• ગુરુવાર, 12 માર્ચ, 2026

ઓસ્ટ્રેલિયા ટીમમાં સ્મિથની બેક ડોર એન્ટ્રી

કોલંબો, તા.16: અનુભવી મીડલઓર્ડર બેટર સ્ટિવન સ્મિથનો ઓસ્ટ્રેલિયાની ટી-20 વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ સત્તાવાર રીતે થયો છે. સ્મિથે ઝડપી બોલર જોશ હેઝલવૂડની જગ્યા લીધી છે. ઓસ્ટ્રેલિયા ટીમ હાલ ઇજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યાનો સામનો કરી રહી છે અને વર્લ્ડ કપ બહાર થવાનો તેના પર ખતરો છે. કપ્તાન મિચેલ માર્શ ઇજાને લીધે શરૂઆતના બે મેચ રમી શક્યો નથી. ઓલરાઉન્ડર સ્ટોઇનિસને ફિટનેસ સમસ્યા છે. અગાઉ પેટ કમિન્સ ટીમની બહાર થઈ ગયો હતો. ઝિમ્બાબ્વે સામેની હાર પછી ઓસ્ટ્રેલિયા માટે આજનો શ્રીલંકા સામેનો મેચ કરો યા મરો સમાન છે.

Panchang

dd