• શનિવાર, 20 એપ્રિલ, 2024

અવસાન નોંધ

ભુજ : પરમાર પરસોત્તમ પ્રેમજી (.. 74) તે અશોક, કાનજીના પિતા, દાઇબેનના પતિ તા. 26-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28-3-2024ના નિવાસસ્થાને.

ભુજ : મૂળ સુમરાસરના લુહાર ઇસ્માઇલ સિધિક (.. 52) તે લુહાર ઓસમાણ સિધિક, . કરીમામદ સિધિકના ભાઇ, સમીરના પિતા, રમજુ હુસેન (કબરાઉ), નૂરમામદ હુસેન (કબરાઉ)ના બનેવી, ઉમર અદ્રેમાનના સાળા, અકબર ઇભ્રાઇમ (ઝુરા)ના સસરા, નૂરમામદ અબ્દુલા, મમદહુસેન અબ્દુલાના કાકાઇ ભાઇ, . ગફુર ઓસમાણ, સલીમ, આમદ, મામદ, મજીર કરીમના કાકા તા. 27-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-3- 2024ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાન કેમ્પ એરિયા, લશ્કરી માતામ, ગુલઝારે મદીના મસ્જિદમાં, ભુજ ખાતે.

ભુજ : કુંભાર લોટા ખતુબાઇ (.. 65) તે . ઇશાક મામદના પત્ની, ઇમરાન, મૌસીન, ફિરોજના માતા, લોટા જુસબ મામદ, લોટા મહેમૂદ, ઇસ્માઇલ, જાકબ, ગનીના ભાભી, ઇકબાલ, હારૂનના સાસુ તા. 27-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-3-2024ના શુક્રવારે સવારે 9થી 10 કુંભાર જમાતખાના, દાદુપીર રોડ ખાતે.

ગાંધીધામ : મૂળ મોડવદરના રામભાઇ ખાનજી અયાચી (ગઢવી) (..83) તે સ્વ. ખાનજી રવાજી અયાચીના પુત્ર, હંસુભા ખાનજી અયાચી, સ્વ. ભગવાનજી ખાનજી અયાચી, ગં.સ્વ. સજ્જનબેન,  જયાબેન, વિદ્યાબેનના મોટાભાઈ, રાધાકૃષ્ણભાઈ (બાલુભાઈ), હરિદાનભાઈ (શિક્ષક, જરૂ માધ્યમિક શાળા), બળદેવભાઈ, પ્રતિમાબેન વિજયભાઈ ગઢવીના પિતા, ડો. મોહનદાન દેવીદાન ગઢવી (ભુજ)ના બનેવી તા. 26-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું સામાજિક રીતરિવાજ મુજબ નિવાસસ્થાન સી/28, સપના નગર, ગાંધીધામ ખાતે તા. 6-4-2024 સુધી. 

અંજાર : કપિલભાઈ રમેશભાઈ જેઠવા (.. 37) તે ગં.સ્વ. રંજનબેન, સ્વ. રમેશભાઈ જેઠવાના પુત્ર, સ્વ. અલકા મુકેશભાઈ પરમારના જમાઈ, સ્વ. શાંતાબેન દેવરામ વાઘજી જેઠવાના પૌત્ર, ગં.સ્વ. મમતાના પતિ, પલક, જિયા, રોનિતના પિતા, સ્વ. પરસોત્તમભાઈ, ચંદ્રકાંતભાઈ, સ્વ. મોહનભાઈ, સ્વ. કિશોરભાઈ, જયેશભાઈના ભત્રીજા, કિરણના મોટા ભાઈ તા. 26-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-3-2024ના ગુરુવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, અંજાર ખાતે.

રાપર : મૂળ રામવાવના ઠા. સરસ્વતીબેન (..69) તે દેવજીભાઈ છગનલાલ મિરાણીના પત્ની, સ્વ. છગનલાલ બેચરભાઈના પુત્રવધૂ, સ્વ. હરેશ, સુરેશ, ઈશ્વર, અમૃતબેનના માતા, ડીમ્પલબેનના સાસુ, અશોક, નિલેશ (નારાણપર)ના મોટીમા, સ્વ. મૂળજીભાઈ, સ્વ. કાનજીભાઈ, સ્વ. દેવુબેન તુલસીભાઈ ચંદે, સ્વ. વેલુબેન ડાહ્યાલાલ ભીંડે (ફતેહગઢ), ગં.સ્વ. દમયંતિબેન કેશવલાલ પુજારાના ભાભી, સ્વ. ખેતશી અરજણ સેજપાર (સેલારી)ના પુત્રી, હીરાલાલ, તુલસીભાઈ, નીતિનભાઈ, સ્વ. વિજયાબેન રમણીકલાલ મજેઠિયા (કલ્યાણપર), સ્વ. સાવિત્રીબેન જયંતિલાલ કોટક, સ્વ. લતાબેન હસમુખલાલ ચંદે (ભચાઉ)ના બહેન, સ્વ. મેઘજી દાનસંગ પુજારાના દોહિત્રી, નરભેરામ, ધીરજલાલ (ગાંધીધામ), સુરેશભાઈ (ભુજ), રમેશભાઈ (ગાંધીનગર)ના ભાણેજી તા. 27-3-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-3-2024ના શુક્રવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, રાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ નારાણપરના સેવક બ્રાહ્મણ ચંદ્રકાન્ત ભગવાનજીભાઇ તિલક તે જયાબેનના પતિ, સ્વ. ભામિનીબેન અમિત બાપટ (ભુજ), સ્વ. કાશ્મીરાબેન તથા મેહુલના પિતા, સ્વ. ઇશ્વરલાલ, જયરામભાઇ, સ્વ. કાંતિલાલ, સ્વ. વિજયાબેન પ્રભુલાલ રાસ્તે, સ્વ. ઇન્દુબેન રમણલાલ ઉપાધ્યાય, સ્વ. પાર્વતીબેન ઉમિયાશંકર આચાર્યના ભાઇ, સ્વ. મૂળશંકર રઘુનાથ દેવધર (માધાપર)ના જમાઇ, શ્રુજન અને ધાન્યાના નાના તા. 27-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-3- 2024ના શુક્રવારે સાંજે 4થી 5 સેવક સમાજવાડી, માધાપર ખાતે.

નારાણપર (તા. ભુજ) : ચંદુલાલ જટાશંકર ઉપાધ્યાય (.. 85) (જાંબુડેશ્વર મહાદેવ મંદિર-નારાણપરના પૂજારી) તે હરિલાલ જટાશંકર ઉપાધ્યાય (હાલે મમુઆરા)ના મોટા ભાઈ તા. 26-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28-3-2024ના ગુરુવારે સાંજે 4થી 5 વૈષ્ણવ સમાજવાડી, મહાજનનગર, નારાણપર (તા. ભુજ) ખાતે.

દેશલપર-વાંઢાય (તા. ભુજ) : શાળ રમજુ આમર (.. 65) તે . આમર સાભુના મોટા પુત્ર, શાળ સિધિક આમરના મોટા ભાઇ, . સમેજા હાજી અલાના જુમા (ઐડા)ના જમાઇ, શાળ અકબર તથા અબ્દુલના પિતા તા. 27-3-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 29-3-2024ના શુક્રવારે અસર નમાજ બાદ નિવાસસ્થાન રેલવે સ્ટેશન ફાટકની બાજુમાં વાંઢાય રોડ, દેશલપર-વાંઢાય ખાતે.

મોટા રતડિયા (તા. માંડવી) : પોકાર નાનબાઇ ભીમજી (.. 90) તે સ્વ. ભીમજી અરજણના પત્ની, મગનભાઇ, રવજીભાઇના માતા, મણિબેન, મંજુલાબેનના સાસુ, નાનજી ભાણજી ધોળુ (પદમપુર)ના પુત્રી, સોમજી નાનજી, દેવજી નાનજી, લધા નાનજીના બહેન, સ્વ. પ્રેમજીભાઇ, સ્વ. રામજીભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. સવિતાબેન, સ્વ. કાન્તાબેનના દેરાણી, મોંઘીબેન હરદાસ ધોળુ (મુંદરા)ના ભાભી, સ્વ. મનજીભાઇ, ગોવિંદભાઇ, મણિબેન, કલ્યાણજીભાઇ, શિવજીભાઇ, વસંતાબેન, પ્રભાબેન, કરશનભાઇના કાકી, શારદાબેન, ભરતભાઇ, લક્ષ્મીબેન, રેખાબેન, કમળાબેન, નિતાબેન, નીલેશભાઇ, નવીનભાઇના દાદી તા. 26-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28 તથા 29-3-2024ના સવારે 8.30થી 12 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, મોટા રતડિયા ખાતે.

વાંઢ (તા. માંડવી) : લધુભાઈ (.. 60) તે સ્વ. સંઘાર તેજબાઈ સામતભાઈ કલ્યાણભાઈના પુત્ર, ગુણવંતીબેનના પતિ, સ્વ. બુધાભાઇ, સ્વ. વેલજીભાઈ, સ્વ. રતનભાઈ, તેજુભાઈ, સ્વ. હાસબાઈ (આસરાણી), સ્વ. વાલબાઈ, ભચીબાઈ (બિદડા)ના ભત્રીજા, શિવજીભાઈ, શ્રવણભાઈ, જેતબાઈના ભાઈ, ભાવેશ, અમૃત, ભાવના, ગીતાના પિતા, સિદ્ધાન્તના દાદા, કિરણ, દિવ્યાશના નાના, પ્રેમિલા, શીતલ, મોહન, પ્રશાંતના સસરા, સ્વ. અજબાઈ અરજણ ગગાભાઈ (બિદડા)ના જમાઈ, મૂરજીભાઈ, સ્વ. શામજીભાઈ, ગગુભાઈ, ભાણબાઈ, લક્ષ્મીબેન, રતનબાઈ, રાણબાઈના બનેવી તા. 27-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 29-3-2024 સુધી.

બાયઠ (તા. માંડવી) : શંકરગિરિ કેશવગિરિ ગોસ્વામી (.. 83) તે સ્વ. કેશવગિરિ દામગિરિના પુત્ર, લીલાવંતીબેનના પતિ, સ્વ. જવેરબેન વીરગિરિ (તેરા), શાંતાબેન માધવપુરી (રામપર અબડા), ઇન્દુબેન લાલગિરિ (સુથરી), સાવિત્રીબેન કાકુભન (ભવાનીપર), ગાવિંદગિરિ કેશવગિરિ (પૂર્વ સદસ્ય માંડવી તાલુકા પંચાયત)ના ભાઈ, સ્વ. કુંવરગિરિ રણછોડગિરિના કાકાઇ ભાઈ, સ્વ, શંભુગિરિ ખીમગિરિ (વિથોણ)ના જમાઈ, રસિલાબેન મોહનભારથી (ભુજ), અંજનાબેન ગાવિંદગિરિ (કોડાય), મધુબેન ભવનેશગિરિ (ભુજ), હીરાગિરિના પિતા, ડિમ્પલબેનના સસરા, ગૌતમગિરિ, નીરવગિરિ, ઉમંગગિરિ,  નિયતિના દાદા તા. 26-3-2024ના અવસાન પામ્યા છે.  બંને પક્ષની સાદડી તા. 29-3-2024ના શુક્રવાર બપોરે 3થી 4 વિષ્ણુ સમાજવાડી, બાયઠ ખાતે.

બોચા (તા. મુંદરા) : મૂળ સણોસરાના દેવાભાઇ સાવધરિયા (.. 90) તે સ્વ. પાબીબેન રામાભાઇના પુત્ર, સ્વ. વેરસીભાઇ, સ્વ. મેગાભાઇ, હરખુબેન, વિજુબેનના ભાઇ, વંકાભાઇ, રવાભાઇના કાકા તા. 26-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન બોચા ખાતે.

નાગવીરી (તા. નખત્રાણા) : ખલીફા હાજરાબાઇ અબ્દુલા (.. 55) તે અભુભખરના ભાભી, હુસેન, રઝાકના કાકી, ઇશાક બુઢા (ખોંભડી)ના નાના બહેન, અબ્બાસ, ઇબ્રાહિમ, સાલેમામદ, અશરફના સાસુ તા. 27-3-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 29-3-2024ના શુક્રવારે અસર નમાજ બાદ નિવાસસ્થાન નાગવીરી ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : પ્રેમિલાબેન થાવર મુછડિયા તે થાવર લખમશી મુછડિયાના પત્ની, પૂનમ, મોહન, મનજી, બાબુલાલ, રામજી, પ્રવીણના કાકી, ગવિતાબેન ભવાન, ચંપાબેનના માતા, મણિલાલ, સ્વ. છગન, સ્વ. કાનજીભાઇ, સ્વ. ડામજીભાઇ (મંગવાણા)ના બહેન, નૌતમ, ગૌતમ, દીપ, સંજય, કમલેશના નાની તા. 27-3-2024ના અવસાન પામ્યા છે. તા. 7-4-2024ના રવિવારે સવારે 9 કલાકે બારસ વિધિ અને સદરી ત્રણ દિવસ.

નવી મોટી ચીરઈ (તા. ભચાઉ) : ગવરીગિરિ (.. 90) તે સ્વ. મટુબાઇ હમીરગિરિ દામોદરગિરિના પુત્ર તા. 25-3-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-3-2024ના સાંજે 4થી 5 અને ભંડારો તા. 7-4-2024ના રવિવારે ચંડી માતાજીના મંદિરે, જૂની મોટી ચીરઈ ખાતે.

રાજકોટ : મૂળ રામવાવના સુજલભાઇ મનીષભાઇ રાજગોર (.. 20) તે મનીષભાઇ ભાનુશંકર તથા દિવ્યાબેનના પુત્ર, ભાનુશંકર મણિશંકર, જીવરામ મણિશંકર, સ્વ. રેખાબેન ભાનુશંકર, સ્વ. મંજુલાબેન જીવરામના પૌત્ર, હંસાબેન મહેશભાઇ, ભારતીબેન જયેશભાઇ, રીનાબેન હાર્દિકભાઇ જોષીના ભત્રીજા, પૂનમબેન, નિયતિ, હિતાક્ષી, સુમિતભાઇ, મૈત્રયભાઇના ભાઇ તા. 27-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-3-2024ના શુક્રવારે રાજકોટ?ખાતે નિવાસસ્થાને.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang