• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

અવસાન નોંધ

ભુજ : રાજગોર ભાવિક મહેન્દ્ર શંકરજી બોડા (ઉ.વ. 46) તે વંદનાબેનના પતિ, મિહિર, સૌમ્યાના પિતા, સ્વ. ધનલક્ષ્મીબેન મહેન્દ્રના પુત્ર, શંભુના ભાઇ, ઉમાબેન શંકરલાલ ઝાલા (માંડવી)ના જમાઇ, કપિલના બનેવી તા. 9-8-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 10-8-2026ના સોમવારે સવારે 8 વાગ્યે નિવાસસ્થાન સરપટ નાકા બહાર, નાગનાથ મંદિર પાસેથી નીકળીને શાંતિનગર રાજગોર અંતિમધામ જશે.

ભુજ (મુંદરા) : મુંબઈ-હાલે મુંદરા નિવાસી મારૂ કંસારા સોની હરીશભાઈ ગંગારામ કંસારા (છત્રાળા) (ઉ.વ. 85) તે સ્વ. ઇન્દિરાબેનના પતિ, સ્વ. ગંગારામ માવજી અને લક્ષ્મીબેનના પુત્ર, સંજય (મુંબઈ), ઉમેશ (ઓટો સેન્ટર મુંદરા), અનીતા ભાવિન કંસારા, શીતલ નીલેશ બગાના પિતા, મીતા અને ક્રિટાના સસરા, પ્રિયંકા દર્શિલ પટેલ, શિવાનીના દાદા, જગદીશભાઈ, સ્વ. દિનેશભાઈ, સ્વ. નવીનભાઈ, ભારતી હરીશ્ચંદ્ર બુદ્ધભટ્ટીના મોટા ભાઈ, સ્વ. પુરુષોત્તમ ઠાકરશી અને વેલુબેનના જમાઈ, સ્વ. નિર્મળાબેન નૌત્તમભાઈ સોની (બગ્ગા), મહેશ ઠાકરશી બારમેડાના બનેવી તા. 8-8-2026ના અવસાન પામ્યા છે. સમસ્ત છત્રાળા અને બારમેડા બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-8-2026ના સોમવારે સાંજે 5થી 6 ગ્રાઉન્ડ ફ્લોર, વી.બી.સી. નૂતન સેવા સંકુલ, ફાયર સ્ટેશનની સામે, આર.ટી.ઓ. સર્કલ, સ્મૃતિવન નજીક, ભુજ-માધાપર હાઇવે, ભુજ ખાતે.

ભુજ : મૂળ દેવપર ગઢના સાટી જુમા ભચુ ઉર્ફે ફકીરમામદ તે સાટી બાબુ ઉમર, સાટી મ. દાઉદ ઉમરના ભત્રીજા, સાટી હાજી ઇશાક (મોથાળા)ના જમાઇ, અજિત, ઇમરાન, અલ્તાફ, હુશેન, ઇબ્રાહિમના ભાઇ, રફીક અને ઇરફાનના બનેવી તા. 9-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-8-2026ના મંગળવારે સવારે 9થી 10 નિવાસસ્થાને કેમ્પ એરિયા, એકતા ગલી, ભુજ ખાતે.

અંજાર : વિજયભાઈ ઈશ્વરદાસ શર્મા (ઉ.વ. 67) તે  શોભાબેનના પતિ, સ્વ. આજ્ઞાબેન ઈશ્વરદાસ શર્માના પુત્ર, સ્વ. માલનદેવી કુંદનલાલ પરાશરના જમાઈ, અશોકભાઈ ઈશ્વરદાસ શર્મા, ગં.સ્વ. કિરણબેન ગિરધારીલાલ શર્મા, સ્વ. ઉષાબેન જુગલ શર્મા, સ્વ. મીનાબેન સંજય શર્મા, સરોજબેન સુનીલ ભાર્ગવ, રેખાબેન શશીભૂષણ શર્માના ભાઈ, સ્વ. ચંચલબેન અશોકભાઈ શર્માના દિયર, બ્રિજ, સુમિત, રાહુલના પિતા, વિરેન, દીપક, કુલદીપના કાકા, આરતિબેન બ્રિજભાઈના સસરા, આસ્થા, સાંચ, જય, અંગદના દાદા તા. 7-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-8-2026ના સોમવારે સાંજે 5થી 6 ભાટિયા મહાજનવાડી, ટાઉનહોલ પાસે, અંજાર ખાતે.

અંજાર : ભચીબાઇ ગની જત (ઉ.વ. 85) તે મ. ગની આમદના પત્ની, જત જુસબ (એસ.ટી. કંડકટર)ના માતા, જત દાઉદ ઇબ્રાહિમ (ફોરેસ્ટ)ના કાકી, દાઉદ કારા જત, ઈસબ કારા જત, મામદ કારા જતના બહેન તા. 8-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-8-2026ના મંગળવારે સવારે 10.30થી 11.30 કુંભાર જમાતખાના, ગજુમિયા માતામ પાસે, અંજાર ખાતે.

નવા અંજાર : આલમશા મલુકશા અંજારિયા (ઉ.વ. 51) તા. 8-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-8-2026ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાને એકતા નગર, નવા અંજાર ખાતે.

નખત્રાણા : હાલે સુરત કડવા પાટીદાર નાનજીભાઇ અરજણભાઇ વાસાણી (ઉ.વ. 69) તે લક્ષ્મીબેનના પતિ, તુલસીભાઇ, હિતેષભાઇ, રસીલાબેન (બદલાપુર)ના પિતા, મોહનભાઇ, જયંતીભાઇ, ડાયાભાઇના ભાઇ તા. 7-8-2026ના સુરત ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 10-8-2026ના સોમવારે બપોરે 3.30થી 5 કચ્છ કડવા પાટીદાર સમાજવાડી, પશ્ચિમ વિભાગ, જૂનાવાસ ખાતે.

પદ્ધર (તા. ભુજ) : પ્રેમ ગોવિંદભાઇ ડાંગર (ઉ.વ. 21) તે ભાણાભાઇ ડાંગર (પૂર્વ ઉપપ્રમુખ, કચ્છ મચ્છોયા આહીર સમાજ)ના પૌત્ર, ગોવિંદભાઇના પુત્ર, શૈલેશભાઇના ભત્રીજા તા. 8-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન પદ્ધર ખાતે.

માધાપર (તા. ભુજ) : જુણેજા સિધિક જુસબ (ઉ.વ. 75) તે મ. અબ્દુલ તથા આમદના પિતા, જુણેજા ઉમર જુસબના મોટા ભાઇ, સલીમ અબ્દુલ્લા, અદ્રેમાન સમેજા (મોટા આસંબિયા)ના સસરા, જુણેજા જાનમામદ, જુણેજા ઉમર, નોડે અબ્દુલ્લા ઇસ્માઇલ, નોડે સાલેમામદના બનેવી, જુણેજા આદમ ઇબ્રાહિમ (દહીંસરા)ના વેવાઇ, જુણેજા હાજી કાસમ ઇબ્રાહિમના સાળા, રજાક ઉમર (બેરાજા)ના મામા, નોડે અભુના મામા તા. 9-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-8-2026ના મંગળવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, માધાપર ખાતે.

સામત્રા (તા. ભુજ) : મનોજ (મયૂર) ખમુભાઈ માંગલિયા (ઉ.વ. 29) તે સેજબાઈ ખમુભાઈ આતુના પુત્ર, ખીમઈબાઈ આતુ સલુના પૌત્ર, ચૂનીલાલ, પેથાલાલ, પૂનમચંદ, લાલજી, નારાણ, ભાચીબાઈ (દેવપર-ગઢ)ના ભત્રીજા, અરજણ, નરશી, ખેતશી, કાન્તાબેન રમેશ (દરશડી), કેસરબેન રમેશ (દેવપર-ગઢ), ઝવેરબેન ધનસુખ (નારાયણ સરોવર), વેરશી, ઈશ્વર, બાબુલાલ, પ્રમોદ, કિશોર, ધર્મેશ, સુનીલ, ચેતન, નીલેશ, નીતિનના ભાઈ તા. 08-08-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને ગણેશ મંદિર પાસે, સામત્રા ખાતે.

ટપ્પર (તા. અંજાર) : લક્ષ્મીબેન કરશનભાઇ ચાવડા (ઉ.વ. 65) તે કરશન માદેવાભાઇ ચાવડાના પત્ની, ભરતભાઇ, દીપેશભાઇના માતા, પાર્વતીબેન, જયશ્રીબેનના સાસુ, દર્શન, એન્જલ, ઉત્તમના દાદી, સ્વ. ધીરજભાઇ, સ્વ. મોહનભાઇ, ચંદુભાઇના બહેન તા. 9-8-2026ના અવસાન પામ્યા છે.

આંબાપર (તા. અંજાર) : માદેવાભાઇ નગાભાઈ ખાટરિયા (ઉ.વ. 100) તે કરશનભાઇ (મંત્રી, કચ્છ મચ્છોયા આહીર સમાજ), દાનાભાઈ, સવાભાઈ, ખીમજીભાઈ (નિહાલ પ્રોજેક્ટ અંજાર)ના પિતા, સવાભાઇ, સ્વ. અરજણભાઇ, ખીમજીભાઈના કાકા, ધનજીભાઈ, રાજેશભાઈ, હરિભાઈ, માવજીભાઈ, ગાવિંદભાઈ, મયૂરભાઇ, મેહુલભાઈના દાદા તા. 8-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન આંબાપર (તા. અંજાર) ખાતે.

રામપર-વેકરા (તા. માંડવી) : ચૂડાસમા મામદ ફકીરમામદ (ઉ.વ. 56) તે મ. ઇસ્માઇલ ઇશાના ભાણેજ, ચવાણ સિધિક, નૂરમામદ, રજાક, જેબુનિશા, ફાતેમા, હવાબાઇના ભાઇ, સમેજા ગની, હુશેન, મામદ, હકીમ, રહીમાના બનેવી, નુતિયાર નૂરમામદ ઇબ્રાહિમ, મ. ચવાણ આમદ બાવલાના સાળા તા. 9-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-8-2026ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન મફતનગર, વેકરા ખાતે.

ધ્રબ (તા. મુંદરા) : તુર્ક મામદ ઇબ્રાહિમ આમરવાલા (ઉ.વ. 82) તે ઇબ્રાહિમ (અકબર)ના પિતા, અબ્દુલરઝાકના દાદા, હાજી હુશેન હાજી કાસમ, હાજી અ.કરીમના બનેવી, હાજી ગની અલીમામદ (કંધોળવાળા)ના સસરા તા. 9-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-8-2026ના બુધવારે સવારે 11થી 12 તુર્ક જમાતખાના, ધ્રબ ખાતે.

કોટડા રોહા (તા. નખત્રાણા) : મંગલ ચાપશીભાઈ માતંગ (ઉ.વ. 36) તે સ્વ. કુંવરબાઇ ખજૂરિયા માતંગ (લાલણ)ના પૌત્ર, જુમાબેન ચાપશીભાઈ માતંગના પુત્ર, વાલબાઈ ધનજીભાઈ માતંગ, સ્વ. કુંવરબેન મેઘજી માતંગના ભત્રીજા, મેઘજી વિશ્રામ એડિયા, સુમાર વિશ્રામ એડિયા (ગાંધીધામ)ના ભાણેજ, સ્વ. દિનેશ, લાલજી, દામજી, ગાવિંદ, સંજય, વિશાલ, કોમલ, કમલેશ, દિનેશ, રતનબાઈ નારાણ મારાજ, દમયંતીબેન મેઘજીભાઈ સોધમ, દક્ષાબેન નીલેશભાઈ મારાજ, મનોજ, જગદીશ, વિજય, વિક્રમ, ડિમ્પલના ભાઈ, સુરેશ, કૌશલ્યા, લીના, મિતેષના મામા તા. 9-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂરી થઈ ગઇ છે.

મોટા કરોડિયા (તા. અબડાસા) : કાનજીભાઈ જીવરાજભાઈ ગઢવી (જોગાણી) (ઉ.વ. 60) તે ભીમશીભાઈ, સ્વ. રણમલ, ગોરબાઈ, માલબાઈના ભાઈ તા. 9-8-20026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને તેમજ ધાર્મિકક્રિયા (પાણી) તા. 20-8-2026ના ગુરુવારે.

Panchang

dd