• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

બોક્સિંગ સ્પર્ધામાં જયનગર શાળાની છાત્રાઓ અવ્વલ

ભુજ, તા. 5 : જિલ્લા કક્ષાની બોક્સિંગની સ્પર્ધા મુસ્લિમ એજ્યુકેશન શાળા ભુજમાં યોજાઇ હતી જેમાં બા શ્રી સૂરજબા નોઘુભા જાડેજા કન્યા વિદ્યાલય ભુજ શાળાની વિદ્યાર્થિની અંડર-17 અને અંડર-19 વિભાગમાં વિજયી બની હતી. ધોરણ 10ની જાડેજા કૃપાબા પરાક્રમસિંહ તથા જાડેજા ધીરજબા નવલસિંહ, ધોરણ 11ની સોઢા સજકોરબા નટુભા અને ધોરણ 12ની સોઢા હેમાંગીબા ઇન્દ્રસિંહએ પોતાની વજન શ્રેણીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 7 વિદ્યાર્થિનીઓએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સમાજના પ્રમુખ વીરેન્દ્રસિંહ બી. જાડેજા તેમજ છાત્રાલયના ચેરમેન પરાક્રમસિંહ એ. જાડેજા તેમજ વાઇસ ચેરમેન ચેતનાબા પી. જાડેજા તેમજ શાળાના આચાર્ય ગાયત્રીબા સોઢા, છાત્રાલયના ગૃહમાતા કિરણબા અને પ્રિયાબા તેમજ શિક્ષણ સમિતિના રણજિતસિંહ જાડેજા, વિશ્વજિતસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ચૂડાસમાએ તેમને બિરદાવી હતી. આ ખેલાડીઓને પ્રદ્યુમનસિંહ કે. ચૂડાસમાએ માર્ગદર્શન પૂરું પાડયું હતું.

Panchang

dd