• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

ગાંધીધામમાં બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં ફેકતી એજન્સીને દંડ

ગાંધીધામ, તા.5 ગાંધીધામ લીલાશાહ વિસ્તારમાં જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટ નો કચરો ફેકનાર એજન્સીને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘાતક અને જોખમી કચરો કહેવાય તેને જાહેરમાં ફેંકી ન શકાય પરંતુ અહીં કડક કાર્યવાહીના અભાવે આ કચરો જાહેરમાં ફેકાઈ રહ્યો છે ને આજે તંત્ર દ્વારા તેને દંડ કરવામાં આવ્યો છે. આ અંગેની વિગતો મુજબ શહેરના લીલાશાહ વિસ્તારમાં આવેલા કચ્છ સર્જી ફાર્મા એજન્સી એ બાયો મેડિકલ વેસ્ટ દવાઓ સહિતનો કચરો જાહેરમાં ફેક્યો હતો. કોર્પોરેશનના ધ્યાન આવતા ટીમ દ્વારા સ્થળ ચકાસણી કરીને એજન્સીને 10,000 નો દંડ ફટકાર્યો હતો.અને જાહેરમાં ઘાતક તથા જોખમી કચરો ન ફેંકવા માટે તાકીદ કરી હતી. જોડીયા શહેરોમાં અનેક જગ્યાએ જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરાતો હોવાની વખતો વખત ફરિયાદો ઉઠી છે.તે વચ્ચે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર નિયમિત અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરીને જાહેરમાં આવો ઘાતક કચરો ફેકનાર સામે કાર્યવાહી કરે તે જરૂરી છે. અનેક વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી થાય છે અને વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવે છે ત્યારે હોસ્પિટલો અને આવી એજન્સીઓની આસપાસ નિયમિત રીતે તપાસ કરીને કાર્યવાહી જરૂરી છે તે માંગ ઉઠી છે.

Panchang

dd