• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : ગં.સ્વ. રંભાબેન જટાશકર પંડયા (ઉ.વ. 95) તે સ્વ. જટાશંકર (જઠુ મહારાજ)ના પત્ની, સ્વ. આણંદરામ જોષી (પ્રાગપર)ના પુત્રી, અશ્વિન (ફોરેસ્ટ), મુકુન્દ (બિહારીલાલ મંદિરના પૂજારી), સ્વ. દમયંતીબેન નટવરલાલ રાવલ (મહેસાણા), ગં.સ્વ. પ્રેમિલાબેન શિવપ્રસાદ જોષી (હારિજ), ગં.સ્વ. પ્રવીણાબેન નવીનચંદ્ર વ્યાસ (મુંદરા), સીમા રાજેશ જાની (પાટણ)ના માતા, જીનલ, સિદ્ધાર્થ, સુરભિ, હરિઓમના દાદી, જિજ્ઞા, સતીશ, ચિન્તુ, આશિષ, નીરવ, રિપલ, શિવાંગી, પ્રણવ, અર્પણ, શિવાંગ, ઋષભના નાની તા. 23-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-11- 2024ના સોમવારે સાંજે 4થી 5 જયેષ્ઠી જ્ઞાતિની વાડી, ભુજ ખાતે.

ભુજ : નાનુબેન સુમારભાઇ મેરિયા (ઉ.વ. 55) તે સુમારભાઇ જુમાભાઇના પત્ની, ડાયાલાલ, હરેશ, નેનાબેન, હંસાબેનના માતા, મઘીબેન, કાંતિલાલ, નરસિંહ (વડવા કાંયા)ના સાસુ, શિવજીભાઇ, અરજણભાઇ (ભુજ), લક્ષ્મીબેન ખીમજી સીજુ (ભુજોડી)ના ભાભી, વીરાભાઇ, આશાભાઇ, પાલાભાઇ, રામજીભાઇ (પાયરકા), ડેમાબેન (કંડલા), શાંતાબેન (વરનોરા)ના બહેન, અરવિંદ, મનોજ, રમેશ, મનીષા, વિદ્યા, રાજના મોટી મા, ખુશી, વીર, મીરાં, વંશના દાદી, માહી, ભાવિક, પ્રથમ, રોનક, જિજ્ઞેશના નાની તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 27-11-2024ના આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 28-11-2024ના નિવાસસ્થાને ભીમરાવનગર, ભુજ ખાતે.

ભુજ : અ.સૌ. ભગવતીબેન (ઉ.વ. 81) તે વેલજીભાઇ ઇન્દ્રજિત પિત્રોડાના પત્ની, કૌશલ્યા સુરેશ મારૂના માતા, દીપેશ, હિતેષના નાની, હેના દીપેશ પિત્રોડાના નાનીજી સાસુ તા. 23-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા / બેસણું તા. 25-11-2024ના સોમવારે સાંજે 4થી 5 કચ્છી લુહાર સમાજવાડી, ભીડનાકા, ભુજ ખાતે.

ભુજ : સૈયદ મોહમ્મદશા યુસુફશા જીલાની કાદરી (મોતિયો વાલે પીર) (ઉ.વ. 77) (ફતેમામદ હજીરાવાળા) તે સૈયદ અબ્બાસમિંયા યુસુફશાના ભાઈ, સૈયદ મહેબુબશા (બુધુ બાપુ) હુસેનશા કાકાઈ ભાઈ, સૈયદ યુસબશા મોહમ્મદશા (આલે રસુલ સમાજના ભુજ શહેર પ્રમુખ), હાજી અકબરશા મોહમ્મદશા (મુંદરા હાલે બારોઇ)ના પિતા, જાગીરશા અબ્બાસમિંયાના મોટા બાપા, હસનશા યુસુફશા, ગુલામમુસ્તફા યુસુફશા, મોહમ્મદ હનીફ યુસુફશા, મોહમ્મદ આસિફ હાજી અકબરશા, મોહમ્મદ અસીર હાજી અકબરશા, મોહમ્મદ મુનીર હાજી અકબરશા, મોહમ્મદ મુહિબ હાજી અકબરશાના દાદા, સૈયદ હબીબશા ઈબ્રાહીમશા (ભુજ), મ. અનવરશા ઈબ્રાહીમશા (ભુજ), ઇસ્માઇલશા ઈબ્રાહીમશા (ભુજપુર)ના બનેવી, સૈયદ આલમશા દાદામિંયા હૈદરાશા (માંડવી)ના સાઢુભાઈ, સૈયદ મોહમ્મદ સલીમ દાદામિંયા (માંડવી), સૈયદ હૈદરશા ઓસમાણશા (મોથાળા), સૈયદ અમીરશા લતીફશા (ખારીરોહર)ના સસરા તા. 22-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-ઝિયારત તા. 26-11-2024ના મંગળવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન ફતેમામદ હજીરા, ભુજ ખાતે.

ભુજ : ત્રાયા નૂરમામદ ઇસ્માઇલ (ઉર્ફે બાબુકાકા) (ઉ.વ. 85) તે ભાભા કાસમ, આમદના પિતા, આમદ કાસમ ગગડા, રજાક રહેમતુલ્લાહ, મમણ હાજી કાસમ મિંડાના સસરા, અબ્દુલ ગની ત્રાયા, મુશા ગની ત્રાયાના કાકા તા. 23-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-11-2024ના સોમવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના ખાતે.

અંજાર : મૂળ ચોબારીના અ.સૌ. જયાબેન (ઉ.વ. 64) તે નવીનભાઇ નરભેરામભાઇ પૂજારાના પત્ની, ગં.સ્વ. કમળાબેન નરભેરામભાઇના પુત્રવધૂ, સ્વ. મણિબેન પરષોત્તમભાઇ રાયચના (મોટા ભાડિયા)ના પુત્રી, વિકાસ, પીયૂષ (પૂજારા ઇન્ફ્રા. તથા આર.એન.સી.), રોશનીબેનના માતા, દિવ્યાબેન, તૃપ્તિબેન, વરુણકુમારના સાસુ, ઋષિ, મોક્ષદા, ઉમંગ, પ્રશીલના દાદી, સૌમ્યના નાની, સ્વ. કેશવજીભાઇ, રતનશીભાઇ, રમેશભાઇ, ચંદુભાઇ, હરેશભાઇ, ગં.સ્વ. કાંતાબેન નરભેરામભાઇ આથા, હેમલતાબેન મનજીભાઇ પૂજારા, ગં.સ્વ. નયનાબેન નવીનચંદ્ર ગુગારિયા, જ્યોતિબેન જેન્તીલાલ કાથરાણીના બહેન તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-11-2024ના મંગળવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, ગઢવાડીની બાજુમાં, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : પ્રજાપતિ તેજીબેન (ઉ.વ. 108) તે સ્વ. કરશનભાઇ હરજીભાઇ ચોનાણીના પત્ની, સ્વ. પરસોત્તમ, સ્વ. કાન્તિલાલ, ઇશ્વરલાલ, ડાઇબેન, રંભીબેન, કલાવંતીબેન, પાર્વતીબેન, દમયંતીબેનના માતા, ગીતા, રીના, જલ્પા, શ્યામ, યશના દાદી, શૈલેશ, પુષ્પા, હિના, મહેશ, નીતા, શૈલેશ, નીલેશ, ભરત, આરતી, રોહિત, હિના, શીતલ, રિંકુના નાની, ગં.સ્વ. જયાબેન, દક્ષાબેન, પરસોત્તમભાઇ નાથાણી, નારણભાઇ રાઠોડ, તેજાભાઇ ઝંડાડિયા, પરસોત્તમભાઇ વારૈયા, બાબુભાઇ મીઠાવાયાના સાસુ, ઝઝવાડિયા કારાભાઇ (અંજાર)ના પુત્રી તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-11-2024ના ગુરુવારે સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, નયા અંજાર ખાતે .લૌકિક વ્યવહાર નિવાસસ્થાન રાઘવ રેસિડેન્સી, મકાન નં. 6, મેઘપર ફાટક પાસે.

અંજાર : રાયમા હાજી બસીર (ઉ.વ. 61) તે મ. હાજી આમદ જુમાના પુત્ર, મ. હાજી દાઉદના ભાઇ, હાજી કાસમ જુમાના ભત્રીજા, હનીફ, સલીમના પિતા, જુસબ, રમજુ, ઇમરાનના મોટાબાપા, રફીક ઇબ્રાહીમના સસરા, મ. હુશેન જુમાના જમાઇ તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-11- 2024ના બુધવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન મસ્જિદે અકસા પાસે, એકતાનગર, નયા અંજાર ખાતે.

મુંદરા : ખારવા હીરજી દામજીભાઈ ચાવડા (ઉ.વ. 39) તે કાજલબેનના પતિ, ગં.સ્વ. મંજુબેન દામજીભાઈના પુત્ર, દિવ્યમ, હેતવીના પિતા, સ્વ. રામીબેન બાબુલાલ ચાવડાના પૌત્ર, સ્વ. ભાણજીભાઈ, સ્વ. હીરજીભાઈ, રવજીભાઈ, જેશિંગભાઈ, ગં.સ્વ. લાધીબેન, ગં.સ્વ. ગંગાબેન, સ્વ. નર્મદાબેન, જીવયબેન, મીનાબેનના ભત્રીજા, જલારામ, સ્વ. શિલ્પાબેન, નીતાબેનના ભાઈ, કિશોરભાઈ અને બિપિનભાઈના સાળા, સ્વ. પ્રભાબેન પ્રતાપભાઈ બાલાપડિયા (આરંભડા)ના જમાઈ, કિશનના બનેવી તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. અંતિમક્રિયા થઈ ગયેલ છે. પ્રાર્થનાસભા/ઉઠમણું તા. 25-11-2024ના સોમવારે સાંજે 4થી 5 સાગર ભુવન, ખારવા સમાજવાડી, મુંદરા ખાતે, ભાઈઓ તથા બહેનોની સાથે.

માંડવી : જયાબેન કાનજી શિયાળવાલા (ઉ.વ. 66) તે સ્વ. રતનબેન કાનજીના પુત્રી, મણિબેન હીરજી શિયાળવાલા, સ્વ. હિણાબેન મોહનભાઇ ફોફિંડીના?ભત્રીજી, લીલાધરભાઇ, મુકેશભાઇ, રાધાબેન, દેવકીબેનના બહેન, સંગીતાબેન, મીનાબેનના નણંદ, વિજયભાઇ, કમળાબેન, સ્વ. કિશોરભાઇ, સ્વ. પારસભાઇ, દીપેશભાઇના માસી, બંસીબેનના ફઇ તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-11-2024ના સાંજે 4થી 5 રામેશ્વર વાડી, માંડવી ખાતે.

ભચાઉ : મૂળ રાયસંગપરના રંજનબા કિરીટાસિંહ ઝાલા (ઉ.વ. 65) તે કિરીટાસિંહ દાદુભાના પત્ની, જાડેજા પોપટભા દેશરજી (ખેડોઈ)ના પુત્રી, સુરૂભા દાદુભાના પુત્રવધૂ, સ્વ. સુરૂભા તથા ભીખુભા (અંજાર)ના બહેન, જાડેજા ટિંકલબા ધર્મેન્દ્રાસિંહ (જામનગર), ત્રિપાલાસિંહ, વનરાજાસિંહના માતા, મંત્રદીપ, વીરદીપ, શક્તિ, જયદીપના દાદી, ભક્તિરાજાસિંહ, ક્રિશરાજાસિંહ, સેજલબાના નાની તા. 23-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 28-11-2024ના ગુરુવારે તથા ઉત્તરક્રિયા તા. 29-11-2024ના શનિવારે નિવાસસ્થાન દરબારગઢ, ભચાઉ ખાતે.

ભચાઉ : મૂળ મોટી હમીરપર (તા. રાપર)ના માયાબા હેતુભા વાઘેલા (ઉ.વ. 92) તે સ્વ. બળવંતાસિંહ હેતુભા વાઘેલા (પોલીસ જમાદાર)ના માતા, જયવીરાસિંહ, હરીશચન્દ્રાસિંહ, ધર્મેન્દ્રાસિંહ, દિગ્વિજયાસિંહ, રાજદીપાસિંહ, રોહિતાસિંહ, વિશ્વરાજાસિંહના દાદી, અજિતાસિંહ ખેંગારજી વાઘેલા, પદુમનાસિંહ ખેંગારજી વાઘેલાના ભાભુમા તા. 24-11-2024ના અવશાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 2-12-2024ના સોમવારે નિવાસસ્થાન ભચાઉ ખાતે.

ચકાર (તા. ભુજ) : ઇશ્વરભાઇ જખુભાઇ પરમાર (ઉ.વ. 65) તે નામલબેન જખુભાઇના પુત્ર, રતનબેનના પતિ, મોહનભાઇ, રાજેશભાઇ, કરશનભાઇ, અરવિંદભાઇ, ગૌરીબેન, શાંતાબેનના પિતા, બાબુભાઇ, વેલજીભાઇ, મનજીભાઇ, દેવીબેન પરબતભાઇ, હંસાબેન વેલજીભાઇ, ચંપાબેન જગદીશભાઇ, વાલીબેન રમેશભાઇ, લક્ષ્મીબેન ઘનશ્યામભાઇના ભાઇ, વેલજીભાઇ, રામજીભાઇ, કરશનભાઇ, સામતભાઇ, નરસિંહભાઇ, રમેશભાઇ, મૂળજીભાઇના ભત્રીજા, કરશનભાઇ દેવજીભાઇ સાગઠિયા (ગાંધીધામ-ગણેશનગર)ના બનેવી, વસંતભાઇ (અમદાવાદ), કાંતિભાઇ (વિજપાસર), અમૃતબેન, રમીલાબેન, હેમલતાબેન, લક્ષ્મીબેનના સસરા, રૂતિકા, જિજ્ઞા, અનુરાગ, કાવ્યા, જેહાન, અનન્ય, રણવીરના દાદા તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 27-11-2024ના બુધવારે તથા ઘડાઢોળ (પાણી) તા. 28-11- 2024ના ગુરુવારે સવારે નિવાસસ્થાન ચકાર ખાતે.

પદ્ધર (તા. ભુજ) : સામતભાઇ અરજણભાઇ ખ્ગુંલા (આહીર) (ઉ.વ. 75) તે સ્વ. નારણભાઇ, સ્વ. રાઘુભાઇ, બાબુભાઇ, સ્વ. યશવંતભાઇના મોટા ભાઇ, યોગેશ, લક્ષ્મીબેન વેલજીભાઇ કોઠિવાર (પદ્ધર), પ્રભાબેન હમીરભાઇ જરૂ (નિંગાળ), ગીતાબેન શંભુભાઇ ચાવડા (મૂળ કણઝરા હાલે પદ્ધર)ના પિતા, ભાવનાબેન યોગેશ (સરપંચ)ના સસરા, સ્વ. બિજલ બેચર ડાંગર (સુગારિયા)ના જમાઇ, સ્વ. જીવા માદેવા ડાંગર (સુગારિયા)ના ભાણેજ તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન પદ્ધર ખાતે.

નાની ખેડોઇ (તા. અંજાર) : જાડેજા ગુલાબબા (ઉ.વ. 87) તે સ્વ. જસુભા હેમતસિંહના પત્ની, છોટુભા, અરવિંદસિંહ, વીરેન્દ્રસિંહ જસુભા (પો. કોન્સ. એસ.આર.પી. ગ્રુપ, ઘંટેશ્વર-રાજકોટ)ના માતા, ભરતસિંહ, અનોપસિંહ (એસ.એસ.આઇ. આઇ.જી.પી. કચેરી-ભુજ), નીરૂભા, કિરીટસિંહ ફતેસિંહના કાકી તા. 22-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 22-11થી 28-11-2024 સુધી કેશરાણી સમાજવાડી, નાની ખેડોઇ ખાતે.

ભોપાવાંઢ (તા. મુંદરા) : ભોપા સાજણ ગગુ જામતર તે સ્વ. ભામુ, દેવા, લાખા, વરજગ, દેવીબેન વિસા, હાંસુબેન બુધા (મોસુણા હાલે ગણેશનગર), રાજુબેન રાણા (ઘોડાલખ હાલે ગઢશીશા)ના પિતા, વંકા, રણધીર, વિરમ, કાઉબેન કમલેશ (રતાડિયા), જસુબેન પાલા (દહીંસરા), લખીબેન વિનોદ (ગડા હાલે માધાપર), મઘીબેન ભાવેશ (મોસુણા હાલે ગણેશનગર), રાજુબેન કાના (ભુજોડી હાલે માધાપર), જસુના દાદા, ખગાર, કલ્પેશ, ખેતા, હાસુ, જીગુ ભામુ, ભીમાના નાના, સ્વ. પબા ગગુના ભાઈ, લાખા, વકાના કાકા,  સ્વ. રાણા જલા (કાલરવાંઢ હાલે આદિપુર), સ્વ. પાબીબેન વેલા (મખાણા), સ્વ. પાલીબેન સામત (સાયણ), ભાઉબેન રામા (ભોપાવાંઢ)ના બનેવી તા. 21-11-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા-આગરી તા. 28-11-2024ના ગુરુવારે અને પાણી (બારસ) તા. 29-11-2024ના શુક્રવારે નિવાસસ્થાન ભોપાવાંઢ ખાતે.

નિરોણા (તા. નખત્રાણા) : મીણાબેન પરબતભાઇ નંજાર (ઉ.વ. 70) તે સ્વ. પરબત જખુના પત્ની, સ્વ. કાનુબેન મેઘજી મસાણિયા, હીરુબેન નારણ પાયણ, લખીબેન દેવજી ઓઢાણા, લીલાબેન ખેતશી ભદ્રુ, મોહન પરબતના માતા, મૂરજી જખુ નંજારના ભાઇના પત્ની, નાનજી જખુ નંજાર, સ્વ. અરજણ જખુ નંજાર, નાથા જખુ નંજાર, સ્વ. હીરા મેઘા, કરશન મેઘા નંજાર, કાનજી લાખા નંજારના ભાભી, નકુલના દાદી તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 28-11-2024ના ગુરુવારે આગરી અને તા. 29-11-2024ના શુક્રવારે ઘડાઢોળ નિવાસસ્થાને.

સાંયરા-યક્ષ (તા. નખત્રાણા) : જેઠાબેન મહેશ્વરી ડુંગરખિયા (ઉ.વ. 60) તે સ્વ. મેઘજી બુધુભાઇના પત્ની, સ્વ. વાછિયાભાઇ, હમીરભાઇના ભાઇના પત્ની, જગદીશ, મંજુલાબેન વાલજી કોચરા (મોટા કપાયા), રમેશના માતા, સોનલબેન, પ્રજ્ઞાબેનના સાસુ, મૂળજીભાઇ (એસ.ટી. ડ્રાઇવર), હીરબાઇ રતનશી ધેડા (દેવપર-ગઢ), ખીમજી, મોહનભાઇ, મણિલાલના કાકી, મહેશ, અંકિતા, ઇશ્વર, કાવ્યાના દાદી, ગં.સ્વ. વાલબાઇ મેઘજી રામજી ફુલિયા (તરા-મંજલ)ના પુત્રી, ગંગાબેન હરજી સીજુ (સુંદરપુરી-ગાંધીધામ), સુમલબેન મેઘજી દનિચા (ભડલી), રતનબેન થાવરભાઇ ધુવા (ભુજ), માવજીભાઇ, નવીનભાઇ (તરા મંજલ)ના બહેન તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. પાણી તા. 25-11-2024ના સવારે તથા સાદડી નિવાસસ્થાન સાંયરા (યક્ષ) ખાતે.

વેરસલપર (તા. નખત્રાણા) : હાલે થાણા કાંતિલાલ ભીમજી દિવાણી (ઉ.વ. 67) તે સ્વ. હીરાબેન ભીમજી નથુના પુત્ર, રસીલાબેનના પતિ, સ્વ. મિતેષ, અલ્પાબેન, ગૌરવના પિતા, મયુરીબેન, હરિલાલ મનજી સંખાલાના સસરા, દાનિશના દાદા, સ્વ. નથુ કરસન વાસાણી  (મદનપુરા)ના જમાઈ તા. 24-11-2024ના અવસાપ પામ્યા છે. સાદડી તા. 26-11-2024ના સવારે 8.30થી 11 પાટીદાર સમાજવાડી, વેરસલપર ખાતે.

મનફરા (તા. ભચાઉ) : મૂળ બિહારના બિરેન્દ્રકુમાર સિંહ (ઉ.વ. 62) તે કિરણ, કુલવંતી, રીના પાલના પિતા, સતેન્દ્ર પાલ, સંજય પાલના સસરા તા. 22-11-2024ના અવસાન પામ્યા છે.

રાજકોટ : દિલસુખભાઇ જુગતરાઇ ત્રિવેદી (નિવૃત્ત મેનેજર, દેનાબેંક) તે ધર્મેન્દ્રના પિતા તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-11-2024ના સાંજે 4.30થી 5.30 સમ્રાટ એપાર્ટમેન્ટ, કોટેચા ચોક, જલારામ-1, સિસ્ટર નિવેદિતા સ્કૂલની સામે, યુનિવર્સિટી રોડના કોમન પ્લોટમાં. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang