના નખત્રાણા), નીતાબેન નવીનભાઈ સીજુ (ભડલી), ભાવનાબેન મહેશભાઈ સીજુ
(આણંદસર), જિતેશભાઈ, પ્રવીણભાઈ,
શૈલેશકુમાર, કલ્પેશકુમાર, ગવરીબેન, જયશ્રીબેન, ઈશાબેનના દાદી,
મોહનકુમાર થાવરભાઈ સીજુ (માકપટ યુવાસંઘ-મહામંત્રી-રસલિયા)ના નાની તા.
10-2-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
આગરી તા. 20-2-2025ના સાંજે, તા. 21-2-2025ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાન રામપર (રોહા) ખાતે.
મથલ (તા. નખત્રાણા) : લુહાર ઉમર આદમ (ઉ.વ. 63) તે મ. જાફર આદમ તથા મ. અબ્દુલ
મજીદના ભાઈ, અનવર, ઇમ્તિયાઝ, ઈરફાન, ઇકબાલના મોટાબાપા
તા. 11-2-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 13-2-2025ના 10.30 વાગ્યે મથલ જમાતખાના ખાતે.
પંખા (તા. અબડાસા) : ભુવાજી બીજલ ભામુ રબારી (ઉ.વ. 71) તે જલીબેનના પતિ, ગાભા ભામુના ભાઇ, દેવા
બીજલ, જીવા બીજલ, પબા બીજલ, જીવીબેન, ભાઉબેન, દેવીબેનના પિતા,
ઉમરા ગાભા અને કારા ગાભાના કાકા, રાજ, હિરેન, દેવશી, દસરત, અરૂણ, લધુના દાદા તા. 10-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન પંખા ખાતે.
ગાંધીનગર : મૂળ ભુજના સોની હરગાવિંદભાઈ ચત્રભુજભાઈ ગગુભાઈ ગેડિયા
(ઉ.વ. 80) તે સ્વ. ચતુરાબેન ચત્રભુજભાઈ
ગેડિયાના પુત્ર, સ્વ. સરોજબેનના પતિ,
પલ્લવી, ડો. ઉર્વશી, શિલ્પા
અને ઉર્વીના પિતા, ઇસકુમાર, હરેશકુમાર,
નરેન્દ્રકુમાર અને વિરલકુમારના સસરા, સ્વ. મંજુબેન
તથા રણછોડભાઈ ડાયાભાઈ પાટડિયા (માંડવી)ના જમાઈ, નવીનભાઈ,
સ્વ. જિતેન્દ્રભાઈ, જયપ્રકાશભાઈ, સ્વ. યોગેશભાઈના બનેવી, સ્વ. રુક્ષ્મણિબેન, સ્વ. વિમળાબેન, સ્વ. દિવ્યાબેન, આશાબેનના બનેવી, નાયશા, ચાર્મી,
અપૂર્વ, પાર્થ, ભાર્ગવ,
નાયરા, અરમાનના નાના, રોહનના
પરનાના, મહેશભાઈ ભગવાનજીભાઈ કોંઢિયા (ભુજ)ના મામા તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 13-2-2025ના ગુરુવારે સવારે 10 વાગ્યે મુક્તિધામ, ગાંધીનગર ખાતે જશે. પ્રાર્થનાસભા તા. 13-2-2025ના ગુરુવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન, 256/1, કિસાન નગર, સેક્ટર-26, ગાંધીનગર ખાતે.