• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

ગુજરાત -કેરળમાં અતિવૃષ્ટિથી અવસાન પામેલા દિવંગતોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

તલગાજરડા, તા. 5 : છેલ્લા કેટલાક સમયથી દેશનાં વિવિધ રાજ્યોમાં અતિવૃષ્ટિ થઈ રહી છે. તાજેતરમાં જ પૂ. મોરારિબાપુએ આસામ, જમ્મુ-કાશ્મીર અને સિક્કિમમાં ભારે વરસાદનાં પગલે તારાજી વચ્ચે મૃત્યુ પામેલા લોકોને સહાય રાશિ અર્પણ કરી હતી. રાજ્યમાં ભારે વરસાદને કારણે નવસારી તેમજ અન્ય જિલ્લાઓમાં પાંચ લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે. પૂ. બાપુએ આ તકે હનુમંત સંવેદના રૂપે રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રૂપિયા 75,000ની સહાય રાશિ અર્પણ કરી છે જે નવસારી તેમજ અન્યત્ર રહેતા રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવી છે. કેરળમાં પણ અતિવૃષ્ટિને લીધે 15 લોકોનાં મોત થયાં છે. પૂ. બાપુએ કેરળ રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા 2,25,000ની સહાય આપી છે.

Panchang

dd