• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

અવસાન નોંધ

ભુજ : અ.સૌ. ચંદ્રિકાબેન ડુડિયા (ઉ.વ. 70) તે છગનભાઈના પત્ની, સ્વ. ડાહીબેન ભવાનભાઈ ડુડિયાના પુત્રવધૂ, સ્વ. લક્ષ્મીબેન નારાણભાઈ રાઠોડના પુત્રી, વિરલજયશ્રીબેન (શાળા નં. 7), બિમલના માતા, સ્વ. મનુભાઈના નાનાભાઈના વહુ, દિનેશભાઇના ભાભી, ગં.સ્વ. ભાનુબેન મનુભાઈ ડુડિયાના દેરાણી, સ્વ. નીતાબેન દિનેશભાઇ ડુડિયાના જેઠાણી, મણિબેન ગોપાલભાઈ ગોહિલ, લક્ષ્મીબેન ખીમજીભાઈ ગોહિલ, કાંતાબેન પ્રકાશભાઈ ગોહિલ, અલ્પાબેન દીપકભાઈ રામાણી, ગં.સ્વ. અનસુયાબેન શંભુભાઈ પરમારના ભાભી, ભારતીબેન જિતેન્દ્રભાઈ રાઠોડ, મનીષાબેન મહેશભાઈ પરમાર, અંકિત, મીતકુમાર, સ્વ. મોહિત, પ્રતીક, સ્વ. જાનકીના કાકી, ચૈતન્યભાઈ આર્ય (શિવનગર શાળા નં. 24), ભાવિકાબેન, હીનાબેનના સાસુ, દીપ્તિબેન, શિવાંગીબેન, ખુશ્બૂબેન, કાજલબેનના કાકીજી સાસુ, હંસિકા, જીલ્સી, ઓમ, ક્રિષી, પર્વમ, રુદ્રાક્ષ, રુદ્ર, યુગ, દુર્વાના દાદી, શિવાંગી, વૈભવ, પૂજા, હર્ષ, સાન્વી, પરીના નાની, સ્વ. રાઠોડ જેન્તીભાઈ, કાંતિભાઈ (સત્યવિજય રેસ્ટોરેન્ટ), ભરતભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. પ્રવીણભાઈ, નિર્મળાબેન પ્રવીણભાઈ ચૌહાણ, ગં.સ્વ. નર્મદાબેન રામજીભાઈ પઢિયારના નાના બહેન, ગં.સ્વ. સીતાબેન, પ્રેમિલાબેન, લીલાવંતીબેન, ભાવનાબેન, ગં.સ્વ. જનકબેનના નણંદ તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-8-2026ના શનિવારે સાંજે 5થી 6 બિલેશ્વર મહાદેવ મંદિર, વી. ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : નવીનભાઇ (ઉ.વ. 74) તે સ્વ. નર્મદાબેન અમ્રતલાલ જોષીના પુત્ર, સ્વ. ભગવતીબેન ભદ્રેશભાઇ પંડયા, જસવંતભાઇ, જયશ્રીબેન કિરીટભાઇ વ્યાસ (મુંદરા)ના ભાઇ, નીતાબેનના જેઠ, ભદ્રેશભાઇ, કિરીટભાઇના સાળા, દર્શન, ભાવિક, રીના, ઓમના મોટાબાપુ, હર્ષાબેન રાજેશભાઇ વ્યાસ, નિતલબેન વિનુભાઇ જોષી, નેહલબેન જયપ્રકાશ ત્રિપાઠી, ઉમંગ, અંકિત, ગૌતમના મામા તા. 7-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-8-2026ના સોમવારે સાંજે 5થી 6 બિલેશ્વર મહાદેવ મંદિર, વી. ડી. હાઇસ્કૂલની સામે, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : જયંતીલાલ મગનલાલ બળગા (ઉ.વ. 37) તે ભીમજીભાઇ બળગાના પૌત્ર, લધારામ રોલા (રામપર-વેકરા)ના દોહિત્ર, કાંતાબેન ભાણજી બુચિયા, રાજુબેન પ્રેમજીભાઇ જેપાર (વરમસેડા)ના ભાઇ તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. નિવાસસ્થાન : જૂની રાવલવાડી, ભુજ.

ભુજ : કંચનબેન હરિલાલ પરમાર (ભાવસાર) (ઉ.વ. 84) તે સ્વ. હરિલાલ ખીમજી પરમારના પત્ની, જિજ્ઞેશ (ભંડાર શાખા-એસ.ટી.-ભુજ), નીનાબેન, માધવીબેન, દતાબેન, મોનાબેનના માતા, દીપા, અમૃતલાલ, સ્વ. મનીષભાઈ, ભરતભાઈ, જિતેન્દ્રભાઈના સાસુ, હિતેષીના દાદી, અભિષેક ઠક્કરના દાદીસાસુ, સ્વ. તુલસીદાસ રાઘવજી ભટ્ટીના પુત્રી, સ્વ. જયકિશન, અજય (જીઈબી), નીલેશ (જીઈબી), વિમલના કાકી, બીનાબેન, રાખીબેનના કાકીસાસુ, ગં.સ્વ. નર્મદાબેન જેઠાલાલ જોષીના વેવાણ તા. 7-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-8-2026ના સાંજે 5થી 6 નવી લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઈસ્કૂલની બાજુમાં (પવાણી હોલ), ભુજ ખાતે.

ભુજ : અમીના તાલબ સમા (ઉ.વ. 66) તે સ્વ. અલાના તથા અમીરહુશેનના માતા, અદ્રેમાન, ગફુર, વાહેદના બહેન તા. 7-8-2026ના અવસાન પામ્યા છે. તાજિયત ત્રણ દિવસ નિવાસસ્થાન સરપટ નાકા બહાર, સમાવાસ, ભુજ ખાતે.

અંજાર : મારૂ કંસારા સોની હરિલાલભાઇ વીશાપરમાર (ઉ.વ. 76) (મનફરાવાળા) તે સોની સ્વ. ગોદાવરીબેન લખમશીભાઇ દેવશીભાઇના પુત્ર, સ્મિતાબેનના પતિ, હેમલભાઇ, અંકિતભાઇ, માનસીબેનના પિતા, સોનમબેન, હેધરબેનના સસરા, ઇશાન, ફિઓરાના દાદા, સ્વ. પરસોત્તમભાઇ, સ્વ. કેશવલાલભાઇ, સ્વ. રામદાસભાઇ, સ્વ. મણિબેન (ભુજ), ગં.સ્વ. ઝવેરબેન (ભુજ), સ્વ. ચંપાબેન (ભુજ), ગં.સ્વ. જનકબેન (સિકંદરાબાદ)ના ભાઇ, સ્વ. કિશોરભાઇ પ્રાગજીભાઇ (અમદાવાદ)ના જમાઇ, બિપિનભાઇ, રોહિતભાઇ, રશ્મિનભાઇ (અમદાવાદ), અરૂણાબેન, મધુબેન, ભારતીબેનના બનેવી, સુરેશભાઇ, સ્વ. ધર્મેશભાઇ, રાજેશભાઇ, અરૂણભાઇ, ચંપકભાઇ, સ્વ. મહેશભાઇ, સ્વ. દીપકભાઇ, દિલીપભાઇ, આશિષભાઇ, મીનાબેન, મંજુલાબેન, રીટાબેન, નીતાબેન, સ્મિતાબેન, નિકિતાબેન, શીતલબેન, ગીતાબેન, તારાબેન, નયનાબેનના કાકા, સ્વ. હેમલતાબેન, પ્રવીણાબેન, જયશ્રીબેન, રમાબેન, જ્યોતિબેન, ગં.સ્વ. નિરૂપાબેન, દેવાંશીબેન, સ્વ. ભાવનાબેનના કાકાજી સસરા, નવીનભાઇ કે. પટેલના વેવાઇ તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 8-8-2026ના શનિવારે સાંજે 4 વાગ્યે નિવાસસ્થાન `સોહમ'-1, વોરા કોલોની, આડા ઓફિસની પાછળ, અંજાર ખાતેથી નીકળશે. પ્રાર્થનાસભા તા. 10-8-2026ના સોમવારે સાંજે 4.30થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજવાડી (પીરવાડી), અંજાર ખાતે.

મુંદરા : પુષ્કર્ણા બ્રાહ્મણ જશોદાબેન જયંતીલાલ ઢાંકી (ઉ.વ. 79) તે સ્વ. જયંતીલાલ પ્રેમજી ઢાંકીના પત્ની, સ્વ. જયાબેન (જડીબેન) જમનાદાસ વાસુના પુત્રી (નલિયા), સ્વ. લક્ષ્મીબેન, સ્વ. રમણીકલાલ, સ્વ. દ્વારકાદાસ, સ્વ. સુંદરદાસ, ગં.સ્વ. પુષ્પાબેન, લહેરીલાલના બહેન, કલ્પના, જયશ્રી, વિનોદ, કિરણના માતા, જગદીશ, હર્ષ, અરવિંદ બોડા, માલતીબેન, શીતલબેનના સાસુ, અક્ષય, જય, રિતીક, અંજલિના દાદી, મિતલ, અંજલિના દાદીસાસુ, નેહલ, ઉર્વશી, હિના, મીરાના નાની, જન્યમના પરદાદી તા. 7-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું ઉઠમણું તા. 10-8-2026, સોમવારે સાંજે 4થી 5, પુષ્કર્ણા મહાસ્થાન (ભ્રમપુરી), ઓશવાળ શેરી, મુંદરા ખાતે.

કુકમા (તા. ભુજ) : કકલ શરીફાબેન હુશેન (ઉ.વ. 55) તે હુશેન મામદ કકલના પત્ની, મામદ, અબ્બાસ, ઇકબાલ, ભસીર, સાહિલ, જુસાના માતા, મેમણ ગની જુમા, આરીફ મથડાના સાસુ, કેવર બાવલા હુશેનના બહેન તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 9-8-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન કુકમા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ હાજાપરના ક.ગુ.ક્ષ. જિજ્ઞેશ (ઉ.વ. 43) તે સ્વ. પ્રતિમાબેન તથા નવીનભાઇ પ્રેમજી યાદવ (પ્રમુખ ક.ગુ.ક્ષ. સમાજ-હાજાપર)ના પુત્ર, અવનીબેનના પતિ, રેખાબેન તથા પુષ્કરભાઇ ગાંગજી ચૌહાણના જમાઇ, ભાવિકાબેન દુર્નિતભાઇ ચૌહાણ (પૂના), પૂજાબેન કીર્તિકુમાર પંડયા (મુંબઇ)ના ભાઇ, ગં.સ્વ. જમુનાબેન તથા દેવરામભાઇ યાદવ, ગં.સ્વ. તારાબેન પુરુષોત્તમભાઇ યાદવના ભત્રીજા, હિતેષ યાદવ (પોલીસ), જિતેન્દ્ર યાદવ (ગેટકો)ના કાકાઇ ભાઇ, પુનિતાબેન તથા પૂજાબેનના દિયર, કેવલ તથા દર્પણાબેન ભાવેશભાઇ પરમારના બનેવી, માયાબેન ભરતભાઇ વાઢેરના ભાણેજ તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-8-2026ના સોમવારે સાંજે 5.30થી 6.30 કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, ઓધવબાગ-2, માધાપર ખાતે. (અંગદાન કરેલ છે.)

સુખપર (તા. ભુજ) : માવજીભાઇ દાનાભાઇ સુથાર (ઉ.વ. 67) તે ગં.સ્વ. મીઠીબેનના પતિ, વિજય, અરવિંદના પિતા, બીનાબેન, અંકિતાબેનના સસરા, સ્વ. વેલજીભાઇ, સ્વ. કાનજીભાઇ, સ્વ. હીરીબેન (કોટાય)ના ભાઇ, સ્વ. મનજીભાઇ, દિનેશ, નીતિન, લાલજી, નર્મદાબેન, લીલાબેન, વનિતાબેન, ભાવનાબેનના કાકા, સ્વ. શામજી અરજણ (ચપરેડી)ના જમાઇ, રિયા, દીપ, પ્રતીક, કાવ્યના દાદા તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-8-2026ના શનિવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, સુખપર ખાતે તેમજ લૌકિક વ્યવહાર નિવાસસ્થાને.

સુખપર (તા. ભુજ) : ખલીફા રોશનબાનુ ઇબ્રાહિમ (ઉ.વ. 42) તે ખલીફા ઇબ્રાહિમ અધ્રેમાનના પત્ની, મ. ખલીફા મામદ હમીરના પુત્રી, ખલીફા કાસમ હમીરના ભત્રીજી, રફીક, અઝીઝ, કાદર, ગફુરના બહેન, મુસ્તાક ઓસમાન (રેહા નાના)ના સાસુ, આર્યન, અકશા, માહીનૂર, અરમાનના માતા, સિકંદર, ઇકબાલના કાકી, ખલીફા હનીફ હુશેન (ચીઆસર)ના સાળી તા. 7-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-8-2026ના રવિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, મફતનગર, સુખપર ખાતે.

મોટી ખેડોઇ (તા. અંજાર) : વસંતબા (ઉ.વ. 92) તે સ્વ. ભાવસંગજીના પત્ની, સ્વ. જીલુભા, વિક્રમસિંહ (એસ.ટી.), આણંદસિંહ (કે.પી.ટી.)ના માતા, નરપતસિંહ, સ્વ. રવીન્દ્રસિંહના કાકી, યુવરાજસિંહ, પૃથ્વીરાજસિંહ, રાજેન્દ્રસિંહના ભાભુમા, કિરણસિંહ, સિદ્ધરાજસિંહ, લક્ષ્મણસિંહ, દિલીપસિંહ, અજયસિંહના દાદી તા. 4-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-8-2026થી 15-8-2026 સુધી ભવાની ચોક, કોમ્યુનિટી હોલ, ખેડોઇ ખાતે.

મેઘપર-કુંભારડી (તા. અંજાર) : મૂળ કાઠડાના મંધરા અબ્દુલ્લા જુમા (ઉ.વ. 76) તે અનવર, હુશેનના પિતા તા. 5-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-8-2026ના શનિવારે સવારે 10થી 11 મહેંદીનગર ઇબાદતગાહ, મેઘપર-કુંભારડી (તા. અંજાર) ખાતે.

નાના આસંબિયા (તા. માંડવી) : સમેજા હુરબાઇ મુસા (ઉ.વ. 90) તે સુલેમાન, રમજુ, ફરીદાબાનુના માતા, સમેજા સીધા હાસમ અને જુસબ (મોટા આસંબિયા)ના બહેન, સમેજા ગની અભલાના કાકી, અસમલ અને સાહિલના દાદી તા. 7-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-8-2026ના રવિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, નાના આસંબિયા ખાતે.

પાવડિયારા (તા. મુંદરા) : વીજુબા (ઉ.વ. 51) તે સ્વ. જાડેજા સુખદેવાસિંહના પત્ની, જાડેજા મહેન્દ્રાસિંહ જીલુભાના નાના ભાઇના પત્ની, ઝાલા ભૂપતાસિંહ બહાદુરાસિંહ, જાડેજા પ્રદીપાસિંહ ટેમુભાના ભાભી, ધર્મેન્દ્રાસિંહ, અજયાસિંહના માતા, જાડેજા દિવ્યરાજાસિંહ મહેન્દ્રાસિંહના કાકી, હર્ષદીપાસિંહના દાદી તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 10-8-2026ના સોમવારે ક્ષત્રિય સમાજવાડી, પાવડિયારા (તા. મુંદરા) ખાતે.

બિબ્બર (તા. નખત્રાણા) : સોઢા ગુમાનસિંહ કોજરાજજી (ઉ.વ. 42) તે સ્વ. કોજરાજજી ભાવસંગજીના પુત્ર, સ્વ. કેસરાજજી, તણેરાજસિંહ, સ્વ. ઉધમસિંહના ભાઇ, સ્વ. હમીરજી, મહાદાનસિંહ, દીપસંગજી મકજી, સિદ્ધરાજસિંહ, ઇન્દ્રસિંહ લખજી, ગજુભા હાલાજી, પ્રેમસિંહ ભુરજી, લાલજી મેઘરાજજી, સુખજી વાલજીના કાકાઇ ભાઇ, ચંદનસિંહ રવાજી, ચતુરસિંહ સામતજીના ભત્રીજા, લાલજી હમીરજી, દાનુભા, ખેતાજી, રાજેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, જયપાલસિંહ, પ્રદીપસિંહ, કુંપજીના કાકા તા. 2-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 11-8-2026ના મંગળવારે નિવાસસ્થાન બિબ્બર ખાતે.

વેરસલપર (તા. નખત્રાણા) : હાલે ડોમ્બિવલી મનજી ગાવિંદ પોકાર (ઉ.વ. 87) તે શાન્તાબેનના પતિ, સ્વ. લક્ષ્મીબેન સોમજીભાઈ વેલાણી (લુડવા)ના જમાઈ, ગીતાબેન, ઇન્દિરાબેન, ભાવેશભાઈના પિતા, સ્વ. નાનજીભાઈ, સ્વ. શિવદાસભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. જાનબાઇ માવજીભાઈ, સ્વ. ગંગાબેન ખીમજીભાઈ, ડાયાબેન કાંતિભાઈના ભાઈ, મહેશભાઈ, પ્રભુદાસભાઈ, જયશ્રીબેનના સસરા, આર્ય, સોહમના દાદા, કિરીટ, અમિષા, મીરા, ઉર્વી, યશના નાના તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 9-8-2026ના રવિવારે સવારે 8થી 11 અને બપોરે 3થી 5 વેરસલપર સમાજવાડી ખાતે.

આમારા (તા. નખત્રાણા) : આયર વિશાભાઈ લાખાભાઈ (ઉ.વ. 44) તે સ્વ. લાખાભાઈ મમુભાઈના પુત્ર, સ્વ. રાણાભાઈ મમુભાઈના ભત્રીજા, સ્વ. આયર વિભાભાઈ વસ્તાભાઈ (વંગ)ના જમાઈ, શાંતિલાલ, જેન્તીલાલના પિતા, સ્વ. રાજીબેન વીસાભાઈ (આમારા), પૂનાબેન ભોજાભાઈ (આમારા), સ્વ. મેગીબેન હીરાભાઈ (ઉગેડી), રણછોડભાઈ મમુભાઈના ભાઈ તા. 7-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તેમના નિવાસસ્થાને.

નલિયા (તા. અબડાસા) : ખત્રી અબ્દુલ કરીમ જુમા (ઉ.વ. 70) તે મહંમદ હુશેન, જુસબ, હનીફના પિતા, ઈમરાન અયુબ (ચાચુ)ના મોટા ભાઈ, ખત્રી રમજાન અબ્દુલ કરીમ (અંજાર), ખત્રી અસલમ દાઉદ (માંડવી)ના સસરા તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-8-2026ના રવિવારે સવારે 11થી 12 જુમ્મા મસ્જિદ ખાતે.

રવા (તા. અબડાસા) : હાંસબાઈ જેઠા હિંગણા (ઉ.વ. 82) તે જેઠા મુરજી હિંગણાના પત્ની, તેજા લખુ ધેડા (સાંયરા કોઠારા)ના પુત્રી, હીરજી, ગાવિંદ, ભરત, ભાણબાઈ, રતુબાઈ, નાનબાઈ, ભચીબાઈ, તેજબાઈ, કુંવરબેનના માતા, ધનજી મુરજી, બુદ્ધિયા, પેરાજ, માલશી, વાલબાઈ, સેજબાઈ, પુરબાઈના ભાભી તા. 7-8-2026ના અવસાન પામ્યા છે.

સાંધાણ (તા. અબડાસા) : કટુઆ નંદની (ઉ.વ. 19) તે હંસાબેન માધવજીભાઈ કટુઆના પુત્રી, ગં.સ્વ. જાનબાઈ લખુભાઈ કટુઆના પૌત્રી, લાલજીભાઈ (એડવોકેટ એન્ડ નોટરી-નલિયા), રવજીભાઈ, લધારામ, અરાવિંદભાઈ (એડવોકેટ-ભુજ), ગોપાલભાઈના ભત્રીજી, વૈભવ, ડો. મીનલ વિવેક, વાલજીભાઇ, ધીરજ, સોંમ્યાના બહેન, ગં.સ્વ. જેઠીબાઇ હમીરભાઇ ધેડા (નારાણપર)ના દોહિત્રી, બિપિનના ભાણેજી તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. કોઠ તા. 10-8-2026ના અને ઘડાઢોળ (પાણી) તા. 11-8-2026ના નિવાસસ્થાને તેમજ બેસણું સાંધાણ ખાતે.

ઘડુલી (તા. લખપત) : ખત્રી ખતાબાઈ આધમ (ઉ.વ. 72) તે અબ્દુલા, મેમુનાબેન ઈકબાલ (ભુજ) માતા તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-8-2026ના રવિવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, ઘડુલી ખાતે.

Panchang

dd