ભુજ : ખત્રી માહીન (ઉ.વ. 9) તે મો. અસલમ અબ્દુલરહેમાન (ઢોરીવાલા)ના પુત્રી, અબ્દુલરહેમાન નૂરમોહમદના પૌત્રી, ઝુબેરના ભત્રીજી, અબ્દુલરશીદ આદમ બુજણના દોહિત્રી તા.
28-2-2026ના અવસાન પામ્યા છે. તાજિયત
ત્રણ દિવસ (1-2-3 માર્ચ) સુધી નિવાસસ્થાન પાટવાડીનાકા
બહાર, ભક્તિનગર, ભુજ ખાતે.
ભુજ : મૂળ નખત્રાણાના મયૂરભાઇ પલણ (ઉ.વ. 47) તે ગીતાબેન વિનોદભાઇ પલણના
પુત્ર, રેખાબેનના પતિ, અદિતિ
શશાંક રાજદે, રિયાના પિતા, આશા નીરવભાઇ
ઠક્કર, નીતુ અશોકભાઇ, ભાવિકા મુકેશભાઇ,
અમિતભાઇ, મેહુલભાઇ, કેવલભાઇના
ભાઇ, દીતિ, મોક્ષના મામા, ગોદાવરીબેન દિનેશભાઇ, ધનલક્ષ્મીબેન કિશોરભાઇ,
સ્વ. લીલાવંતીબેન હીરાલાલ, સ્વ. જયશ્રીબેન છગનલાલના
ભત્રીજા, રીનાબેન, શિલ્પાબેન, વૈશાલીબેનના જેઠ, ધ્રુવ, દિયા,
પ્રિત, જીયા, જેની,
ડાલી, તનિષ્કના મોટાબાપા, સ્વ. મૂળજી જેરામ રાજદે (ઉખેડા)ના દોહિત્ર, સ્વ. મથરાદાસ,
સ્વ. દરિયાલાલ, શંભુભાઇ, લક્ષ્મીબેન, સરસ્વતીબેન, ચંદુબેન,
મૈયાબેન, મંગળાબેન, મનોરમાબેનના
ભાણેજ, ઉષાબેન દિનેશભાઇ શાંતિલાલ ઠક્કર (ખમણવાળા) (માધાપર)ના
જમાઇ, રીટાબેન, મનીષાબેન, મિત્તલબેન, ચેતનભાઇના બનેવી, ભાવિકાબેનના
નણંદોયા, ભરતભાઇ (માધાપર), મુકેશભાઇ (ગાંધીધામ),
બાદલભાઇ (કેરા)ના સાઢુ તા. 1-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-3-2026ના સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી રૂખાણા હોલ,
વી.ડી. સ્કૂલ પાસે, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ મુંદરાના ગં.સ્વ. અરૂણાબેન ચંદ્રકાંત સંપટ (ઉ.વ.
78) તે સ્વ. ચંદ્રકાંત સંપટ (સંપટ
સાહેબ)ના પત્ની, સ્વ. મોતીબાઈ ખીમજી સંપટના
પુત્રવધૂ, સ્વ. સાવિત્રીબેન હંસરાજ દુતિયાના પુત્રી, સ્વ. શેરાસિંહભાઈ, ભાનુબેન (મસ્કત), સ્વ. ચંપાબેન (ભુજ)ના ભાભી, મલ્હાર, ખ્યાતિના માતા, ચિરાગ રાવતિયા, ઊર્મિના સાસુ, પ્રથમના દાદી, આશી,
પ્રિયાંશના નાની તા. 28-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-3-2026ના સોમવારે સાંજે 4થી 5 ઝૂલેલાલ મંદિર, શિવ હોટેલની બાજુમાં, ગાંધીધામ ખાતે.
અંજાર : મૂળ મોટી ખેડોઈના નંદકુંવરબા ખુમાનાસિંહ જાડેજા (ઉ.વ.
95) તે સ્વ. રઘુવીરાસિંહ (મા મઢવાળી
ટ્રાવેલ્સ), રાજેન્દ્રાસિંહ (મા આશાપુરા
ટ્રાવેલ્સ), પ્રદીપાસિંહ
(કે.પી.ટી.), નિર્મળાબા કનકાસિંહ પરમાર (સિધસર),
દયાબા દિગ્વિજયાસિંહ ઝાલા (લીંબડી)ના માતા, પૃથ્વીરાજાસિંહ,
મહેન્દ્રાસિંહ, જયપાલાસિંહ, કીર્તિરાજાસિંહના દાદી, વિશ્વરાજાસિંહ, વીરપાલાસિંહ, રુદ્રરાજાસિંહ, શુભાદિત્યાસિંહના
મોટા દાદી તા. 28-2-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઈઓ-બહેનો માટે તા. 2-3-2026ના સોમવારે સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, અંજાર ખાતે તથા ઉત્તરક્રિયા તા 12-3-2026ના ગુરુવારે નિવાસસ્થાને ચિત્રકૂટ
સોસાયટી, અંજાર ખાતે.
મુંદરા : મૂળ અંજારના ક.ગુ.ક્ષ. મિત્રી દેવશીભાઇ ઓધવજી જેઠવા
(પૂર્વ પ્રમુખ મુંદરા ઘટક) (ઉ.વ. 96) તે સ્વ. નાનુમા ઓધવજીના પુત્ર, ગૌરીબેનના પતિ, સ્વ. ધારશીભાઇ,
સ્વ. ધરમશીભાઇ, સ્વ. નરશીભાઇ, સ્વ. વલમજીભાઇ, શાન્તિલાલભાઇ (હાલે દુર્ગ), સ્વ. નાનાલાલભાઇ, સ્વ. મણિબેન, સ્વ. દિવાળીબેનના ભાઇ, પરસોત્તમભાઇ, અશોકભાઇ, સ્વ. ભરતભાઇ, કુસુમબેન,
સ્વ. ગીતાબેન, દમીબેન, રીતાબેના
પિતા, જનકબેન, માયાબેન, ગીતાબેન, શિવલાલભાઇ, સ્વ. મૂરજીભાઇ,
કમલેશભાઇ, નરોત્તમભાઇના સસરા, મનીષભાઇ, જિતેન્દ્રભાઇ, હિરેનભાઇ,
મયૂરભાઇ, બિનીતાબેન, હેમાલીબેન,
નિરાલીબેન, એકતાબેન, હરિઓમભાઇ,
ભાવનાબેન, બિંદુબેન, રીનાબેન,
કુલદીપભાઇના દાદા, કુશલભાઇ, હેમાંગભાઇ, પ્રતીકભાઇના દાદાજી તા. 1-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 4-3-2026ના સાંજે 4.30થી 5.30 નિવાસસ્થાને મેગરા વાડીવિસ્તાર, જેઠવા ફાર્મ, મુંદરા ખાતે.
સૂરજપર (તા. ભુજ) : મૂળ બેરાજાના પ.ક.મ.ક. સઈ સુતાર દરજી ત્રિકમજી
કાનજી ગોહિલ (ઉ.વ. 80) તે સ્વ. બચ્ચુબાઇ
કાનજી ગોહિલ (બેરાજા)ના પુત્ર, સ્વ.
નિર્મળાબેન, જયાબેનના પતિ, વર્ષા (નારણપર),
ડિમ્પલ (મુંદરા), હિના (રાયણ), મીના (પ્રીતિ-માંડવી), જિતેન્દ્રના પિતા, પાયલ, જગદીશ, બિપિન, જગદીશ, વિપુલના સસરા, વેદ,
વૃંદાના દાદા, સુનીલ, કિશન,
દીપ, કાજલ (કુંદનપર), સ્મિત,
જય, જેનીલ, ક્રિશના નાના,
મિથુન, ડિમ્પલ, જીમ્મીના
નાનાજી, સ્વ. માધવજી (ગુંદાલા), સ્વ. મણિલાલ
(કંજુમાર્ગ), સ્વ. ભોગીલાલ (મિરજાપર), સ્વ.
લહેરચંદ (ડોમ્બિવલી), સ્વ. હરખુબેન લાલજી (ભુજપર), સ્વ. નિર્મળાબેન ભગવાનજી (દેશલપર કંઠી), સ્વ. તારામણિબેન
દેવજી (ડોમ્બિવલી), ધનવંતીબેન ધનજી (ફરાદી), જયાબેન ખીમજી (ભાડિયા), શાંતાબેન લક્ષ્મીચંદ (બિદડા)ના
ભાઈ, સ્વ. ઝવેરબેન, સ્વ. મધુબેનના દિયર,
અરૂણાબેન, રેખાબેનના જેઠ, સ્વ. પ્રવીણ, જિતેન્દ્ર, અતુલ,
ભાવેશના કાકા, પીયૂષ, રમેશ,
ધવલ, હેમલના મોટાબાપા, સ્વ.
મૂલબાઈ નારણ મોઢ (નિરોણા)ના જમાઈ, સ્વ. ધનજી, દેવકાબેન (ખોરજ), ભગવતીબેન (બાદરગઢ), સ્વ. રશ્મિભાઈ (માંડવી), કિશોર (મલાડ)ના બનેવી,
મણિબેન (નિરોણા)ના નણદોયા તા. 28-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 3-3-2026ના
મંગળવારે સાંજે 3.30થી 4.30 લેવા પટેલ સમાજવાડી, સૂરજપર ખાતે.
લોડાઇ (તા. ભુજ) : જિતેન્દ્રભાઇ રત્નેશ્વર (ઉ.વ. 65) તે ચંદ્રિકાબેનના પતિ, મોદિતા, કલ્પેશ મારાજ
(રાયધણપર રામ મંદિર પૂજારી)ના પિતા તા. 28-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-3-2026ના મંગળવારે સાંજે 4થી 5 શિવ મંદિર, રાયધણપર
ખાતે.
બેરાજા (તા. મુંદરા) : ગં.સ્વ. લક્ષ્મીબેન મોતીગર ગુંસાઇ (ઉ.વ.
82) તે સ્વ. મોતીગર રામગરના પત્ની, ભગવાનગર શિવગર ગુંસાઇ (ઝુરા)ના પુત્રી,
સ્વ. પ્રેમગર, સ્વ. ચંચલગર (ઝુરા), સામબાઇ હિંમતગર (કુકમા)ના બહેન, પ્રવીણગર (બેરાજા),
સુરેશગર (ગળપાદર), કુસુમબેન (ભુજ)ના માતા,
રમીલાબેન, જયશ્રીબેન, ગૌરીગર
બુધગરના સાસુ, સ્વ. લક્ષ્મીબેન ખીમગર (ભુજ) (મેકરણ દાદાના પૂજારી)ના
ભાભી, શીતલ, પૂજા, વૈશાલી, શિલ્પા, બંસરી,
ભાવેશ, ઉત્તમના દાદી, ગંગાબેન,
ભગીરથના નાની, નિરાલીબેન, હેત્વીબેનના દાદીસાસુ, વીરાના પરદાદી તા. 28-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 5-3-2026ના ગુરુવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન બેરાજા ખાતે. ભંડારો તથા પૂજનવિધિ તા. 12-3-2026ના ગુરુવારે બેરાજા ખાતે.
ભદ્રેશ્વર (તા. મુંદરા) : દેવજીભાઈ વેલજીભાઈ મહેશ્વરી (બારા)
(કચ્છ ગુજરાત ભજનિક, આકાશવાણી રેડિયો
કલાકાર) (ઉ.વ. 78) તે સ્વ. રાણબાઈના
પતિ, ભાવનાબેન, હરજીભાઈ,
સ્વ. અભિષેકના પિતા, ગીતાબેનના સસરા, ચેતન, ભાવેશના દાદા, સુરેશભાઈ
(નિવૃત્ત એએસઆઇ ગુજરાત પોલીસ), ધનજીભાઇ, ભીમજીભાઈ (નિવૃત્ત નાયબ સુબેદાર આર્મી), શિવજીભાઈ (શિવશક્તિ
ઇલેકટ્રીકલ્સ), હીરબાઇના ભાઈ, શામજીભાઇ
દેવરિયા (ગજોડ)ના સસરા, રાહુલ, પ્રિયંકાના
નાના, સ્વ . પ્રેમજીભાઈ, ભાણજીભાઈ,
જિતેન્દ્રભાઇ, નાનજીભાઈ, ગાવિંદભાઈ, હરેશભાઈ, જગદીશભાઈ,
મહેશભાઈના મોટાબાપા તા. 27-02-2026ના અવસાન પામ્યા છે. તા. 5-3-2026ના આગરી અને તા. 6-3-2026ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન ઇન્દિરાવાસ, ભદ્રેશ્વર ખાતે.
છસરા (તા. મુંદરા) : રોહા કુલ્સુમબેન (ઉ.વ. 55) તે સાલેમામદ સિધીક રોહા (મનુભા)ના
પત્ની, હારુન મામદ, શબ્બીરના
ભાભી તા. 28-2-20026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-3-2026ના મંગળવારે અસર નમાજ બાદ,
મુસ્લિમ જમાતખાના, છસરા ખાતે.
મઉં મોટી (તા. માંડવી) : ભાનુશાલી દીપકભાઈ રણછોડદાસ (હાજુભાઈ)
મીઠુભાઈ હરિરામભાઈ ખાનિયા (ઉ.વ. 52) તે સ્વ. રસીલાબેન
રણછોડદાસ (હાજુભાઈ)ના પુત્ર, સ્વ.
ભાગબાઈ મીઠુભાઈ અને દેવકીબેન શિવજીના પૌત્ર, મંજુલાબેનના પતિ,
જીત, માનસીના પિતા, કસ્તૂરીબેન
નરેશભાઈ ખાનિયાના દિયર, નીતાબેન નવીનભાઈ ખાનિયાના જેઠ,
કાંતાબેન પ્રતાપભાઈ કટારમલ, ભાવનાબેન મહેશભાઈ કટારમલ,
શારદાબેન જિતેન્દ્રભાઈ મંગેના ભાઈ, કનૈયાલાલ જીવનભાઈ
ગજરાના સસરા, આકાંક્ષા, જુગલ, જય, અશ્વિનના કાકા, મીત,
રાજના મોટાબાપા, ગ.સ્વ. ગંગાબેન બાબુભાઈ ગજરા,
સ્વ. મણિબેન દયાળજી ચાંદ્રા, સ્વ. લક્ષ્મીબેન ખીમજી
ભદ્રા, સ્વ. ડાઈબેન દયાળજી ભાનુશાલી, સ્વ.
નેણબાઈ ગોપાલજી કટારમલના ભત્રીજા, સ્વ. લક્ષ્મીબેન હીરજી ભદ્રાના
દોહિત્ર, ગં.સ્વ. રાધાબેન મોનજીભાઈ, ગં.સ્વ.
ડાઈબાઈ નારાણજીભાઈ, સ્વ. ધનબાઈ લક્ષ્મીદાસ, દેવકીબેન દેવજીભાઈના ભાણેજ, સ્વ. ગંગાબેન વેરશીભાઈ ગજરાના
જમાઈ તા. 28-2-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-3-2026ના બપોરે 3થી 4 ભાનુશાલી મહાજન વાડી, મઉં મોટી ખાતે.
ઉખેડા (તા. નખત્રાણા) : ગોહિલ ધનજીભાઇ (ઉ.વ. 57) તે રાજીબેન અને વલુભાઇ પૂંજાભાઇના
પુત્ર, નબુબેનના પતિ, જશોદાબેન,
પ્રવીણભાઇના ભાઇ, ભૂમિબેન કીર્તિભાઇ જાદવ (મુંબઇ),
પૂજાબેન, ખુશાલીબેનના પિતા, માનસી, હેત્વી, કાર્તિકના મોટાબાપા,
ચૂનીલાલ, બાંવાબેન આશાભાઇ જાદવ (ધુફી)ના ભત્રીજા,
સ્વ. અખઈભાઇ ફકુભાઇ લોંચા (આણંદપર-યક્ષ)ના જમાઇ, છગનભાઇ, મોહનભાઇ, રાજુભાઇ,
લીલાબેન બચુભાઇ વાઘેલા (નખત્રાણા), મંજુબેન નટવર
રાઠોડ (અંજાર)ના બનેવી, સ્વ. ગોવિંદ રામજી વાઘેલા (નખત્રાણા),
નાનુબેન રાજાભાઇ ચાવડા (દુજાપર), ડાઇબેન રામજી
ચાવડા (સુખપર રોહા)ના ભાણેજ તા. 28-2-2026ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 2-3-2026ના રાત્રે તથા તા. 3-3-2026ના સવારે 10.30 વાગ્યે પાણીઆરો નિવાસસ્થાને.
કોટડા-જ. (તા. નખત્રાણા) : કચ્છી સારસ્વત બ્રાહ્મણ નિર્મળાબેન
દેવેન્દ્રભાઇ જોષી (ચઠ્ઠમંધરા) (ઉ.વ. 88) તે સ્વ. સાકરબેન મોરારજીના પુત્રવધૂ, સ્વ. વલ્લભજી રવજી રાડિયા (જામનગર)ના પુત્ર,
હંસાબેનના બહેન, સ્વ. પ્રભાશંકરભાઇ, સ્વ. મહેશભાઇ, ભાવેશભાઇ, સ્વ. પદ્મકાંત,
સ્વ. ઇન્દુબેન (સાંયરા)ના ભાભી, ભાનુબેન (વમોટી),
પ્રફુલભાઇ (ઉમરગાંવ), અશ્વિનભાઇના માતા,
સ્વ. જયાબેન, ગં.સ્વ. મંજુલાબેન, ઉર્મિલાબેન, સ્વ. વસંતબાળાબેનના જેઠાણી, સુભાષચંદ્ર તુલસીદાસ (વમોટી)ના સાસુ, કરણ, નીરવ, ભૂમિના દાદી, પિન્કીબેનના
દાદીસાસુ, અશોક, અમિત, હિરેનના નાની, મમતાબેન, તૃપ્તિબેનના
નાનીસાસુ, જગદીશ, સુભાષ, રાજેશ, પ્રવીણ, દીપક, ભરત, રાજન, પ્રકાશ, નીલેશ, ભાવિકના મોટીમા, હરેશ (સાંયરા)ના
મામી તા. 28-2-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-3-2026ના સાંજે 4થી 5 પાટીદાર સમાજવાડી, બસ સ્ટેશન પાસે કોટડા (જ.) ખાતે.
ગોધિયાર મોટી (તા. નખત્રાણા) : ગં.સ્વ. સોઢા માકોરબા ગુલાબાસિંહ
(ઉ.વ. 82) તે સ્વ. સોઢા ગુલાબાસિંહ પીરદાનાસિંહના પત્ની, હરાસિંહ, વિજયાસિંહ, રવિરાજાસિંહ,
શક્તાસિંહના માતા, ગજાસિંહ ખીમજીના ભત્રીજાવહુ,
ખેતાસિંહ પીરદાનાસિંહ, જુવાનાસિંહ પીરદાનાસિંહ,
સ્વ. મહિપતાસિંહ પીરદાનાસિંહ, ઇન્દ્રાસિંહ,
ભરતાસિંહ, રાજેન્દ્રાસિંહ, રવિરાજાસિંહ, દોલતાસિંહ, હીરજી,
સવાઈસિંહ, સુરૂભાના ભાભી, ચતુરાસિંહ, અશોકાસિંહ, દોલતાસિંહ,
જયવીરાસિંહ, શૈલેન્દ્રાસિંહ, પ્રતાપાસિંહ, અનિરુદ્ધાસિંહ, જયદીપાસિંહ,
કુલદીપાસિંહના મોટીમા, હરપાલાસિંહ, મહેન્દ્રાસિંહ, યુવરાજાસિંહ, નિર્ભયાસિંહ,
દિવ્યરાજાસિંહ, રોહિતાસિંહ, શુભમાસિંહના દાદી તા. 1-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ગોધિયાર મોટી ખાતે.
મથલ (તા. નખત્રાણા) : વીરજી જમનાદાસ ભદરૂ (ઉ.વ. 66) તે સ્વ. જમનાદાસ ત્રિકમ અને
પરમાબેનના પુત્ર, સ્વ. ભચીબેનના
પતિ, ચેતન, વિશાલ, રસીલાબેન અશ્વિન પાયણ (અંગિયા નાના)ના પિતા, કનૈયાલાલ,
ભરત, દિલીપ, સ્વ. જીતુ,
મુરીબેન ભાણજી જેપાર (ભુજ), કમળાબેન દેવજી પાયણ
(નાના અંગિયા)ના મોટા ભાઇ, મનુભાઇ ત્રિકમભાઇ, બુધિલાલ ત્રિકમભાઇ, આત્મારામ ત્રિકમભાઇ, ફકુ જેમલ ભદરૂના ભત્રીજા, રમેશ મનજી (આદિપુર),
ગિરીશ બુધિલાલ (ભુજ), સ્વ. પરેશ આત્મારામ (અંજાર)ના
કાકાઇ ભાઇ, નાથા બુધા સીજુ (ભડલી)ના જમાઇ, રામજી નાથાના બનેવી, ધના વાલા, રવજી વાલા કુંવટ (ટોડિયા)ના ભાણેજ તા. 1-3-2026ના અવસાન પામ્યા છે. આગરી તા.
4-3-2026ના અને તા. 5-3-2026ના સવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન
મથલ ખાતે.
વાંકુ (તા. અબડાસા) : ચાંદુભા વેલુભા જાડેજા (ઉ.વ. 90) (એસ.ટી. ડ્રાઇવર) તે રામસંગજી, નરેન્દ્રાસિંહના પિતા, સ્વ. ભારૂભા, બાઉભા, મુરૂભા,
સતુભા, લાખુભાના મોટાભાઈ, રણજિતાસિંહ, ભૂપતાસિંહ, ભીખુભા,
અરાવિંદાસિંહ, ઘનશ્યામાસિંહ, મહેન્દ્રાસિંહ, ભગીરથાસિંહના મોટાબાપુ, દિલીપાસિંહ, હરપાલાસિંહ, શક્તિસિંહ,
સિદ્ધરાજાસિંહ, મિતરાજાસિંહ, યુવરાજાસિંહ, યશરાજાસિંહના દાદા તા. 1-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 6-3-2026ના શુક્રવારે નિવાસસ્થાન વાંકુ
ખાતે. બેસણું બાર દિવસ સુધી.
ગુનેરી (તા. લખપત) : જાડેજા ભૂપતસિંહ સુરુભા (ઉ.વ. 27) તે સુરુભા સુજાજીના પુત્ર, જયવીરસિંહના ભાઇ, વેલુભા
જાલુભા, ગોમાજી, ગજુભા, બુધુભા, હરિસિંહ, ભીખુભા ખેતાજીના
ભાઇ, સુરતાજી રાણાજી, ખુમાનસિંહ ખેંગારજીના
કાકાઇ ભાઇ, દિલીપસિંહ વેલુભા, રામસિંહ,
લક્ષ્મણસિંહ, યુવરાજસિંહના કાકા, રાજદીપસિંહના પિતા તા. 28-2-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 10-3-2026ના મંગળવારે સાંજે અને ઘડાઢોળ
તા. 11-3-2026ના બુધવારે સવારે નિવાસસ્થાન
ગુનેરી ખાતે.