• મંગળવાર, 23 જુલાઈ, 2024

અવસાન નોંધ

અંજાર : સારસ્વત બ્રાહ્મણ ખરાશંકર પંડયા (ઉ.વ. 72) તે સ્વ. સામાબેન વેલજીભાઈ દેવરામભાઈ પંડયા (રતનેશ્વર)ના પુત્ર, ભગવતીબેનના પતિ, સ્વ. જશોદાબેન અમૃતલાલ લક્ષ્મીશંકર ધતુરિયા (ભુજ)ના જમાઈ, સ્વ. ભાગાબેન પરસોત્તમ ટેવાણી (બિટ્ટા વલાડિયા)ના દોહિત્ર, બીનાબેન, ઉમંગ પંડયાના પિતા, હરીશભાઈ (આશાપુરા ધામ, સાપેડા), કસ્તુરબેન જેન્તીલાલ પાંધી (અમદાવાદ), ગં.સ્વ. પુષ્પાબેન હરજીવન સોનપાર (ખાવડા)ના ભાઈ, નીતાબેન દેવેન્દ્રભાઈ ચઠમંધરા (નેત્રા), અલકાબેન સંજયભાઈ ટેવાણી (માંડવી), જયેશભાઇ, મહારાજ ગુંજનભાઈ પંડયાના કાકા, રાજેશભાઈ (માનકૂવા), વિનલબેનના સસરા, પૂજાબેન, રીમ્પલબેનના કાકા સસરા, પ્રત્યુષાના દાદા, પ્રિયાબેન પાર્થ શિવ (ભુજ), પરીનના નાના, સ્વ. ભવાનીશંકર, સ્વ. મૂળશંકર, સ્વ. નવીનચંદ્ર, સ્વ. કનૈયાલાલ, સ્વ. દિનેશચંદ્ર, ગં.સ્વ. હસતાબેન મોહનલાલ ટેવાણી (ભુજ), ગં.સ્વ. વસંતબેન શંભુલાલ ટેવાણી (માધાપર)ના બનેવી, ગિરીશભાઈ, સુધીરભાઈ, જિજ્ઞેશ, જિગર, મનીષા, વૈશાલી, નીશાના મામા તા. 6-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-7-2024ના સોમવારે સાંજે 4થી 5 ભાઈ-બહેનો માટે સારસ્વત સમાજવાડી, વાગડિયા ચોક રોડ, રામ ઓટા પાસે.

માંડવી : ગં.સ્વ. ગોસ્વામી રતનબાઈ શંકરગર (કલ્યાણેશ્વરવાળા) (ઉ.વ. 89) તે સ્વ. ગો. શંકરગર નૈનગરના પત્ની, સ્વ. નૈનગર શિવગરના પુત્રવધૂ, સ્વ. ગો. ઉમેદપુરી લક્ષ્મણપુરી (ડુમરા)ના પુત્રી, સ્વ. ગો. રતનગર, જેન્તીગર, સ્વ. નવીનગર, સ્વ. મીઠાબાઈ, લક્ષ્મીબેન, સ્વ. ઝવેરબેન (માનકૂવા), ગં.સ્વ. હંસાબેન (જામનગર)ના ભાભી,  ગં.સ્વ. નાનબાઈ, ગો. રંજનબેનના જેઠાણી, ઈશ્વરગર (બાલુ), રામગર, નીતિનગર, ચંદ્રેશગર (ચંદુ), દિનેશગર, રમીલાબેન (નાની ખાખર), જયશ્રીબેન (ભુજ)ના માતા, વિમળાબેન, સ્વ. જયાબેન, ગવરીબેન, જિજ્ઞાબેન, નરાસિંહગર (નાની ખાખર), આનંદગર (ભુજ)ના સાસુ, સ્વ. શંકરપુરી, સ્વ. લાલપુરી, સ્વ. ખીમપુરી, છગનપુરી, ગુલાબપુરી, ધનબાઈ (બબીબાઈ), લીલાવંતીબેનના બહેન, ગો. આશિષ, હિતેષ, બ્રિજેશ, અનિલ, હર્ષ, રાજ, હર્ષિલ, રીના, મનીષા, રિંકલના દાદી, નિયાના પરદાદી, વિધિબેનના દાદીસાસુ, ભાવિક, ત્રિલોક, હિના, છાયા, નિરાલીના મોટીમા, ગં.સ્વ. લીલાવંતીબેન, ગં.સ્વ. પુષ્પાબેન, મહેન્દ્રગર (ભીખુ)ના કાકી, વિપુલ, ગિરીશ, નિશા, દિવ્યાના નાની તા. 5-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-7-2024 સોમવારે સાંજે 5થી 6 સારસ્વતમ વાડી, આશાપુરા મંદિરની બાજુમાં, માંડવી ખાતે.

માંડવી : પ્રવીણ શાંતિલાલ ઉમરાણિયા (ઉ.વ. 70) તે રમાબેનના પતિ, સ્વ. હસ્તાગૌરી શાંતિલાલ ઉમરાણિયાના પુત્ર, ભાવેશ, લીના, બીનાના પિતા, રંજન, લાલજીભાઇ (માધાપર), ચંદ્રેશભાઇ (આદિપુર)ના સસરા, દિલીપ, વિજય, ધનલક્ષ્મી, ભાનુ, ભારતી, જયશ્રી, જ્યોતિના ભાઇ, ટીશા, નેહા, સહદેવના દાદા, સાહિલ, ચિરાગ, ફાલ્ગુની, શિવાંગીના મોટાબાપા, હંસા, મીનાક્ષીના જેઠ, હર્ષિતાના મોટા સસરા તા. 6-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-7-2024ના સાંજે 4થી 5 સત્સંગ આશ્રમ, માંડવી ખાતે.

કુકમા (તા. ભુજ) : મૂળ ચંદિયાના આહીર (મેતા) ડાયાભાઇ કાનજીભાઇ (ઉ.વ. 73) તે વેલજીભાઇ, ધનજીભાઇ, નારણભાઇ, સ્વ. છગનભાઇ, સામજીભાઇના ભાઇ તા. 5-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું સામજી કાનજી મેતાના નિવાસસ્થાન ગોકુલધામ સોસાયટી (પાધેડું), કુકમા ખાતે.

વટાછડ (તા. ભુજ) : નોતિયાર હલીમાબાઇ અલીમામદ (ઉ.વ. 90) તે જુસબ અલીમામદના માતા, દાઉદ ઉમર, હાસમ અલાનાના સાસુ તા. 5-7-2024ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 6, 7, 8-7-2024 શનિ, રવિ, સોમ હાસમ ઉમરના નિવાસસ્થાને વટાછડ ખાતે.

લોડાઇ (તા. ભુજ) : ચાવડા વેરશી હાસમ (કોલી) (ઉ.વ. 50) તે વાલીબેનના પતિ, રમજુ હાસમ, જખુભાઈ, ભુરાભાઇ, બાબુભાઇ, ભીમાભાઈના ભાઈ, જોમાબેન, અમીનાબેન, સારુબેન, કંકુબેનના પિતા, કાનજી, હરિ, રમેશ અને ભરતના મોટાબાપા, માવજી, હીરજીભાઈના કાકા, કરશનભાઇ, માવજીભાઈ, હરિભાઈ, શંકરભાઇના સસરા, નરશી, સભી, જયશ્રી, ભાવિક, દિનેશના નાના, સુનીલ, આશિષ, અહેમ, મહાવીરના દાદા તા. 6-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન નિલપર કોલીવાસ, લોડાઇ ખાતે.

સુખપર (તા. ભુજ) : નોતિયાર ઇસ્માઇલ જુબસ (ઉ.વ. 67) તે મ. જુસબ અલીમામદના પુત્ર, મ. નોતિયાર હાસમ મીઠુ, મ. આમદ મીઠુ, નોતિયાર મામદ મીઠુના ભાઇ, નોતિયાર જુમા ઉમર (નાગિયારી)ના મામા તા. 5-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-7-2024ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન જૂનાવાસ, મોચીરાઇ રોડ, સુખપર ખાતે.

બાગ (તા. માંડવી) : પ્રભાબેન (ઉ.વ. 57) તે સ્વ. દયારામના પત્ની, સ્વ. મણિબેન કાકુભાઇ જીવરામ નાગુના પુત્રવધૂ, હિંમત, મનીષ તથા નયનાબેનના માતા, નિલ્પાબેન, મિતલબેન અને મુકેશકુમાર મોહનલાલ મોતાના સાસુ, ચત્રભુજ, સ્વ. લક્ષ્મીદાસના નાના ભાઈના પત્ની, દામજી, ગૌરીશંકર, કાન્તિલાલ, રાધાબેન શંભુલાલ નાકર (બાગ), નિર્મળાબેન દયારામ વ્યાસ (ગુંદિયાળી)ના ભાભી, ભાનુબેન, દેવકાબેનના દેરાણી, ગોદાવરીબેન, જ્યોત્સનાબેન, દીનાબેનના જેઠાણી, હેત, મીશ્વ, હિર, જિયાંશના દાદી, હર્ષ, મંથનના નાની, પરેશ, જેન્તી, ભરત, રાજેશ, ચંદ્રકાન્ત, દિનેશ, સચિન, જિગર, સાગર, કરણના કાકી, સ્વ. શિવજી, સ્વ. કરસનજી, સ્વ. વેલજીના ભત્રીજા વહુ, સ્વ. લક્ષ્મીબેન ધનજી કલ્યાણજી મોતા (મસ્કા)ના પુત્રી, વેલજી, ગં.સ્વ. મંજુલાબેન અરાવિંદભાઈ, ગં.સ્વ. ભાનુબેન શંકરજી, ભારતીબેન રાજેશભાઈ, પ્રેમિલાબેન બાબુલાલ, પુષ્પાબેન નારણજી, નીતાબેન કાન્તિલાલ નાગુના બહેન, રંજનબેનના નણંદ, શિવ, મિતલ, નિમિત્તના ફઈ, શીતલબેન, શિલ્પાબેનના ફઇ સાસુ તા. 5-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-7-2024ના સોમવારે બપોરે 3થી 5 બાગ રાજગોર સમાજવાડી મધ્યે.

ભેરૈયા (તા. માંડવી) : મૂળ વાંઢના જુણેજા જલુબાઇ ઇસ્માઇલ (ઉ.વ. 77) તે મ. ઇસ્માઇલ તાલબના પત્ની, આમદ, હુશેન, નૂરૂમામદ, કુલસુમના માતા, તુરક, ફકીરમામદ, સાલેમામદના બહેન, જુણેજા ફકીરમામદ હાજી (ભુજ)ના સાસુ તા. 4-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-7-2024ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ભેરૈયા ખાતે.

મોટા આસંબિયા (તા. માંડવી) : ચવાણ હુસેનઅલી અ.સતાર (ઉ.વ. 6) તે ચવાણ અ.સતાર ઇલિયાસના પુત્ર, ઇલિયાસ હાજીના પૌત્ર, રજાક ઇલિયાસના ભત્રીજા, ગની અબ્દુલા (નાના આસંબિયા)ના દોહિત્ર તા. 5-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-7-2024ના સોમવારે સવારે 10થી 11 મોટા આસંબિયા જમતાખાના ખાતે.

તેરા (તા. અબડાસા) : ભટ્ટી હવાબાઇ ઇસ્માઇલ (ઉ.વ. 90) તે ભટ્ટી ઇશાક ઇસ્માઇલ, અયુબ, આદમના માતા તા. 6-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-7- 2024ના સોમવારે સવારે 10થી 11 ખત્રી જમાતખાના, તેરા ખાતે.

બેરા (તા. અબડાસા) : સંગાર એહમદરઝા રઝાક (ઉ.વ. 8) તા. 5-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-7-2024ના સોમવારે સવારે 10 વાગ્યે બેરા મસ્જિદ ખાતે.

કોઠારા (તા. અબડાસા) : સુમરા ઇભલા સિધિક (ઉ.વ. 70) તે મેમુનાબાઇના પિતા, મેરીન, અંજુમ, સનાના નાના, સુમરા રમજુ ઓસમાણ (વલ્લભનગર-માંડવી)ના સસરા તા. 6-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-7-2024ના સોમવારે સવારે 10 વાગ્યે માનપુરા મસ્જિદ ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang