• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

196 વર્ષ બાદ ભારાપર જાગીર ખાતે ત્રિ-દિવસીય ભંડારા મહોત્સવ

ગાંધીધામ, તા. 19 : તાલુકાના ભારાપર ખાતે  ભારાપર જાગીર  સિધ્ધ યોગી હાજલ દાદા  સમાધી સ્થળ  ખાતે આગામી તા. 2 થી 4 ડીસેમ્બર સુધી ત્રી દિવસીય ત્રણ સંતોના ભવ્ય ભંડારાનું  આયોજન  કરાયું છે. આ સમધી સ્થળે ભંડારા તો અનેક વખત યોજાયા છે પરંતુ  196 વર્ષ પછી  આ વખતે સમાધી સ્થળ ખાતે ભવ્ય ભંડારા મહોત્સવ યોજાશે. દેશ ભરમાંથી  હજારો સાધુ સંતોની ઉપસ્થિતિ રહેવાની છે તેવા આ  મહોત્સવની તૈયારીઓ  છેલ્લા 10 મહીનાથી પુરજોષમાં ચાલી રહી છે. ગાંધીધામના  ભારાપરની ભુમિ ઉપર આગામી તા. 2 થી તા. 4 ડીસેમ્બર સુધી ભારાપર જાગીરના મહંત  ભરત  રાજા ગુરૂ  દેવજી રાજા કાપડી  અને કચ્છ મચ્છોયા આહીર  સમાજ, શાખરા પરિવાર  અને સમસ્ત સેવક ગણ દ્વારા   આ ભવ્ય  આયોજન કરાયું છે.  ભારાપર જાગીરના ત્રણ  સંતો સદગુરૂ મુળજી રાજા, સદગુરૂ દેવજી રાજા અને સદગુરૂ રામજી રાજાના ત્રણ દિવસીય ભંડારાનું આયોજન કરાયું છે. શ્રીમદ ભાગવત  મહાપુરાણના દશમ સ્કંધના  મુળ શ્લોકોનું પારાયણ, દ્વદશાક્ષર મંત્ર હોમાત્મક યજ્ઞ મહોત્સવ, મુર્તિ સ્થાપના ,આઠમાન બતીસ ધુણી ભંડારા અને સંખ્યા ઢાળ મહોત્સવની તૈયારીમાં એક હજાર  જેટલા ભાઈઓ અને 1 હજાર જેટલી બહેનો તૈયારીમાં જોડાયેલા છે. હાલ  મહોત્સ્વના સ્થળે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો  છે. આ મહોત્સવમાં ગુજરાત ઉપરાંત  રાજસ્થાન, હરીયાણા, કર્ણાટક, જમ્મુકાશમીર  હીમાચલ  પ્રદેશ, સહીત કચ્છથી કામખ્યા, કાશમીરથી કન્યા કુમારી સુધીના  વિવિધ  વિસ્તાર અને નેપાળ સહીત 7000થી વધુ સંતો મહંતો આ વેળાએ ઉપસ્થિત રહેશે. મહોત્સ્વ  પરિસરમાં અંદાજે 200 એકર જેટલા  વિશાળ ફલકમાં વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવી  છે.  50 હજાર બેઠકની ક્ષમતાનો મુખ્ય  સભા મંડપ ,મીડીયા સેન્ટર, ભોજન શાળા, સાધુ સંતોના રહેઠાણ માટે કુટીર, યજ્ઞ શાળા, પાર્કીંગ સહીતની સુવિધા વિકસાવવામાં આવી છે. સભા સ્થળે વિવિધ  સંતોના નામ અપાયા છે.મુખ્ય સભા મંડપને  સદગુરૂ હાજલદાદાનું નામ અપાયું છે  જયારે મુખ્ય પ્રવેશ દ્વારને સદગુરૂ દેવજીરાજાનું, સંત કુટીરને સદગુરૂ  રામજી રાજાનું નામ અપાયું છે. બે પ્રસાદાલય બનાવાયા છે. સમગ્ર મહોત્સવના આયોજન માટે  જાગીરના મહંત 108  ભરતરાજા ગુરૂ દેવજી રાજા કાપડીના અધ્યક્ષ પદ તળે  કોર કમીટી રચવામાં આવી છે. કોર કમીટીમાં  તેજાભાઈ રમાભાઈ કાનગડ, શામજીભાઈ સધાભાઈ કાનગડ,શામજીભાઈ તેજા ખટારીયા, (નંદગામ),  બાબુભાઈ ભીમાભાઈ હુંબલ,વાસણભાઈ નારણભાઈ ચૈયા,દેવજીભાઈ ભીમજીભાઈ ડાંગર,મુળજી રામજી મ્યાત્રા, શંભુભાઈ રાધુભાઈ મ્યાત્રા,ઘેલાભાઈ દાનાભાઈ ચાવડા, ભાવેશભાઈ ચાવડા,  કીરણભાઈ ખટારીયા, બાબુભાઈ ડાંગર, સેવાઆપી રહ્યા છે. આ કોર કમીટીના નેજા હેઠળ વિવિધ જેટલી 24 સમિતિ બનાવવામાં આવી હોવાનું મીડીયા સમિતિના મનજીભાઈ આહીરે જણાવ્યું હતું.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd