• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

પરમાણુ સંધિ વિના યુદ્ધ રોકશે ટ્રમ્પ ?!

વોશિંગ્ટન, તા. 10 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન સાથે પરમાણુ સમજૂતી કર્યા વિના પણ યુદ્ધ ખતમ કરવા વિચારી રહ્યા હોવાના રાહતરૂપ સમાચાર મળી રહ્યા છે. અમેરિકાની એક જ મોટી શરત હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખોલવાની છે. ઇરાન હોર્મુઝ પરથી અવરજવર કરતાં જહાજોને કોઇ જ રોક વિના પસાર થવા દેશે તો અમેરિકા યુદ્ધથી પાછળ હટી શકે છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ છેલ્લા કેટલાક સપ્તાહથી આ યોજના પર કામ કરી રહ્યા છે. ટ્રમ્પે પોતાના વરિષ્ઠ અધિકારીઓને કહ્યું હતું કે, ઇરાન હોર્મુઝ ખોલી નાખે તો અમેરિકા ઔપચારિક પરમાણુ સમજૂતી વિના પણ સંઘર્ષ ખતમ કરવા તૈયાર થઇ શકે છે. પહેલાં અમેરિકાની સૌથી મોટી શરત ઇરાન સાથે નવી પરમાણુ સમજૂતી કરવાની હતી, પરંતુ યુદ્ધ લાંબું ખેંચાયા પછી તેનું ધ્યાન માત્ર હોર્મુઝ ખોલવા પર કેન્દ્રિત થયું છે. બીજીતરફ, હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખોલી દેવાના બદલામાં ઇરાને અમેરિકા સામે સાત જેટલી શરતો રાખી હતી. ઇરાન સાથેનું યુદ્ધ લાંબું ખેંચાયાની અસર અમેરિકા પર પણ દેખાવા લાગી છે. પેટ્રોલની કિંમતો વધવાની અસર સામાન્ય જનતા પર પડવા લાગી છે. આગામી વર્ષે યોજાનારી મધ્યસત્ર ચૂંટણી પહેલાં યુદ્ધ પ્રેરિત મોંઘવારી ટ્રમ્પ પ્રશાસન માટે મોટો રાજકીય પડકાર બની શકે છે. બીજીતરફ ઇરાને શરતો રાખતાં અમેરિકાને યુદ્ધ હંમેશાં માટે ખતમ કરવા જણાવ્યું હતું. એ સિવાય અમેરિકાએ સમુદ્રી નાકાબંદી હટાવવી પડશે. ક્ષેત્રમાંથી પોતાના સૈનિક પાછા બોલાવવા પડશે. ઇરાન પરના તમામ આર્થિક પ્રતિબંધ હટાવવા પડશે. વિદેશમાં રોકાયેલી ઇરાની સંપત્તિઓ પાછી આપવી પડશે. યુદ્ધમાં થયેલા નુકસાનનું વળતર આપવું પડશે.

Panchang

dd