ભુજ, તા. 10 : સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા
અંતર્ગત મુસ્લિમ એજ્યુકેશન શાળા ખાતે જિલ્લાકક્ષાની બોક્સિંગ સ્પર્ધાનું આયોજન કરાયું
હતું. આ સ્પર્ધામાં યસ શાળા, ભુજના
વિદ્યાર્થીઓએ સુંદર પ્રદર્શન કરીને વિવિધ મેડલ પોતાનાં નામે કર્યા છે. યસ શાળાના રેહાન
શકુર લુહારે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. ઉપરાંત શાળાના અન્ય વિદ્યાર્થીઓ કીચા સોયબ,
મણકા મારસદ, સુમરા રેહાન અને જત રિઝવાને સિલ્વર
મેડલ હાંસિલ કર્યા છે. શાળાના બોક્સિંગ કોચ મોહમ્મદ સૈફ સુમરાએ માર્ગદર્શન આપ્યું હતું.
શાળાના ચેરમેન મોહમ્મદ અસલમ સમા તથા પ્રિન્સિપાલ અમરીનબેન નોતિયારે ખેલાડીઓને અને કોચને
બિરદાવ્યા હતા.