• મંગળવાર, 23 જુલાઈ, 2024

અવસાન નોંધ

ભુજ : પૂના નિવાસી મૃદુલાબેન તુલસીદાસ બુદ્ધભટ્ટી (ઉ.વ. 78) તે તુલસીદાસ ઓધવજી બુદ્ધભટ્ટી (પૂર્વ પ્રિન્સિપાલ, એમ.એસ.વી. હાઇસ્કૂલ-માધાપર)ના પત્ની, અલ્પાબેન, પારસભાઇના માતા, સ્વ. ધીરજબેન ધારશી પરમારના પુત્રી, જયમીનકુમાર બારમેડા (જે.જે. જ્વેલર્સ-અમદાવાદ), માધવીના સાસુ, ધ્રુવિલના દાદી, રાજ, કશિશના નાની, સ્વ. પ્રફુલ્લભાઇ, ચિતરંજનભાઇ, ઘનશ્યામભાઇ, નીતિનભાઇ, જયાબેન, સ્વ. જ્યોતિબેનના બહેન, સ્વ. જ્યોત્સનાબેન, કમળાબેન, સુલોચનાબેન, પ્રભાબેનના નણંદ, ભાવના, ભાવેશ, બિમલ, ડેનિશ, કેતન, સીમા, નિર્દેશ, નીલમ, ધર્મેશ, હેન્સીના ફઇ તા. 9-7-2024ના પૂના ખાતે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : પારસ-77220 35239, અલ્પા-98245 46604.

ભુજ : ફકીરમામદ કરીમ સમા (ઉ.વ. 60) તે કાસમ કરીમ સમાના મોટા ભાઇ, અસલમ (મામુ), અબ્બાસના પિતા, સરફરાજ ત્રાયાના સસરા, હાસમ મામદ પઠાણના મામા તા. 10-7-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 12-7-2024ના શુક્રવારે સવારે 9થી 10 ભીડ ગેટ બહાર, સિતારા ચોક ખાતે.

ભુજ : મૂળ માંડવીના હાલે વર્ધમાનનગર-ભુજોડી કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિ અનિલભાઈ મહેતા (સી.એ.) (ઉ.વ. 85) તે સ્વ. ગૌરીબેન મોહનલાલ ભગવાનજી મહેતાના પુત્ર, રશ્મિબેન તથા સ્વ. કોકિલાબેનના પતિ, સ્વ. ભાવેશના પિતા, સ્વ. ધનલક્ષ્મીબેન રતિલાલ ખેતાલાલ મહેતા તથા સ્વ. હીરાબેન શાંતિલાલ મોતીલાલ મહેતાના જમાઈ, વિપીનભાઇ તથા શિરીષભાઈ (હાલે અમેરિકા)ના ભાઇ, નિર્મલાબેન, રમાબેનના દિયર, અલકા, સાધના, તેજસ અને સોનિયાના કાકા, પૂર્ણિમાબેન, રાજુભાઈ, પંકજભાઈ, ઉષાકાંતભાઈ, સ્વ. તરુણભાઈ, દીપકભાઈ, જયેશભાઈના બનેવી તા. 10-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-7-2024ના ગુરુવારે સાંજે 5થી 6 કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિ, ગોવાળ શેરી, વિમલ સ્ટેશનર્સની બાજુમાં, ભુજ ખાતે.

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી હેત્વી (ઉ.વ. 19) તે કલ્પનાબેન છગનભાઇ જેઠવાના પુત્રી, કાંતાબેન કાનજીભાઇ જેઠવાના પૌત્રી, આશા, હાર્વિ, દીપેશ, પાર્થ, કેવલ, જિગર, ભક્તિ, ભૂમિ, આજ્ઞાના બહેન, રમીલાબેન રતિલાલ ચૌહાણના દોહિત્રી, પ્રીતિબેન, ગીતાબેન, મનીષાબેન, પૂર્ણિમાબેન, રીનાબેનના ભાણેજી, રમેશભાઇ, સુરેશભાઇ, ચંદ્રિકાબેન (સિનુગ્રા), શાંતાબેન, ભારતીબેન (નાગલપર), ચંપાબેન (રેહા), વિજયાબેન (માધાપર)ના ભત્રીજી, ભાવનાબેન, લક્ષ્મીબેનના પૌત્રી તા. 10-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-7-2024ના સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી)?સમાજવાડી, અંજાર ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.

અંજાર : ગોસ્વામી શાંતાબેન ભગવાનગિરિ (ઉ.વ. 95) તે સ્વ. ભગવાનગિરિના પત્ની, સ્વ. મંગલગિરિ રેવાગિરિ, મણિબેન, સાકરબેનના બહેન, નટવરગિરિ (હરભોલે રોટીવાળા), સરસ્વતીબેન (અંજાર)ના માતા, નીતાબેન અને ચમનગિરિના સાસુ, વિજયગિરિ, હિતેષગિરિ, શીતલબેનના દાદી, દિવ્યાબેન, પૂજાબેન, સુમિતગિરિના દાદીસાસુ, નિર્મળા, હંસા, પ્રતિમા, જસવંત, ચેતનાના નાની, શારદા, ભગવતી, મહેશગિરિના માસી, પુષ્પા, હંસા, જયશ્રી, માયાના ફઇ, દ્રિજ, જીત, રોનકના પરદાદી, કાવ્યા, ક્રિશા, સાક્ષીના પરનાની તા. 10-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-7-2024ના શુક્રવારે સાંજે 4થી 5 ગોસ્વામી સમાજવાડી, અંજાર ખાતે. શંખઢોળ વિધિ તા. 22-7-2024ના સોમવારે નિવાસસ્થાન રોટરી નગર ખાતે.

અંજાર : મૂળ વિઠ્ઠલપુર (વિરમગામ-અમદાવાદ)ના કુ. રાજવીબા (ઉ.વ. 16) તે વનરાજાસિંહ રૂપાસિંહ સોલંકી (એ.એસ.આઈ-અંજાર)ના પુત્રી, સોલંકી નટવરાસિંહ માલાસિંહના પૌત્રી, સોલંકી ઇન્દુભા માલાસિંહ, જાડેજા હરાસિંહ (મઢુલી), સોલંકી પ્રદીપાસિંહ, સોલંકી રતનાસિંહ, સોલંકી રામભાના ભત્રીજી, વાઘેલા નીતિરાજાસિંહ, વાઘેલા પ્રીતિપાલાસિંહ, ઝાલા કુલદીપાસિંહના બહેન તા. 9-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-7-2024ના ગુરુવારે સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, અંજાર ખાતે.

અંજાર : હુઝુરમુખી રમજાનઅલી નૂરઅલી ખોજા (ખંભરા પ્રા. શાળા) (ઉ.વ. 73) તે મૂળ સિનુગ્રા હાલે અંજારના મુમતાજબેનના પતિ, મ. અબ્દુલભાઇ, ફતેહઅલી, અલ્લાઉદ્દીનના ભાઇ, મુનિરા, આલિયા, રેશ્મા, રફીકના પિતા, ડો. મોનિકા, ડો. સમ્શુદ્દીન, આદિલ, અયાજ, નુરફિજા, ખુશ્બૂના મોટાબાપા, શહેનાઝબેન અને હમીદાબેનના જેઠ, ડો. નાથાણી, હુસેનભાઇ, સલીમભાઇ (ના. મામલતદાર)ના સસરા, નિઝારભાઇ, સદરુદ્દીનભાઇ, સલીમભાઇના બનેવી, કામિલ, જેનિશા, લિયાના, નાયરાના નાનાબાપા, રિઝવાનભાઇ, નવરોજભાઇ, શેફાલીના મોટા સસરા તા. 10-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી (પ્રાર્થનાસભા) તા. 12-7-2024ના શુક્રવારે સાંજે 4થી 5 ખોજા જમાતખાના, કુંભાર ચોક, અંજાર ખાતે.

માંડવી : અર્જનભાઇ જેરામ જેઠવા (ઉ.વ. 76) તે સ્વ. લીલાબેન જેરામ જેઠવાના પુત્ર, સ્વ. ભગવતીબેનના પતિ, સ્વ. ધનજીભાઇ, પરસોત્તમભાઇ, ગંગાબેન, દમયંતીબેનના ભાઇ, જગદીશભાઇ, મિતેષભાઇ, માયાબેન, ચંદ્રિકાબેનના પિતા, વંદનાબેન, પરસોત્તમભાઇ, વિનોદભાઇના સસરા, દર્શન, દિક્ષીના દાદા, મોનિકા, હિરની, ચાંદ, ઉર્વશી, ધાર્મિકના નાના તા. 10-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-7-2024ના ગુરુવારે સાંજે 5થી 6 રામેશ્વર ખારવા સમાજવાડી ખાતે ભાઇઓ અને બહેનોની સાથે.

મુંદરા : ખત્રી અબ્દુલ શકુર દાઉદ મિયાંજીવાળા (કે.ડી. હેન્ડીક્રાફટ) (ઉ.વ. 49) તે  મ. મોહમ્મદ શફી, હાજી મોહમ્મદ ખાલીદ, મેમુનાબેન ગુલામ, હમીદાબેન ઈસ્માઈલ, નિયામાતબેન રફીક, ઉમ્મે હબીબાબેન ફરીદના ભાઈ, મોહમ્મદ ખલીલ, મોહમ્મદ શાકીરના કાકા તા. 9-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-7-2024ના શુક્રવારે સવારે 10.30થી 11.30 ખરોત દરગાહ કમ્પાઉન્ડ, મુંદરા ખાતે.

લોરિયા (તા. ભુજ) : હિરાબા કલજી જાડેજા (ઉ.વ. 92) તે મેરામણજી, કરણજી, મોડજી, બનેસિંહના માતા, નાથુસિંહ, રાણાજીના કાકી, પ્રતાપસિંહ, બળવંતસિંહ, લછમણસિંહ, નરપતસિંહ, હેમરાજસિંહ, ખેતુભા, તેજમાલજીના મોટીમા, રામસંગજી લાલજી, હકમજી લાલજીના ભાભી, હકુભા મેરામણજી, દિલીપસિંહ મેરામણજી, રાણુભા મેરામણજી, બાવજી, નરપતસિંહ કરણજી, નવલસિંહ કરણજી, બળવંતસિંહ મોડજી, રાજેન્દ્રસિંહ મોડજી, પૃથ્વીરાજસિંહ, વિક્રમસિંહના દાદી તા. 8-7-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 15-7-2024ના સોમવારે રાત્રે અને ઘડાઢોળ (બારસ) તા. 16-7-2024ના સવારે નિવાસસ્થાન લોરિયા (તા. ભુજ) ખાતે.

કેરા (તા. ભુજ) : ખલીફા મરિયાબાઇ (ઉ.વ. 85) તે મ. હારુન ઇશાક, અભલા ઇશાક, રહેમતુલ્લાહ ઇશાક, જકરિયા ઇશાક (રાજપર)ના બહેન, નૂરાની ઓસમાણ (અંજાર), નૂરાની અનવર હુસેન (માંડવી), લોઢિયા રજાક અલીમામદ (અંજાર)ના કાકી તા. 9-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-7-2024ના ગુરુવારે સવારે 10થી 11 ફૈઝાને મદરેસા, ગજોડ રોડ ખાતે.

કબરાઉ (તા. ભચાઉ) : સમજુબા (ઉ.વ. 78) તે ચતુરસિંહ વેલુભા જાડેજાના પત્ની, મહેન્દ્રસિંહના માતા, પૃથ્વીરાજસિંહ, ધ્રુવરાજસિંહના દાદી તા. 8-7-2024ના અવસાન પામ્યા છે.

નલિયા (તા. અબડાસા) : પુષ્કર્ણા બ્રાહ્મણ ગં.સ્વ. ભાગીરથીબેન (ઉ.વ. 92) તે સ્વ. શાંતિલાલના પત્ની, વાસુ હીરજી પ્રાગજીના પુત્રવધૂ, સ્વ. વલ્લભદાસ, સ્વ. નારણદાસ, સ્વ. રમણીકલાલના નાના ભાઈના પત્ની, સ્વ. હર્ષ રતનશી લખમીદાસ (ભુજ)ના પુત્રી, સ્વ. કેવડિયા કસ્તૂરબેન વિશનજી (નિરોણા)ના ભાભી, દિનેશભાઈ, કિશોરભાઈ, સ્વ. વ્રજલાલ (મુંબઈ), મધુસુદન, લાલજીભાઈ (ભુજ), ભૂપેન્દ્ર (મુંબઈ), ચંદુલાલ, જગદીશભાઈ, પ્રકાશભાઈ, તરુણભાઈ, રજનીકાંતના કાકી, સ્વ. જેન્તીલાલ, ચમનભાઈ, શાંતિલાલ, ઈશ્વરભાઈ (ભુજ)ના બહેન તા. 9-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-7-2024ના ગુરુવારે સાંજે 4થી પ રાજપૂત સમાજવાડી, છાડુરા નાકા પાસે.

નલિયા (તા. અબડાસા) : કુંભાર જુણસ મુસા (ઉ.વ. 53) તે ઇલિયાસ મુસા, સુલેમાન મુસાના ભાઇ, ઇભલા સિધિક, ઇશાક સિધિકના ભત્રીજા, જુસબ ઇભરાહિમના કાકાઇ ભાઇ તા. 9-7-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 11-7-2024ના ગુરુવારે સવારે 10 વાગ્યે પેનલછા પીર કમ્પાઉન્ડમાં.

વિંઝાણ (તા. અબડાસા) : કુંભાર હાસમ ઓસમાણ (ઉ.વ. 46) તે ઓસમાણ અભુભખર કુંભારના પુત્ર, અલીમામદના ભત્રીજા, અભુભખર, મામદ, સુલતાન, જુણસના મોટા ભાઇ, મ. હાજી દાઉદ (લાયજા)ના જમાઇ તા. 10-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-7-2024ના શનિવારે સવારે 10થી 11 કુંભાર મસ્જિદ, વિંઝાણ ખાતે.

મુંબઇ?: મૂળ મુંદરા-કચ્છના સુરેન્દ્ર ચોથાણી (પપ્પુ મસાલા) (ઉ.વ. 61) તે સ્વ. મણિબેન તથા સ્વ. વિશનજીભાઇના પુત્ર, સ્વ. નીતાબેનના પતિ, સ્વ. માવલના પિતા, સ્વ. અરવિંદ, સ્વ. રણજિત, સ્વ. અજિત, મહેન્દ્રભાઇ, કુસુમના ભાઇ, દક્ષાબેનના દિયર, હિનાબેનના જેઠ, કૌશિક, પ્રીતિ, કવિતા, પરિતા, ફોરમના કાકા, ટિના, જિજ્ઞેશના મામા, સ્વ. શાંતાબેન અને સ્વ. પદમશી ભીંડેના જમાઇ, નીલુ અને અંકિતના કાકાસસરા, કેતનના મામાસસરા તા. 9-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-7-2024ના સાંજે 4.30થી 6 ગૌપુરમ હોલ, મુલુંડ (વેસ્ટ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang