• શનિવાર, 20 એપ્રિલ, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ બાંભડાઇના લંઘા ઇબ્રાહિમ ઓસ્માન (ઉર્ફે બાપાડો) (.. 42) તે અબ્દુલ ઓસ્માનના ભાઇ, નૂરમામદ ગાઝી (ઝુરા)ના બનેવી તા. 29-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-3-2024ના રવિવારે સાંજે અસર નમાજ બાદ નિવાસસ્થાને સંજોગનગર, ખારસરા ગ્રાઉન્ડ, રાણાવાળી ખડ, પાણીના ટાંકા પાછળ, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ ટોડા (તા. મુંદરા)ના કરણ (.. 22) તે આશાબેન કાનજી ધેડાના પુત્ર, દેવાભાઇ આતુભાઇ ધેડાના ભત્રીજા, સ્વ. ધનજી, સ્વ. આતુભાઇ, સ્વ. પેથાભાઇ, સ્વ. મગાભાઇના પૌત્ર, હરેશ, જીલ, અંતરા, કિશનના ભાઇ, કુલદીપ, કિરણબેનના કાકાઇ ભાઇ, ગાંગબાઇ કારા નંજણ (માંડવી)ના દોહિત્ર, વિનોદ કારાભાઇના ભાણેજ તા. 27-3-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નંદનગર પ્લોટ નંબર 169, જી- સ્કૂલની બાજુમાં, કિડાણા, અંતરજાળ ખાતે.

ગાંધીધામ : મૂળ અમરસરના પુરીબેન પઢિયાર (.. 77) તે સ્વ. વેલજીભાઇ પઢિયારના પત્ની, હીરાભાઇ, રમેશભાઇના માતા, સામતભાઇ, નારાણભાઇ, હરિભાઇના કાકી, જેઠાભાઇ જીવા, ભાણજીભાઇ જીવા, વાલજીભાઇ જીવા જેપાર (નાગોર)ના બહેન, મૂળજીભાઇ આલાભાઇ બડગા (બળદિયા)ના સાસુ, મનોજ, મેહુલ, વિનીત, હસમુખ, નયન, નીતિન, નયના, નિશા, અરૂણા, રાધિકાના દાદી, રોહન, ફાલ્ગુની, ભાવિક, ભાવિકાના નાની તા. 29-3-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 31-3-2024ના આગરી તથા તા. 1-4-2024ના ઘડાઢોળ નિવાસસ્થાન નવી સુંદરપુરી ખાતે.

 આદિપુર : ખેમચંદ મેલુમલ કોરાણી (.. 76) (નિવૃત ક્રેન ડ્રાઈવર, કેપીટી) તે સ્વ. શીલાબેનના પતિ, સોનીબેન (અજમેર), સ્વ. માયાબેન (ભોલી) અને સ્વ. રમેશ કોરાણીના પિતા, સાક્ષી રમેશ કોરાણી અને લજપત રઘુવંશી (અજમેર)ના સસરા, સ્વ. હોતચંદ ટેવાણીના જમાઈ, સ્વ. મોહનદાસ (ગાંધીધામ), સ્વ. નારાયણદાસ (નારી પાનવાલા) (કંડલા)ના ભાઈ, સ્વ. તુલસીદાસ ટિકયાણી, સ્વ. જેઠાનંદ ફૂલવાની (પાલગઢ), સ્વ. સેવકરામ મિરચંદાનીના સાળા, જીવતરામ ટેવાણીના બનેવી,  સ્વ. સુરતમલ મોતિયાનીના વેવાઈ, ચંદ્રુ તોરાણી (પાલગઢ), પ્રકાશ ભક્તાણી, ઈશ્વર ઠાકવાની (જયપુર), કનૈયાલાલ લોંગાણી, વાસુ વાધવાનીના કાકાઈ સસરા, કનૈયા પરયાણી, હીરાલાલ (લચ્છુ) ગ્યાનચંદાની, સુરેશ રતનાની, પ્રેમ ચેલાણીના મામાઈ સસરા, ટીકમ, કિશન (એલ.આઈ.સી), પુરષોત્તમ (બબુ) (કંડલા), વાસુદેવ (અમેરિકા), સુનીલ (સોનું-રોઝીસ ગારમેન્ટ)ના કાકા તા. 27-3-2024ના અવસાન પામ્યા છે. પઘડી/ ઉઠમણું તા. 30-3-2024ના શનિવારે સાંજે 6 વાગ્યે લચ્છવાની ધર્મશાળા, આદિપુર મધ્યે ભાઈઓ અને બહેનો બંનેની સાથે.

આદિપુર : મહેશ્વરી અજબાઇ જુમા ધુવા (.. 98) તે સ્વ. જુમા ધુવાના પત્ની, બાયાબેન, લક્ષ્મીબેન, નયનાબેનના માતા, સ્વ. મંગલભાઇ, સ્વ. અજાભાઇ, સ્વ. કાનજીભાઇ, સ્વ. કેસરબાઇ, માનબાઇ, શિવજીભાઇ, માવજીભાઇના બહેન, રીના, મીના, અક્ષય, કરણ, કાજલ, મીના, નિશા, કિશન, કનૈયા, અર્જુનના નાની, ગાંગજીભાઇ, ભાણજીભાઇ, સ્વ. ડાયાભાઇના સાસુ, અર્જુનભાઇના મોટીમા તા. 28-3-2024ના અવસાન પામ્યા છે. તા. 31-3-2024ના રવિવારે આગરી અને તા. 1-4-2024ના સોમવારે ઘડાઢોળ શનિદેવ મંદિરની બાજુમાં, આદિપુર-અંજાર રોડ નિવાસસ્થાને.

અંજાર : મૂળ સિનુગ્રાના કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) જય કિશોરભાઇ ચાવડા (.. 24) તે વંદનાબેન કિશોરભાઇ ચાવડાના પુત્ર, રમણીકભાઇ નારણભાઇ ચાવડાના પૌત્ર, પદમાબેન પ્રકાશભાઇ રાઠોડના ભત્રીજા, રાકેશભાઇ, સચિનભાઇ, અર્ચનાબેનના ભાણેજ, વિજયાબેન જયસુખલાલ ટાંકના દોહિત્ર તા. 28-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-3-2024ના શનિવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજ ભવન ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.

માંડવી : હનીફાબાઇ ઉમર સુમરા (.. 76) તે . ઉમર સાલેમામદના પત્ની, સાલેમામદના માતા, . દાઉદ અબ્દુલા સુમરા (નાગલપુર)ના બહેન, અબ્બાસ જાકબ, સલેમાન, ઇબ્રાહિમ જુસબ, અબ્દુલા, આમદ ઇલિયાસના મોટીમા, કાસમ આધમ (ગુંદિયાળી)ના સાસુ તા. 29-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-3-2024ના રવિવારે સાંજે 6થી 7 અસર નમાજ બાદ સુખપર, સુમરાવાસ, માંડવી ખાતે મદ્રેસામાં.

મુંદરા : ખારવા જનકાસિંહ ભાણજી પરમાર (.. 70) તે મણિબેનના પતિ, સ્વ. રાધાબેન ભાણજીના પુત્ર, સ્વ. લાધીબેન રણછોડભાઈ કસ્તુરિયાના જમાઈ, લક્ષ્મણ, શંકર, રમેશ, ગં.સ્વ. ભાનુબેન, ગં.સ્વ. સરસ્વતીબેન, ગં.સ્વ. પ્રભાબેન, સુશીલાબેન, કલ્પનાબેનના ભાઈ, ઉમેશ, ગૌરીબેન, ધર્મિષ્ઠાના પિતા, ઉષાબેન, જિજ્ઞેશ, કલ્પેશના સસરા, રિદ્ધિ અને પ્રિન્સના દાદા, ધવલ, ભાવિની, નેહા, કરણ, હિત, પ્રિયા, ખુશી, આકાશના મોટાબાપુ, કરણ, જાનવી, વિદ્ધિ, શુભના નાના તા. 28-3-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. પ્રાર્થનાસભા તા. 30-3-2024ના સાંજે 4થી 5 ખારવા સમાજવાડી (સાગર ભુવન) મધ્યે ભાઈઓ તથા બહેનોની સાથે.

માનકૂવા (તા. ભુજ) : હાલે અમદાવાદ રાજેન્દ્રસિંહ ગોપાલજી જાડેજા (.. 66) તે સ્વ. ગોપાલજી સુમરાજી જાડેજાના પુત્ર, અશ્વિનસિંહ, પ્રહલાદસિંહના પિતા, સ્વ. દાદુભા (અદાભા બાપુ), સ્વ. જટુભા, બહાદુરસિંહના ભત્રીજા, બટુકસિંહ (કિરીટસિંહ), સ્વ. છત્રસિંહ, વિપુલસિંહ, હરપાલસિંહ, નરેન્દ્રસિંહના ભાઇ, દિલીપસિંહ, વિક્રમસિંહ, મયૂરસિંહના કાકા, વિશ્વરાજસિંહ, ભવ્યરાજસિંહ, અનૈકાબાના દાદા તા. 28-3-2024ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 1-4-2024ના સોમવારે સવારે 9થી 6 નિવાસસ્થાન લીંમડાવાળો દરબાર ગઢ, જૂનાવાસ, માનકૂવા ખાતે.

મસ્કા (તા. માંડવી) : ગં.સ્વ. જશુબેન સલાટ (.. 65) તે સ્વ. ઠાકરશી ખીમજી સૌશીના પત્ની, સ્વ. શાન્તાબેન રવજીભાઇ વાસાણીના પુત્રી, ભાવનાબેનના માતા, વિજયભાઇના સાસુ, નિત્યાના નાની, સ્વ. વિમળાબેન, જિજ્ઞાબેનના જેઠાણી, જયસુખભાઇ, કમલેશભાઇ, વસંતબાળાબેનના ભાભી, મનીષ, અલ્કા, વિવેક, ગૌરાંગ (ભાવનગર મ્યુ. કો.)ના મોટીમા, સ્વ. ગાભાભાઇ (રોટીવાળા), રમેશભાઇ, ધીરજબેનના બહેન, સરલાબેન, ઇલાબેનના નણંદ, મુકેશ, દર્શન, સુમિત, પ્રતિમા, ઇન્દિરા, નયન, મૌલિકના ફઇ, નીલા મનહર ઓધવાણીના માસી તા. 28-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-3-2024ના સાંજે 4થી 5 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, માંડવી ખાતે.

દુર્ગાપુર-નવાવાસ (તા. માંડવી) : મૂળ બાંભડાઇના સુમાર પૂંજા રોશિયા (.. 79) તે હીરબાઈના પતિ, સ્વ. કુંવરબાઈ રતનશી દનિચા, સ્વ. માનબાઈ મુરજી ફૂફલ, વેલજી, રામજીના પિતા, સ્વ. કાનજી, ખીમઈબાઈ થાવર કન્નર, સ્વ. રાણભાઈ જખુ કન્નરના ભાઈ, મોહિની, નંદની, ક્રિષ્ના, વિશ્વા, અંજની, કુલદીપ, વિશાલના દાદા, કલ્પેશ, રંજન, નીતિન, ચિરાગ, જિગર, હરેશ, ભરત, મનોજના નાના, સ્વ. ખજુરિયા અને વીરા આતુ બુઢ્ઢાના બનેવી તા. 28-3-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.

મંગવાણા (તા. નખત્રાણા) : મણિયાર સાલેમામદ અદ્રેમાન (ઉર્ફે બાબુ) (.. 65) તે જુસબ, રજાક, દાઉદના મોટાભાઇ, અનવર હુશેન, ઇકબાલ હુશેનના કાકાઇ ભાઇ, ઇમરાનના પિતા, જાવેદ, જાકીર, સોહેબના મોટાબાપા તા. 29-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-3-2024ના રવિવારે અસર નમાજ બાદ મસ્જિદમાં.

ડાડોર (તા. નખત્રાણા) : થેબા ભાગબાઇ સાલે (.. 80) તે થેબા ફકીરમામદ અને જાફરના માતા તા. 28-3-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 30-3-2024ના શનિવારે સાંજે 7.30 વાગ્યે ડાડોર જમાતખાના ખાતે.

મંગરા (તા. મુંદરા) : મનુભા ભીમાજી વાળા (.. 80) તે ચાંદુભા ભીમાજી વાળાના મોટા ભાઇ, નારૂભા, સ્વ. હરદેવસિંહના પિતા, દિલીપસિંહ, વિક્રમસિંહ, રણજિતસિંહના મોટાબાપુ, રવિરાજસિંહના દાદા તા. 28-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને આનંદવાડી, મંગરા ખાતે. ઉત્તરક્રિયા તા. 8-4-2024ના સોમવારે નિવાસસ્થાને.

વડોદરા : રસીલાબેન તનસુખરાય પટ્ટણી (.. 92) (નિવૃત્ત શિક્ષિકા, ..વિ. પ્રાથમિક કન્યાશાળા-ભુજ) તે તનસુખરાય મોહનલાલ પટ્ટણી (સ્વાતંત્ર્યસેનાની અને ગુજરાત વિદ્યાલય-ગાંધીધામના આદ્યસ્થાપક)ના પત્ની, હેમાંગિની બિપિનભાઈ અંતાણી, રસેશ તનસુખરાય પટ્ટણી, જૈમિની ભાલચંદ્ર વૈદ્યના માતા તા. 27-3-2024ના વડોદરા ખાતે અવસાન પામ્યા છે. તેમનું દેહદાન કરેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

માટુંગા (મુંબઇ) : મૂળ માંડવીના કચ્છી ગુર્જર જૈન પ્રફુલ્લાબેન ટુમેનભાઇ શાહ (.. 75) તે સ્વ. ચંદ્રાવતીબેન મણિલાલ પોપટલાલ શાહના પુત્ર, સ્વ. ટુમેનભાઇ મણિલાલ શાહના પત્ની, સ્વ. જડાવબેન વાડીલાલ હંસરાજ શાહના પુત્રી, કેકિનભાઇ તથા મયંકભાઇના માતા, વૈશાલીબેન તથા નેહાબેનના સાસુ, ખુશીના દાદી, ધીરજભાઇ, સ્વ. અશ્વિનભાઇ, રશ્મિનભાઇ, સ્વ. વનિતાબેન ચંદ્રકાન્તભાઇ, કુમુદબેન દિલીપભાઇ વોરાના ભાભી, જિતેશભાઇ, જયશ્રીબેન, સંગીતાબેનના નણંદ, મણિલાલ પોપટલાલ (નાણાંના દલાલ)ના પુત્રવધૂ, સ્વ. રમેશભાઇ, સ્વ. મનસુખભાઇ, સ્વ. જયાબેન રમણીકભાઇ પારેખ, સ્વ. પ્રેમિલાબેન નરેન્દ્રભાઇ શાહ, પ્રવીણાબેન નવનીતભાઇ, ક્રિષ્નાબેન નીતિનભાઇ, વિરલભાઇ (મંત્રી, માંડવી તપગચ્છ જૈન સંઘ), મહેન્દ્રભાઇના બહેન તા. 28-3-2024ના મુંબઇ મધ્યે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. સંપર્ક : કેકિનભાઇ શાહ-98200 24667, મયંકભાઇ શાહ-98200 61579.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang