• બુધવાર, 20 મે, 2026

માધાપરમાં દારૂ વેંચાતો હોવાનો વીડિયો વાયરલ તથા દારૂ સાથે શખ્સની અટક

ભુજ, તા. 19 : માધાપરમાં બંધ દુકાનના ઓટલા પર બેસી ટુ-વ્હીલર્સ સાથે શરાબ વેચવા આવેલા શખ્સ સાથે શરાબ લેવાની વાતચીત અને શરાબની બોટલ સાથેનો વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી શરાબ સાથે આરોપીને ઝડપી લીધો હતો. આ અંગે માધાપર પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ખુલ્લેઆમ શરાબ વેંચાણ અંગેનો વીડિયો સામે આવતા પોલીસે તપાસ કરી આ કામના આરોપી મોહસીન ઇરાફીલ અંસારી (રહે. માધાપર)ને તેની ટીવીએસ કંપનીની જ્યુપીટર નં. જી.જે. 12 ઇસી 6021 જેની કિ. રૂા. 30,000ની ડિકીમાંથી 180 એમએલની વોડકાની બોટલ નંગ-10 અને બે વ્હીસ્કીની બોટલ એમ રૂા. 3130ના શરાબ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

Panchang

dd