• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

અમદાવાદમાં ક્રૂડતેલ ચોરીનો પર્દાફાશ

અમદાવાદ, તા. 19 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત એટીએસ દ્વારા રાજ્યમાં ક્રૂડ ઓઈલ ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વટવા-વિંઝોલ રીંગરોડ પર આવેલા એક પાર્કિંગમાં દરોડા પાડીને પોલીસે ખેડાના ઓએનજીસીના કૂવામાંથી ગેરકાયદેસર રીતે ચોરી કરાયેલા અંદાજે 8,000 લિટર ક્રૂડ ઓઈલ સાથે કુલ 6 શખ્સોને રંગેહાથ દબોચી લીધા છે. આ કેસમાં એટીએસ દ્વારા ગફ્ફાર રંગરેજ (ઉ.વ. 61), મોહસીન રંગરેજ (ઉ.વ. 35), મોહમદ જાવેદ રંગરેજ (ઉ.વ. 44), નસીરૂદ્દીન ઉર્ફે વિકી તાજુદ્દીન મલેક (ઉ.વ. 42), ભીખા ચૌહાણ (ઉ.વ. 46) અને રાયસંગ ઠાકોર (ઉ.વ. 40)ની ધરપકડ કરવામાં આવી છે.  ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે દાણીલીમડા વિસ્તારના કેટલાક શખ્સો અને ઓએનજીસીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા કર્મચારીની મિલીભગતથી ઓઈલ ચોરી થઈ રહી છે. આ ચોરાયેલું ક્રૂડ ઓઈલ વેચાણ અર્થે ટેન્કર અને ટ્રક મારફતે અમદાવાદ લાવીને વટવા-વિંઝોલ રીંગ રોડ પર આવેલા હેપ્પી ભરવાડના પાર્કિંગમાં ખાલી કરવામાં આવી રહ્યું હતું. આ પાક્કી માહિતીના આધારે એટીએસની ટીમે ત્વરિત કાર્યવાહી કરી સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓએ ઓએનજીસી લખેલા ટેન્કરમાંથી પાઈપ દ્વારા ટ્રકમાં રાખેલા ટાંકામાં ઓઈલ ટ્રાન્સફર કરી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ટેન્કર અને ટ્રકમાંથી કુલ 8,000 લિટર જેટલો શંકાસ્પદ ક્રૂડ ઓઈલનો જથ્થો જપ્ત કરી લીધો હતો. - ઓએનજીસીની પાઇપલાઇનમાંથી ક્રૂડ ચોરીનો કાળો ધંધો પકડાયો : ભાર્ગવ પરીખ દ્વારા : અમદાવાદ, તા. 19 : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઓએનજીસી ની પાઈપલાઈન માંથી ક્રૂડ ઓઇલ ચોરીને ખેડા મહેસાણા અને અમદાવાદમાં નાની ફેક્ટરી , ડામરના કાચા માલમાં ભેળસેળ અને ફર્નિશ ઓઇલ માટે કેટલાક ચોરીનું ક્રૂડ ઓઇલ સસ્તા ભાવે  વેચે છે અને તગડો નફો કમાય છે . આ નેટવર્કમાં ચોરીનું ક્રૂડ ઓઇલ વેચનારા દલાલ અને કામનીમાં કોન્ટ્રાકટ પર કામ કરતા કર્મચારીઓને લાલચ આપી આ નેટવર્ક ચાલનારા છ લોકોની એટીએસે ધરપકડ કરી છે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઓએનજીસી ક્રૂડ ઓઈલની ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠયા બાદ એટીએસે આ ગેંગ ને પકડવાનું શરુ કર્યું હતું . એટીએસના અધિકરી એસેલ ચૌધરી એ જન્મભૂમિ પત્રો સાથેની વાતચીતમાં કહ્યુકે અમારી પાસે માહિતી મળી હતી , અમે એ ટીપ પર મહેનત કરી તો ખબર પડીકે વટવા જીઆઇડીસીની પાછળ હેપ્પી ભરવાડ ના ફાર્મ હાઉસમાં ઓએનજીસીના કોન્ટ્રાકટ કર્મચારી ક્રૂડ ઓઈલનું ટેકર લઇ જવાના છે અને ત્યાં ચોરીનું ક્રૂડ ઓઇલ વેચનારા દલાલ હોવાની બાતમી મળતાં 6 લોકોની ક્રૂડ ઓઈલના ટેન્કર સાથે ધરપકડ કરી છે ડીજી વિજિલન્સના ભૂતપૂર્વ એસીપી દિપક વ્યાસે ખાસ વાતચીતમાં કહ્યું કે ઓએનજીસીના ક્રૂડ ઓઈલની પાઇપ ગુજરાતના અંતરિયાળ ખેતરમાંથી જાય છે, એટલે કોન્ટ્રાકટ પર કામ કરનારા કર્મચારીને ફોડી ખેતરમાં સિક્યોરિટી ના હોય ત્યાં ક્રૂડ ઓઈલની પાઇપના વાલ્વમાંથી પમ્પીંગ મશીનથી ક્રૂડ ઓઇલ ખેંચીને ચોરી કરે છે, આ ક્રૂડ ઓઇલ બજારમાં વેચી શકાતું નથી એટલે ઔદ્યોગિક ભઠ્ઠી અને બોઇલર વાળા નાના કારખાનેદારો એને અડધી કિંમતમાં ખરીદે છે , તો બાયોડીઝલ અને ડામરમાં આનો ઇન્ડસ્ટ્રીયલ ઓઇલમાં પણ ઉપયોગ થાય છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd