• બુધવાર, 22 મે, 2024

વિરાટની શાનદાર સદી, બેંગ્લોરની જીત

હૈદરાબાદ, તા. 18 : સદાબહાર વિરાટ કોહલીની ફાંકડી સદી (63 દડામાં 100 રન) અને સાતત્યપૂર્ણ ડુપ્લેસીના 47 દડામાં શાનદાર 71 રનના સહારે બેંગ્લોરે આજે અહીં હૈદરાબાદને  આઠ વિકેટે હાર આપી હતી અને 13 મેચના અંતે 14 પોઈન્ટ સાથે પ્લેઓફની આશા મજબૂત બનાવી હતી. ક્લાસેનના 51 દડામાં વિસ્ફોટક 104 રન એળે ગયા હતા. 187ના લક્ષ્ય સામે વિરાટ અને ડુપ્લેસીને ઝમકદાર શરૂઆત કરી હતી અને પ્રથમ વિકેટ માટે 172 રનની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી. કોહલી ચાર છગ્ગા અને 12 ચોગ્ગા ફટકારીને ભુવનેશ્વરનો શિકાર બન્યો હતો. બેંગ્લોરે 19.2 ઓવરમાં લક્ષ્ય આંબ્યું હતું. અગાઉ આઇપીએલની આજની મેચમાં પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ચૂકેલી ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદે હેનરિક કલાસેનની આતશી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂધ્ધ 20 ઓવરમાં પ વિકેટે 186 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. હૈદરાબાદ તરફથી દ. આફ્રિકી વિકેટકીપર-બેટર હેનરિક કલાસેને પ1 દડામાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાથી આતશી સદી ફટકારીને 104 રન કર્યાં હતા. આઇપીએલમાં આ તેની પ્રથમ સદી છે. તેણે કપ્તાન એડન માર્કરમ સાથે ત્રીજી વિકેટમાં પ0 દડામાં 76 રનની અને હેરી બ્રુક સાથે મળીને ચોથી વિકેટમાં માત્ર 36 દડામાં 74 રનની ઝડપી ભાગીદારીઓ કરી હતી. માર્કરમ 20 દડામાં 18 રને આઉટ થયો હતો. જયારે બ્રુક 19 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગાથી 27 રને નોટઆઉટ રહ્યો હતે. અભિષેક શર્મા (11) અને રાહુલ ત્રિપાઠી (1પ)ની નિષ્ફળતા યથાવત રહી હતી. બેંગ્લોર તરફથી બ્રેસવેલે 2 અને શાહબાઝ-હર્ષલે 1-1 વિકેટ લીધી હતી. સિરાઝ 4 ઓવરમાં માત્ર 17 રન જ આપ્યા હતા અને 1 વિકેટ લીધી હતી. આરસીબીએ આખરી પ ઓવરમાં વાપસી કરીને હૈદરાબાદને 200 ઉપરના સ્કોર પર અટકાવ્યું હતું. 1પ ઓવરમાં હૈદરાબાદના 3 વિકેટે 133 રન હતા અને આખરી પ ઓવરમાં તેઓ પ3 રન ઉમેરી શકયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang