નવી દિલ્હી, તા. 10 : 15 ઓગસ્ટના
રોજ સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન પહેલી વખત લાલ કિલ્લાની પ્રાચીરથી વંદે મારતમ્
ગાવામાં આવશે. આ સમારોહની આગેવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે. રક્ષા મંત્રાલય અનુસાર
આ સમારોહ વંદે માતરમ્ના 150 વર્ષ પૂરા
થવાનો પ્રતીક પણ હશે. પીએમ મોદી દિલ્હીના ઐતિહાસિક સ્મારકે રાષ્ટ્ર ધ્વજ ફરકાવશે અને
દેશને સંબોધિત કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પહેલી વખત લાલ કિલ્લાની પ્રાચીરથી
વંદે માતરમ ગાવામાં આવશે. ચાલુ વર્ષનો સમારોહ યુવા શક્તિ ઉપર કેન્દ્રિત રહેશે. જેમાં
2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાની
દેશની યાત્રામાં ભારતની યુવા આબાદીના યોગદાનને ઉજાગર કરવામાં આવશે. ઉલ્લંખનીય છે કે
થોડા દિવસ પહેલા જ રાષ્ટ્રીય સન્માનના અપમાન રોકવા સંબંધિત સંશોધિત વિધેયક પસાર કરવામાં
આવ્યું હતું.