મુંદરા, તા. 19 : તાલુકાના કારાઘોઘા ગામના રાજપુત
ક્ષત્રિય સમાજ, વિષ્ણુ સમાજ અને જૈન સમાજ
દ્વારા આગામી તા.23-11-26 સોમવારથી
તા. 1/12/26 મંગળવાર સુધી કારાઘોઘા ગામ
નજીક શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન કરાયું છે. જાણીતા શિવ કથાકાર પૂ. ગીરીબાપુના
શ્રીમુખે યોજનારી આ કથા માટેનો ભવ્ય શમિયાણો ઊભો થઈ ચૂક્યો છે અને રોડ નજીકના ગામ માટે
કારાઘોઘા સહિત મુંદરા તાલુકાના ગામોનાં ધર્મપ્રેમીઓમાં ઉત્સાહ છે. આ કથાની તૈયારીઓને
આખરી ઓપ અપાઈ રહ્યો છે. આગામી સોમવારથી દરરોજ બપોરે ત્રણથી છ વાગ્યા સુધી શિવનગરી, કારાઘોઘા - ગેલડા રોડ પાસે યોજાનારી આ કથાનો
પોથીયાત્રા સાથે આરંભ કરાશે. જે પોથીયાત્રા તા.23- 11ના બપોરે 2.30 વાગ્યે શમ્રેશ્વર મહાદેવ મંદિરથી
શિવનગરી કથા મંડપ સુધી યોજાશે અને ત્રણ વાગ્યે કથાનો પૂ. મહંત વિષ્ણુગીરીબાપુ (ખીમેશ્વર
મહાદેવ, સાંતલપુર), પૂ. મહંત નરસંગગીરીબાપુ (જ્યોતેશ્વર
મહાદેવ, ઘરાણા) તથા ઉપસ્થિત સંતોના હસ્તે દીપ પ્રાગટ્યથી આરંભ
કરાશે. કથાના મુખ્ય યજમાન પદે માતૃશ્રી સ્વ. ચાંદાબા વેલુભા ભારાજી સોઢા પરિવાર છે.
જ્યારે સહયોગી દાતા તરીકે દેવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, સુધીરાસિંહ
બળદેવાસિંહ જાડેજા- અંજાર, સુનિલ ચત્રભુજ જોબનપુત્રા-અંજાર અને
પંકજ કાંતિલાલ કોઠારી- અંજાર યોગદાન આપી રહ્યા છે. કથા દરમિયાન તા. 26- 11ના સંતવાણી, તા.
28-11નાં દાંડિયારાસ, તા.29- 11ના શિવ વિવાહ ઉત્સવ ઉજવાશે. કથાના આચાર્ય પદે પંડિત નાગેશજી
શર્મા રહેશે. ગૌ સેવાના ઉદ્દેશથી આયોજિત આ કથામાં સમસ્ત સમાજ સહકાર આપી રહ્યા છે અને
કથા દરમિયાન વિવિધ સામાજિક- ધાર્મિક- રાજકીય આગેવાનો, અલગ અલગ તંત્રના ટોચના અધિકારી ઉપસ્થિત રહેશે.