નવી દિલ્હી, તા. પ : ભારતીય ક્રિકેટ ટીમ માટે 1પ ઓગસ્ટનો દિવસ વિશેષ બની રહેશે. આ દિવસે શુભમન ગિલની કપ્તાનીમાં
ટીમ ઇન્ડિયા શ્રીલંકા વિરુદ્ધ ગોલમાં પ્રથમ ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરશે. આ મુકાબલો
ભારતીય ક્રિકેટમાં નવો અધ્યાય જોડશે. ભારતીય ટીમ 1પ ઓગસ્ટે તેનો 600મે ટેસ્ટ મેચ રમશે. અત્યાર સુધી ફક્ત ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા
ટીમ જ 600થી વધુ ટેસ્ટ મેચ રમી છે. ભારતીય
ક્રિકેટ ટીમે તેની પહેલી ટેસ્ટ મેચ 1932માં રમી હતી. જેના કપ્તાન કર્નલ સીકે નાયડુ હતા. આ પછી ભારતીય
ટીમે લાંબી સફર કાપી છે અને પ99 ટેસ્ટ મેચ
રમી ચૂકી છે. સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે છે. ઈંગ્લેન્ડ ટીમ
અત્યાર સુધીમાં 1097 ટેસ્ટ મેચ
રમી ચૂકી છે. આ સૂચિમાં ઓસ્ટ્રેલિયા 882 ટેસ્ટ સાથે બીજા સ્થાને છે. ભારતીય ટીમ પ99 ટેસ્ટ મેચ રમી ચૂકી છે. જેમાં
186 મેચમાં જીત અને 188 ટેસ્ટમાં હાર મળી છે. 224 મેચ ડ્રો રહ્યા છે. જયારે એક
મુકાબલો ટાઇ રહ્યો છે. હવે ભારતીય ટીમ તેના 600મી ટેસ્ટ મેચમાં શ્રીલંકા સામે યાદગાર વિજયના લક્ષ્યાંક સાથે
ઉતરશે.