મુંબઈ, તા. 18: સાઉથની હિરોઇન શ્રીલીલા તથા ક્રિકેટર તિલક
વર્માનું અફેર ચાલી રહ્યું હોવાની ગપસપ શરૂ થઈ છે. તાજેતરમાં શ્રીલીલા તિલક
વર્માની એક આઇપીએલ મેચ વખતે હાજર રહી હતી. તે વખતે તેની સ્ટાફની મેમ્બર્સ તિલક
લખેલી જર્સી પહેરેલી જોવા મળી હતી. આથી શ્રીલીલા તિલકને સપોર્ટ કરવા જ ખાસ આ મેચ
જોવા આવી હોવાની વાત ચાલી હતી. તે પછી કેટલાક ચાહકોએ શોધી કાઢયું હતું કે
શ્રીલીલાનાં માતા સમેત પરિવારજનો પણ આ મેચ વખતે હાજર હતા. તે પરથી શ્રીલીલા અને
તિલક ડેટિંગ કરી રહ્યા હોવાની વાત પ્રસરી હતી. જો કે, શ્રીલીલાની ટીપ તિલક સાથેના અફેરની વાતને નકારી ચૂકી છે. શ્રીલીલા
બોલિવૂડની રોમેન્ટિક ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે આવી રહી છે.