મોટી વિરાણી (તા નખત્રાણા),
તા. 19 : હાજીપીર રણવિસ્તારમાં
અબોલ પશુ-પક્ષીઓ માટે પીવાનાં પાણીની સુવિધા ઊભી કરવાના હેતુથી જબ્બાર જત વેલ્ફેર ફાઉન્ડેશન
દ્વારા પાણીના અવાડા બનાવવાનું સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયાનાં માધ્યમથી જીવદયાપ્રેમી દાતાઓ અને
સેવાભાવી લોકો સમક્ષ સહયોગની અપીલ કરવામાં આવી હતી,
જેના પરિણામે અનેક દાતાઓએ યથાશક્તિ મુજબ આર્થિક સહયોગ આપ્યો હતો. આ સેવાકાર્ય
પૂર્ણ થવાથી રણવિસ્તારમાં પાણી માટે ભટકતાં અબોલ પશુ-પક્ષીઓ અને અન્ય જીવસૃષ્ટિને પીવાનું
પાણી મળી રહેશે.