• મંગળવાર, 19 મે, 2026

સેહવાગની આગાહી : RCB ફરી ચેમ્પિયન બનશે

નવી દિલ્હી, તા. 18 : આઇપીએલમાં આરસીબીના શાનદાર પ્રદર્શનને જોતાં પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ભવિષ્ય ભાખ્યું છે કે, બેંગ્લોરની ટીમ જે રીતે લગાતાર રમી રહી છે અને ટીમમાં સંતુલન દેખાઈ રહ્યું છે એ જોતાં આ વખતે પણ આઇપીએલ ચેમ્પિયન બનવાની મજબૂત દાવેદાર છે. અલબત્ત, સેહવાગે એમ પણ કહ્યું છે કે, આરસીબીને ગુજરાત ટાઇટન્સ ટીમ ટક્કર આપી શકે છે. અગર ક્વોલીફાયરમાં આ બે ટીમ ટોપ-ટુમાં આવી તો બેંગ્લોરે સાવચેત રહેવું પડશે. બંને ટીમની બેટિંગ અને બોલિંગ શાનદાર છે. ખેલાડીઓ પણ ફોર્મમાં છે એ જોતાં પ્લેઓફમાં ટક્કર જોવાની મજા પડશે.

Panchang

dd