ભુજ, તા. 5 : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી
દ્વારા `બેક ટુ સ્કૂલ' કાર્યક્રમ અંતર્ગત રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતેથી રાપર ડેપોની ચાર બસનું જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસ્થાન કરાવાયું હતું.
કલેક્ટર અનિલ રાણાવસિયાનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમારોહમાં સમાહર્તાએ જણાવ્યું હતું
કે, વર્ષ 2024થી રોપાયેલ બીજ વર્તમાનમાં વૃક્ષ બની અંતરિયાળ અને પછાત બાળકોની
શિક્ષણની ભૂખ ભાંગી રહ્યું છે, જેમાં
જિલ્લા શિક્ષણાધિકારી તેમજ એસ.ટી.ના વિભાગીય નિયામકની ટીમ અભિનંદનને પાત્ર છે. વધુમાં
તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ જે વિસ્તારોમાં વાહનવ્યવહારની
તકલીફ છે, ત્યાં એસ.ટી. નિગમ સાથે મળીને અભ્યાસ અર્થે કોઈ પણ
કસર છોડવામાં આવશે નહીં. કાર્યક્રમની શરૂઆતમાં ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ,
ભુજનાં પ્રગતિબેન મહેતા અને વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના રજૂ કરી હતી. જિલ્લા
શિક્ષણાધિકારી સંજય પરમાર અને `ઈસાર' સંસ્થા
રાપરનાં સેજલબેન જોશીએ કલેક્ટર તેમજ એસ.ટી. કચ્છ વિભાગીય નિયામક એસ. એન. પટેલ સહિતના
મહાનુભાવોનું સન્માન કર્યું હતું. કલેક્ટરે લીલીઝંડી બતાવી રાપર ખાતેથી ચાર બસનું વર્ચ્યુઅલ
પ્રસ્થાન કરાવ્યું હતું. રાપર ડેપો ખાતે ડેપો મેનેજર જયદીપ જોશી અને ટીમે વ્યવસ્થા
સાંભળી હતી. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે વર્ષ 2024માં કચ્છ કલેક્ટર અમિત અરોરાના
સહકારથી શરૂ થયેલા `બેક ટુ સ્કૂલ' નામના કાર્યક્રમથી સૌને વાકેફ કર્યા હતા,
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છ કલેક્ટર
આનંદ પટેલ હાલ કમિશનર ઓફ સ્કૂલ્સ છે, ત્યારે રાજ્ય કક્ષાએ પણ
આવો કાર્યક્રમ કરવામાં આવશે. `ઈસાર' તેમજ
`કચ્છ મહિલા વિકાસ સંગઠન' જેવી સંસ્થાઓના સહયોગથી મહત્તમ બાળકોને અભ્યાસમાં
જોડી ડ્રોપ આઉટ રેશિયો ઘટી શક્યો છે અને બોર્ડનાં પરિણામોમાં કચ્છ ઉત્તરોત્તર પ્રગતિ
કરી રહ્યું છે. `ઈસાર' સંસ્થાનાં સેજલબેન જોશીએ પાંસંગિક ઉદ્બોધન કર્યું
હતું. કાર્યક્રમને સફળ બનાવવા આર.એસ.સી. ટીમ,
શિક્ષણ નિરીક્ષક મહેશદાન ગઢવી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક
પરેશભાઈ અજાણી, એ.આર. એન્ડ વી.ઈ. કો-ઓર્ડિનેટર ગાવિંદભાઈ દેસાઈ
તેમજ એસ.ટી. નિગમના સુનિલભાઈ જોશી અને ટીમે જહેમત ઉઠાવી હતી. સંચાલન વર્ગ-2 આચાર્ય અમિતભાઈ ધોળકિયાએ કર્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણ નિરીક્ષક પૃથ્વીરાજાસિંહ ઝાલા, કંચનબેન કૂક્સાલ, નાયબ
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ ખટારિયા, રિજિયોનલ સાયન્સ
સેન્ટરના વિરલસિંહ પરમાર, આરતી આર્યા, ટી.પી.ઈ.ઓ.,
બી.આર.સી., સી.આર.સી., બી.આર.પી.
કો-ઓર્ડિનેટર, એસ.એસ.એ. સ્ટાફ, સંસ્થાના
કાર્યકરો, રાપર તાલુકાના વિવિધ ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા
હતા.