નવી દિલ્હી, તા. 10 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ ગલાસગો કોમનવેલ્થ ગેમ્સમાં રજત ચંદ્રક જીતનાર મહિલા મુક્કેબાજ લવલીના
બોરગોહનની પ્રશંસા કરી હતી. લવલીનાએ ગ્લાસગોની એક હોટેલમાં ભારતના અધૂરા નકશા પર આપત્તિ
વ્યક્તિ કરી હતી. રવિવાર વડાપ્રધાન મોદી કોમનવેલ્થ ગેમ્સના વિજેતા ખેલાડીઓને મળ્યા
હતા. ત્યારે મોદીએ લવલીનાને પૂછયું કે એ હોટેલવાળા સાથે શું થયું હતું. ત્યારે લવલીનાએ કહ્યું અમે જીતની ઉજવણી કરી રહ્યા હતા, પણ આપણા દેશના અધૂરા નકશાને જોઇને મને ગુસ્સો
આવ્યો હતો. મેં તેમને શાંતિથી ભુલ સમજાવી હવે તેમણે ફેરફાર કર્યો છે.