કોલંબો, તા. 10 : ટીમ ઇન્ડિયાના ચાઇનામેન સ્પિનર
કુલદીપ યાદવે અભ્યાસ મેચના બીજા દાવમાં બોલિંગથી દૂર રાખવામાં આવ્યો હતો. આથી તેની
ફિટનેસ પર સવાલ સર્જાયા છે. આ મામલે નવા સ્પિન બોલિંગ કોચ સાઇરાજ બહુતુલેએ સ્પષ્ટતા કરી કે કુલદીપ મેચમાં 18 ઓવર ફેંકી ચૂક્યો હતો. આથી
અમે રેસ્ટ આપવાનો નિર્ણય લીધો હતો. ફક્ત સાવધાની ખાતરની આ રણનીતિ હતી. બ્રેક બાદ તેની
બોલિંગ કેવી રહે છે તે નેટમાં ખબર પડશે. જો કે એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે કુલદીપ
યાદવની થોડું સ્નાયુની ઇજાનું દર્દ હતું. આથી તેને બોલિંગ મોરચેથી દૂર રખાયો હતો.