• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

બાંડિયામાં ખાનગી કંપનીની વીજ લાઇન `યમરાજ' બની: વધુ એક મોરનું મોત

નલિયા, તા. 5 : અબડાસા તાલુકાના બાંડિયા ગામની સીમમાં ખાનગી પવન ચક્કી કંપનીની બેદરકારી ફરી એકવાર રાષ્ટ્રીય પક્ષી મોર માટે જીવલેણ સાબિત થઈ છે. ગામની દક્ષિણ દિશામાં આવેલી કંપનીની 33 કે.વી. વીજ લાઇનના પોલ નંબર 656 પાસે કરંટ લાગવાથી એક મોરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં વીજ કરંટથી પક્ષીઓના મોતનો સિલસિલો યથાવત છે. અગાઉ પણ અહીં આ જ રીતે 18 થી 20 જેટલા મોર કાળનો કોળિયો બની ગયા હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં ખાનગી કંપની દ્વારા સુરક્ષાના કોઈ પગલાં લેવામાં ન આવતા પક્ષીપ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.  ગ્રામજનોએ વન વિભાગ અને વીજ તંત્ર પાસે આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારી નક્કી કરવા માંગ કરી છે. તેમજ ભવિષ્યમાં આવા અબોલ પક્ષીઓના મોત અટકાવવા માટે વીજ લાઇન પર સેફ્ટી ગાર્ડ લગાવવા  જરૂરી બન્યા છે.

Panchang

dd