કોટડા (ચકાર) (તા. ભુજ), તા. 5 : કચ્છની આગવી
સંસ્કૃતિથી તરબતર નાના બંદરા ગામનો વહીવટ સરપંચ,
ઉપસરપંચ, તમામ સભ્યો, તલાટી
મંત્રી, પ્રાથમિક શાળાના આચાર્ય, ઉપાચાર્ય
પદે મહિલાઓ છે. ગામની મુલાકાતે આવેલા જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા ત્રી શક્તિથી પ્રભાવિત
થયા હતા, તેમણે ગામની સમસ્યાઓ વિશે સરપંચ રસિકબા એમ. જાડેજા,
ઉપસરંચ પ્રવીણાબા એમ. જાડેજા, તલાટી મંત્રી ક્રિશ્નાબેન
આહીર પાસેથી જાણી હલ કરવાની ખાતરી આપી હતી.
ગામ વતી માજી સરપંચો મેઘુભા જાડેજા, મહિપતસિંહ જાડેજા,
ખુમાનસિંહ જાડેજાએ જિલ્લા કલેક્ટરનું સન્માન કર્યું હતું. અગ્રણી જીતુભા જાડેજાએ આવકાર આપ્યો હતો. દરમ્યાન
શાળામાં છાત્રો સાથે અભ્યાસ અંગે વાતચીત કરી સંસ્કાર અને દેશસેવાની શીખ આપી હતી. આચાર્ય
અંકિતા પટેલ અને ઉર્વશી પટેલે આવકાર્યા હતા. કોટડા આથમણા ગામની મુલાકાત વખતે સરપંચ
નર્મદાબેન માકાણીએ ગામની સમસ્યાઓ રજૂ કરી હતી. અગ્રણી મનસુખભાઈ માકાણી, જયંતીભાઈ રામજી, પ્રવીણ વાલજી, સામજી હિરજી અને મગન સોમજીએ સમસ્યાઓ હલ કરવા માંગ કરી હતી.