• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

યુએઈ સામે અફઘાનનો વિજય

નવી દિલ્હી, તા.16: અઝમતઉલ્લાહ ઓમરઝાઇના ઓલરાઉન્ડ દેખાવથી અફઘાનિસ્તાને ગ્રુપ ડીની મેચમાં રસાકસી બાદ યુએઇ ટીમને હાર આપી હતી. અફઘાન ટીમે વર્તમાન ટી-20 વિશ્વ કપમાં જીતનો સ્વાદ ચાખીને તેની સુપર-8 રાઉન્ડની રહી-સહી આશા જીવંત રાખી છે. યુએઇ વિરુદ્ધ અફઘાનિસ્તાનનો 4 દડા બાકી રહેતા પ વિકેટે વિજય થયો હતો. 161 રનનો વિજય લક્ષ્યાંક અફઘાન ટીમે 19.2 ઓવરમાં પ વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. પ્લેયર ઓફ ધ મેચ ઓમરઝાઇએ 1પ રનમાં 4 વિકેટ લીધી હતી અને અણનમ 40 રન કર્યાં હતા. ગ્રુપ ડીમાં અફઘાનિસ્તાનના 3 મેચ પછી 1 વિજયથી બે અંક થયા છે અને પોઇન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને છે. 161 રનનો વિજય લક્ષ્યનો પીછો કરી રહેલ અફઘાન ટીમ તરફથી ઇબ્રાહિમ જારદાને 41 દડામાં 6 ચોગ્ગા-1 છગ્ગા સાથે પ3 રન, ડરવિશ રસૂલીએ 33 રન અને ઓમરઝાઇએ 21 દડામાં 2 ચોગ્ગા-3 છગ્ગા સાથે અણનમ 40 રન કર્યાં હતા. યુએઇ તરફથી ઝુનૈદ સિદીકી અને મુહમ્મદ ઈરાફાનને 2-2 વિકેટ મળી હતી. આ પહેલા યુએઇના 20 ઓવરમાં 9 વિકેટે 160 રન થયા હતા. જેમાં સોહેબ ખાનના 48 દડામાં 6 ચોગ્ગા - 4 છગ્ગા સાથ 68 અને આલીશાન શરાફુના 40 રન મુખ્ય હતા. અફઘાનિસ્તાન તરફથી ઓમરઝાઇની 4 વિકેટ ઉપરાંત મુજીબ ઉર રહેમાનની 2 વિકેટ હતી.

Panchang

dd