• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

ટેસ્ટ શ્રેણી અગાઉ ઓસિ. ભારતમાં કોઈ અભ્યાસ મેચ રમશે નહીં

નવી દિલ્હી, તા. પ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી આવતાં વર્ષે રમાવાની છે. આ માટે ઓસ્ટ્રેલિયન ટીમ ભારતના લાંબા પ્રવાસે આવશે પરંતુ ટેસ્ટ શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયા ટીમ ભારતમાં એક પણ અભ્યાસ મેચ રમશે નહીં. ઓસ્ટ્રેલિયા ટીમના હેડ કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડે કહ્યું છે કે તેની ટીમ આવતાં વર્ષે ભારત વિરૂધ્ધની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરિઝ પહેલાં અભ્યાસ મેચ રમશે નહીં. કાંગારુ કોચનું માનવું છે કે ભારતીય ઉપખંડમાં ટેસ્ટની તૈયારી માટે અભ્યાસ મેચ કરતા ખેલાડીઓની શિબિર મહત્ત્વની બની રહેશે. આથી ખેલાડીઓને ભારતની પરિસ્થિતિમાં અનુકૂળ થવાનો પર્યાપ્ત સમય મળી રહેશે. આથી અમે ભારતમાં કોઈ અભ્યાસ મેચ રમશું નહીં. ઓસ્ટ્રેલિયાએ 2023માં ભારત પ્રવાસ વખતે બેંગ્લુરુમાં કન્ડિશનલ કેમ્પ રાખ્યો હતો. આ વખતે હજુ વિકલ્પ પસંદ કર્યો નથી. ઓસ્ટ્રેલિયા ટીમ અગાઉ યુએઇમાં પણ કેમ્પ રાખી ચૂક્યું છે. ઓસ્ટ્રેલિયા છેલ્લે ભારતમાં 2004-0પમાં ટેસ્ટ શ્રેણી જીત્યું હતું. આ પછીથી ભારતની ભૂમિ પર ટેસ્ટ શ્રેણી જીતથી વંચિત છે.

Panchang

dd